શા માટે ભારત પાકિસ્તાન વચ્ચે કશ્મીર મુદ્દો બનીને રહી ગયું….. જાણો શું છે ધારા 370 ની કલમ….

શા માટે ભારત પાકિસ્તાન વચ્ચે કશ્મીર મુદ્દો બનીને રહી ગયું….. જાણો શું છે ધારા 370 ની કલમ….

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કશ્મીરને લઈને ઘણા બધા વાદ વિવાદો હાલ ચાલી રહ્યા છે. પરંતુ ભારતના જ અમુક ભૂતકાળના નેતાઓએ કશ્મીરના અમુક નિયમો બનાવ્યા છે તે પણ ક્યાંકને ક્યાંક ભારતની વિરુદ્ધ છે. તેમણે તે નિયમો માટે પોતાની એક અલગ જ ધારા બનાવી છે અને તે ધારા છે 370. તો મિત્રો ધારા 370 શું છે તે ભારતના દરેક નાગરીકને ખબર જ હોવી જોઈએ. તો આજે અમે તમને ધારા 370 વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કશ્મીરમાં એવા ક્યાં નિયમો છે જે ભારતની વિરુદ્ધમાં છે. એ આજે ખુબ જ ભારતને નુકશાન કરાવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પુલવામા અને ઉરી જેવા આતંકી હુમલા પાછળ ક્યાંકને ક્યાંક આ ધારા પણ એટલી જ જવાબદાર છે. તો ચાલો જાણીએ કે ધારા 370 ની કલમ આખરે છે શું અને તેને સંવિધાનમાંથી હટાવી દેવામાં આવે તો શું ભારત પર થતા આતંકી હુમલાઓ બંધ થઇ જશે ? શું તે ધારા હટાવવાથી ફાયદો થશે કે નુકશાન ?

ધારા 370 ભારતીય સંવિધાનનો એક વિશેષ અનુચ્છેદ છે. જેના દ્વારા જમ્મુ-કશ્મીર રાજ્યને સંપૂર્ણ ભારતમાં બીજા અન્ય રાજ્યો કરતા વિશેષ અધિકાર અને વિશેષ દરજ્જો પ્રાપ્ત છે. દેશને આઝાદી મળ્યા બાદ હજુ સુધી આ ધારા ભારત માટે ખુબ જ વિવાદિત રહી છે. ઘણા રાષ્ટ્રવાદી લોકો આ ધારાને સમાપ્ત કરવાની માંગ પણ કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ અનુચ્છેદ જવાહરલાલ નહેરુના વિશેષ હસ્તાક્ષરો દ્વારા તૈયાર કરાયેલો હતો. સ્વતંત્ર ભારત માટે કશ્મીરનો મુદ્દો આજ સુધી એક સમસ્યા બનીને રહી ગયો છે.

મહારાજા હરીસિંગ જે તત્કાલીન જમ્મુ-કશ્મીરના રાજા હતા. સરદાર પટેલ જ્યારે ભારતને એક સંઘ બનાવવા માટે બધા પાસે પ્રસ્તાવ લઈને ગયા હતા. ત્યારે અમુક રાજાઓ એવા હતા જે ભારતમાં આવવા માંગતા ન હતા. કારણ કે તે પોતાનું એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માંગતા હતા. જેમાના એક રાજા હતા રાજા હરીસિંગ.

હવે મિત્રો મહોમ્મદ અલી જીણા એવું ઇચ્છતા હતા કે મુસ્લિમ સમાજ માટે એક અલગ જ રાષ્ટ્ર બને. જ્યારે તેમની આ જીદથી કોઈ સહેમત ન હતું. પરંતુ તેમ છતાં પણ તેણે લોર્ડ માઉન્ટ બેટન પાસેથી હસ્તક્ષેપ કરાવી લીધા અને તેમાં ભારત અને પાકિસ્તાન એમ હિન્દુસ્તાનના બે અલગ રાષ્ટ્ર બની ગયા.

ત્યાર બાદ ભારતના પ્રધાનમંત્રી બન્યા જવાહર લાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા મહોમ્મદ અલી જીણા. મિત્રો તમને જણાવી દઈએ કે કશ્મીરના રાજા હરીસિંગ પોતાનું સ્વતંત્ર રાજ ઇચ્છતા હતા. પરંતુ હરીસિંગ હિંદુ રાજા arહતા અને કશ્મીરની પ્રજા મુસ્લિમ હતી માટે તે એક હિંદુ રાજા હેઠળ રહેવા માંગતા ન હતા અને પાકિસ્તાને આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને પાકિસ્તાનના સૈનિકોએ કબીલાનો વેશ ધારણ કરીને કશ્મીર પર આક્રમણ કર્યું.

હવે આ આક્રમણથી રાજા હરીસિંગ ડરી ગયા. તેને લાગ્યું કે કબીલા તેના મહેલ સુધી પહોંચી જશે અને તેને મારી નાખશે તો ! તેથી તે ભારત પાસે આવ્યા અને તેણે કશ્મીરને ભારતના હવાલે કર્યું. જ્યારે ભારતે પણ તેને પુરેપુરી સુરક્ષા આપવાનો વાયદો કર્યો અને ભારતના સૈનિકો પાકિસ્તાની કબીલા વિરુદ્ધ લડ્યા જેને ભારત પાકિસ્તાનનું 1947 નું યુદ્ધ કહેવામાં આવે છે. યુદ્ધ કરી પાકિસ્તાને  જેટલા ક્ષેત્રમાં કબજો કરી લીધો હતો તેમાંથી થોડો વિસ્તાર ભારતે પાછો મેળવ્યો.

જ્યારે જે વિસ્તાર સુધી પાકિસ્તાની કબીલાઓનો કબજો રહ્યો તે POK (Pakistan occupied Kashmir ) અને જેટલો વિસ્તાર ભારતે લડીને પાછો મેળવ્યો તેને IOK (India occupied Kashmir ) આ રીતે કશ્મીરના પણ બે ભાગ પડી ગયા.

પરંતુ મિત્રો ત્યાર બાદ જવાહર લાલ એક ભૂલ કરી બેઠા જેનું પરિણામ ભારત આજે પણ ભોગવે છે. ભારત પાકિસ્તાનનું  યુદ્ધ શાંત થયા બાદ શેખ અબ્દુલ્લા અને રાજા હરીસિંગ જવાહર લાલ પાસે ગયા અને તેને કશ્મીરને સ્વતંત્ર રાજ્ય બનાવવાની માંગ કરી ત્યારે ધારા 370 નો જન્મ થયો.

પહેલા તે ધારા 306 A હતી. પરંતુ આગળ જતા તે ધારા 370 બની ગઈ. મિત્રો તમને જણાવી દઈએ કે આ ધારા અનુસાર કશ્મીર પાસે અમુક વિશેષ અધિકાર છે. જેવા કે તે ભારતના રાષ્ટ્રગાન, રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રનું અપમાન કરે તો પણ તેને કોઈ સજા નથી મળતી મતલબ તેને ભારતને અપમાન કરવાનો અધિકાર છે.

ત્યાર બાદ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના નિયમો તેને લાગુ પડતા નથી. ભારતનો કોઈ નાગરિક કશ્મીરમાં જમીન નથી ખરીદી શકતો. આ ઉપરાંત કશ્મીરના લોકોને બમણી નાગરિકતા મળેલી છે. એક કશ્મીરની અને બીજી ભારતની. આ ઉપરાંત મિત્રો કશ્મીરનું અલગ જ સંવિધાન છે.

મિત્રો એટલું જ નહિ પરંતુ જો કશ્મીરની કોઈ છોકરી પાકિસ્તાની છોકરા સાથે લગ્ન કરે તો તેને જમ્મુ કાશ્મીરની નાગરિકતા મળી જાય છે અને જમ્મુ-કશ્મીરની નાગરિકતા મળતા તેને ભારતીય નાગરિકતા પણ મળી જાય છે. તો મિત્રો આ રીતે પાકિસ્તાની ખુબ જ આરામથી ભારતના નાગરિક બનીને ભારત સાથે બગાવત કરી શકે છે.

તેમ છતાં પણ આપણા ભારતીય સૈનિકો સતત કશ્મીરની સરહદે તેને સુરક્ષા આપે છે. જ્યારે કશ્મીરના અમુક અલગારી નેતાઓ કશ્મીરની જનતાને ભારત વિરુદ્ધ ભડકાવે છે. જેથી કશ્મીરના લોકોને એવું લાગે છે કે ભારતે તેને ગુલામ બનાવીને રાખ્યું છે. જ્યારે રાતદિવસ ભારતના સૈનિકો તેની રક્ષા કરે છે અને ભારત દરેક બાબતે કશ્મીરની મદદ કરે છે.

પરંતુ કશ્મીરની ધારા 370 પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં હુમલો કરવા માટે ખુબ જ સરળતા રહે છે. માટે ભાજપ સરકાર આવી ત્યારે તેણે આ ધારા હટાવવાનો વાયદો કરેલો હતો. પરંતુ પછી કોઈ પગલા ભર્યા ન હતા. પરંતુ પુલવામા થયેલ હુમલા બાદ ફરી રાષ્ટ્રવાદીઓ ધારા 370 હટાવવાની માંગ કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જો ધારા 370 હટાવી દેવામાં આવે તો ભારતના સૈનિકો અને સુરક્ષા કર્મચારીઓ કશ્મીરમાં આવતા લોકોની તપાસ કરી શકે છે અને આતંકવાદીઓને ઘુસતા અટકાવી શકે છે. જો આ ધારા હટી જાય તો આતંકવાદી હુમલા પર નિયંત્રણ લાવી શકાય છે.

મિત્રો ભારત સરકાર કેન્દ્રીય સરકારની બેઠકમાં 2/3 બહુમતી અને દરેક રાજ્યની વિધાન સભાની 2/3 બહુમતીથી આ ધારા હટાવી શકે છે. પરંતુ મિત્રો આ ધારા ભારતના સંવિધાનમાંથી હટાવવાથી કોઈ જ ફાયદો નહિ થાય. ઊલટાની કશ્મીરની જનતા ભારત વિરુદ્ધ થઇ જશે અને પાકિસ્તાન તેનો ફાયદો ઉઠાવશે.

જો આ ધારાને હટાવવી હોય તો કશ્મીર પોતાના સંવિધાનમાંથી આ ધારા હટાવે તેવા પ્રયાસ કરવા જોઈએ અને તેના માટે ભારત સરકારે સંવિધાનમાંથી આર્ટીકલ 35 A કાઢી નાખવો જોઈએ. જો તેને હટાવી દેવામાં આવે તો તેમાં કોઈ વાંધો નહિ ઉઠાવી શકે અને તેનાથી જમ્મુ-કશ્મીરમાં કોઈ નકારાત્મક અસર નહિ આવે. સૌથી મહત્વની વાત એ છે કે આ પગલાં બાદ કશ્મીરને ભાવતાલની પણ ખબર પડશે કે ભારતના ટેક્સ પેયર્સે એ લોકો માટે શું કર્યું અત્યાર સુધી.

આ ઉપરાંત આર્ટીકલ 35 A ને જો ભારત હટાવે તો કશ્મીરના નેતાની પોઝીશન નબળી પડી જશે. કારણ કે આર્ટીકલ 35 A ને હટાવી દેવામાં આવે તો જમ્મુ-કશ્મીરમાં મોંઘવારી ચરમ સીમા પર આવી જશે અને આર્ટીકલ 370 ના કારણે કશ્મીરના લોકોને નોકરી મળવામાં મુશ્કેલી આવશે. તેથી જમ્મુ-કશ્મીરના લોકો આર્ટીકલ 370 હટાવવા માટેનું દબાણ વધારશે અને પછી જમ્મુ-કશ્મીરી નેતાએ આ આર્ટીકલ હટાવવો પડશે.

અને જો આ રીતે જમ્મુ-કશ્મીર દ્વારા આર્ટીકલ 370 હટાવવામાં આવશે તો સાચી રીતે ભારતની જીત થશે અને જમ્મુ-કશ્મીરનો ભારતમાં સાચી રીતે વિલય થશે. તો મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવો  કે શું ભારત સરકારે આ આર્ટીકલ 35 A હટાવી દેવો જોઈએ કે નહિ ?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment