વિરાટ કોહલીનું છે આવું ડાયટ પ્લાન, જાણીને તમે દંગ રહી જશો.. જાણો તે શું ખાય છે.

આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ, બંનેને સ્લીમ અને ફીટ રહેવાની ખુબ જ ઈચ્છા હોય છે. પરંતુ આજના સમયના ખાનપાનના હિસાબે આ બાબત ખુબ જ મુશ્કેલ બનતી જાય છે. પરંતુ જો પરફેક્ટ ડાયટનું પાલન કરવામાં આવે તો એ શક્ય પણ છે.  તો મિત્રો આજે અમે તમને ભારતના હાલના કપ્તાન અને ખુબ જ હેન્ડસમ ક્રિકેટર વિરાટ કોહલીના ડાયટ પ્લાન વિશે જણાવશું. કેમ કે વિરાટ કોહલી ખુબ જ સ્લીમ અને ફીટ નજર આવે છે. ત્યાર બાદ તેવો એક્સરસાઈઝને પણ ખુબ જ મહત્વ આપે છે અને તેની સાથે તેમને ખુબ જ લગાવ પણ છે.

પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ફૂડ લવર પણ છે. તે ફૂડ પણ ખુબ જ પસંદ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તે હંમેશા હેલ્દી ખોરાક લેવાનું પસંદ કરે છે. જે તેની ફિટનેસનું રાઝ છે. તો ચાલો જણીએ કે શું છે વિરાટ કોહલીનું સિક્રેટ ડાયટ. વિરાટનો બ્રેકફાસ્ટ : મિત્રો વિરાટ કોહલી બ્રેકફાસ્ટની અંદર મોટા ભાગે ફળ લે છે, તેના દિવસની શરૂઆત લગભગ ફ્રુટ્સ દ્વારા જ થાય છે. તે ડ્રેગન ફ્રુટ, તરબૂચ, પપૈયું વગેરે પણ ઘણા ફ્રુટ્સનું સેવન સવારે કરે છે. તેમજ વિરાટ કોહલી સવારે ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. તે આખા દિવસની અંદર લગભગ ત્રણ થી ચાર કપ ગ્રીન ટીનું સેવન કરે છે.

નટ્સ અને બ્લેક કોફી : વિરાટ કોહલીનું એવું કહેવું છે કે, પોતાને તણાવથી દુર કરવાનો સૌથી સારો ઉપાય છે બ્લેક કોફી અને નટ્સ. જો નાસ્તાની બ્લેક કોફી અને નટ્સ લેવામાં આવે તો તેમાં કેલેરી પણ ખુબ જ અલ્પ પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણું મન પ્રફુલ્લિત અને હેલ્દી રહે છે.

તેનું ડિનર હોય છે પ્રોટીનથી ભરપુર : મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે વિરાટ કોહલી આખો દિવસ મેદાનમાં પોતાની પ્રેક્ટિસ અને ક્રિકેટ રમતો હોય છે. જેના કારણે તેને પ્રોટીન વાળા ખોરાકની જરૂર પડે છે. તો વિરાટ કોહલી તેના માટે ખુબ જ પ્રોટીન તત્વો વાળો ખોરાક તેના ડિનરમાં લેવાનું પસંદ કરે છે. જેમાં સૂપ, સલાડ, ઓછા તેલમાં બનાવવામાં આવેલ શાક વગેરે તે પોતાના ખોરાકમાં પ્રોટીનની માત્રા વધારે રાખે છે.

ફિટનેસ જાળવી રાખવાનો શોખ : મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ફિટનેસ એ ફેટનો દુશ્મન છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે શરીરમાં અમુક હેલ્દી ફેટ હોવા પણ આવશ્યક છે. માટે વિરાટ કોહલી પોતાના દરેક ડાયટમાં હેલ્દી હોય તેવા ફેટનો વધારે ઉપયોગ કરે છે. પરંતુ વિરાટ કોહલી જ્યારે પણ ટ્રાવેલ કરતો હોય છે, ત્યારે પોતાની સાથે નટ્સ અને બટર સાથે જ રાખે છે.

બોટલનું પાણી વધારે પસંદ : વિરાટ કોહલી પોતાના પીવાના પાણી માટે ખુબ જ જાગૃત રહે છે. વિરાટ જ્યારે પણ ટ્રાવેલ કરતો હોય છે ત્યારે પેકેજ્ડ મિનરલ વોટરનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ વિરાટ જે પાણી પીવે છે તે ફ્રાંસમાંથી મંગાવવામાં આવે છે ખાસ ઓર્ડર પર. એવું પણ સાંભળવામાં આવ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment