ધોની અને કોહલી સહિત પહેલી વાર IPL માં આ ખેલાડી વેંચાયા હતા આટલા રૂપિયામાં, આજે લે છે આટલી સેલેરી…

વિરાટ કોહલી, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ, હાર્દિક પંડ્યા, એ મુંબઈ ઈન્ડિયન ટીમના ખેલાડીઓ છે. આ ખિલાડીઓને IPL ની દર સિઝનમાં કરોડો રૂપિયા મળે છે. તેમજ 2007 માં ઈન્ડિયા વલ્ડ કપ જીત્યું હતું તેનું ઈનામ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યું હતું. ધોનીની કેપ્ટન શીપમાં ઈન્ડિયા ત્રણ વાર ટ્રોફી જીતી ચૂકી છે. તો ચાલો ઇન્ડિયન ખિલાડીઓ વિશે જાણીએ.

ઇન્ડિયન પ્રીમિયમ લીગ(આઇપીએલ-IPL)ને જ નહીં પરંતુ ક્રિકેટરોને પણ ફાયદો થયો હતો. આઇપીએલ સિઝન 13 ના આયોજનમાં બીસીસીઆઇ કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે. તે જ સમયે આ ટુર્નામેન્ટમાં ખિલાડીઓની આવકમાં પણ વધારો થયો છે. ફ્રેન્ચાઈઝી તેમને મોટી રકમ આપે છે. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડી તો અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાથી વધારે કમાય ચૂક્યા છે.વિરાટ કોહલી : ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીને આઇપીએલમાં પ્રથમ વખત આરસીબી એ ખરીદ્યો હતો. RCB ને વિરાટ કોહલી પર 2008 થી જ ભરોસો થઈ ચૂક્યો છે અને આજે તે કેપ્ટન છે. કોહલી આઇપીએલમાં સૌથી વધારે પૈસા કમાવવા વાળા ખેલાડીઓની સૂચીમાં ત્રીજા સ્થાન પર છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીની દર સિઝનની કમાણી 17 કરોડ રૂપિયાની છે.

મહેન્દ્ર સિંહ ધોની : મહેન્દ્ર સિંહ ધોનીનું આઇપીએલમાં 2008 ની હરાજીમાં મોટું નામ હતું.  એની કેપ્ટન ટીમમાં ઈન્ડિયા 2007 માં ટી-20 વલ્ડ કપ જીત્યું હતું અને તેનું ઈનામ ધોનીને ત્યારે મળ્યું હતું કે જ્યારે ચેન્નઈ સુપર કિંગ ટીમે તેને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.  તે પહેલેથી જ સીએસથી જોડાયેલા છે અને આજે તેની સેલેરી 15 કરોડ રૂપિયા છે. ધોનીની કેપ્ટન શીપમાં સીએસ એ ત્રણ વાર આઇપીએલની ટ્રોફી જીતી ચૂકી છે. 2021 ની  સિઝનમાં પણ તે ફરીવાર કેપ્ટન બનવા માટે તૈયાર છે.રોહિત શર્મા : 2008 ની હરાજીમાં રોહિત શર્માને ડેક્કન ચાર્જસે 3 કરોડમાં ખરીદ્યો હતો. જો કે ત્રણ વર્ષ પછી એટલે કે 2011 માં ફ્રેન્ચાઈજીએ તેને રિલીઝ કરી દીધો હતો. આ પછી તે મુંબઈ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો. રોહિત તે વખતથી આ ટીમની સાથે છે અને તે પાંચ વાર આ ટીમને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. રોહિત શર્માને આઇપીએલની દર સિઝનમાં 15 કરોડ રૂપિયા મળે છે.

હાર્દિક પંડ્યા : ટીમ ઇન્ડિયાનો આ એક ઑલરાઉન્ડર મુંબઈ ઇન્ડિયનનો એક મહત્વનો ખેલાડી છે. ફ્રેન્ચાયજીએ તેને 2015 પહેલી વાર 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આઇપીએલમાં તેણે જોરદાર પ્રદર્શનથી એન્ટ્રી લીધી હતી. મુંબઈ ઇન્ડિયન ટીમના આ ખેલાડીને દર સિઝનમાં 11 કરોડ રૂપિયા મળે છે.એબી ડિવિલિયર્સ : એબી ડિવિલિયર્સ એવા ક્રિકેટરોમાં સામેલ છે કે જેમણે અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાથી વધારે કમાય ચૂક્યા છે. તેણે પોતાની આઇપીએલ કરિયરની શરૂઆત દિલ્લી કેપિટલ્સથી કરી હતી. ફ્રેન્ચાયજીએ તેને 2008 માં 1.2 કરોડ રૂપિયાથી ખરીદ્યો હતો. 2011માં તેને રિલીઝ કરવામાં આવ્યો અને આરસીબી એ તેને પોતાની સાથે જોડી લીધો. ડિવિલિયર્સ આઇપીએલની દર સિઝનમાં તેને 11 કરોડ રૂપિયા મળે છે.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment