કન્યાએ પૂછેલા સવાલનો જવાબ ન આવડત, ખાલી હાથે વરરાજા અને જાન પાછી ફરી.. જાણો શું હતો એ સવાલ

મિત્રો ઘણી વાર એવું બનતું હોય છે કે, કન્યાના પિતા દહેજ ન દઈ શકે તો લગ્ન પણ તૂટી જાય છે અથવા તો કોઈ અન્ય કારણને લીધે પણ લગ્ન તૂટી જતા હોય છે. લગ્ન તૂટવાની ઘટનાઓ અવારનવાર જોવા મળે છે અને લગ્ન તૂટવાના ઘણા કારણો પણ હોય છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં લગ્ન તૂટવાની ઘટના ત્યારે સામે આવી કે જ્યારે કન્યા અને વરરાજો સ્ટેજ પર હતા અને કન્યાએ એક સવાલ પૂછ્યો. આખી ઘટના જાણશો તો હોંશ ઊંડી જશે….

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાનો છે. જ્યાં ખરેલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસીએ પાનવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર પુત્રીના લગ્ન હતા. 30 એપ્રિલના રોજ જાન કન્યા પક્ષના દરવાજા પર આવી ગઈ, આ દરમિયાન જાનૈયાનું ખુબ જ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન વરરાજો કંઈક અલગ જ હરકત કરી રહ્યો હતો, કન્યા આ બધું જોઈ રહી હતી. કન્યાએ આ સમય દરમિયાન વરરાજાને એક સવાલ પૂછ્યો અને કન્યા એવું કહ્યું કે, મારા આ સવાલનો તમે જવાબ આપશો તો જ હું તમારી સાથે લગ્ન કરીશ અને જો જવાબ નહિ આપી શક્યા તો લગ્ન નહિ કરું.

હકીકતમાં કન્યાએ વરરાજાને 2- બેનો ઘડીયો જાણવવા માટે કહ્યું. કન્યાના આ સવાલથી તો પહેલા વરરાજાને કંઈ સમજમાં જ ન આવ્યું. આ પછી તે અહી તહી જોવા લાગ્યો અને તેની હકીકત સામે આવી ગઈ. પછી કન્યાએ વરરાજા સાથે સાત ફેરા લેવા માટે ન કહી અને વરમાળા પહેરાવવાની પણ ન કહી દીધી.કન્યાએ ચોખ્ખું કહી દીધું કે, હું આ વરરાજા સાથે લગ્ન નહીં કરું. આ સાંભળ્યા પછી તો જાનૈયાની નીચેથી જાણે જમીન જ ખસી ગઈ હોય તેવો જાનૈયાને અનુભવ થયો. આ આનંદનો ઉત્સવ જાણે તણાવમાં બદલાય ગયો. કોઈ પણને સમજમાં જ ન આવી રહ્યું હતું કે, હવે શું કરવું જોઈએ. કન્યા એવું કહી રહી હતી કે, હું કોઈ એવી વ્યક્તિની સાથે લગ્ન કરવા માંગતી નથી કે જેને, એક સામાન્ય ગણિતના સવાલ વિશે પણ કંઈ ખબર નથી.

કન્યાને સમજાવવા માટે પૂરી રાત સુધી પ્રયાસો શરૂ રહ્યા અને આખી રાત સુધી સમજાવવાની ચર્ચા પણ ચાલુ રહી, પરંતુ કન્યાએ કોઈની વાત ન સાંભળી. જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ ત્યારે પોલીસે પણ કન્યાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં પણ કન્યાએ કોઈ પણની વાત ન સાંભળી અને અંતમાં કન્યાની વાતને માન આપવું પડ્યું.

કન્યા પક્ષના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને માંગ કરી કે જે પણ આ લગ્નનો ખર્ચ થયો છે, તેને પાછો દેવામાં આવે. થાણા અધ્યક્ષ વિનોદ કુમારનું કહેવું છે કે, બંને પક્ષોની વાત મેં સાંભળી છે અને તેણે જણાવ્યું કે આ એક એરેંજ મેરેજ છે.

સ્ટેશનના હેડ વિનોદ કુમારે જણાવ્યું હતું કે, બંને પક્ષના લોકોએ વાટાઘાટો કર્યો હતો અને સમજૂતી કરી હતી. વાતચીતમાં એવું નક્કી થયું કે બંને પક્ષના લોકોએ એકબીજાને આપેલી ભેટો અને ઘરેણાં જે પણ આપ્યા હોય તે પાછા દેવાના રહેશે. તેમની પરસ્પર સમ્મતિ જોઈને પોલીસે કેસ નોંધ્યો નથી.જાણવામાં આવી રહ્યું છે કે, કન્યાને ખોટું કહેવામાં આવ્યું હતું કે, વરરાજો ભણેલો છે. જાન આવ્યા પછી બધી પુજા પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ કન્યાને કોઈ દ્વારા માહિતી મળી હતી કે વરરાજો એટલો ભણેલો નથી કે જેટલો બતાવવામાં આવ્યો છે.

આ પછી કન્યાએ એવું નક્કી કર્યું કે, તે હકીકત સુધી તો પહોંચીને જ રહેશે અને વરમાળાના મુહુરત વખતે જ કન્યાએ વરરાજાને એક સવાલ પૂછ્યો અને આ સવાલનો જવાબ વરરાજો આપી શક્યો નહિ અને તે જવાબ જણાવી પણ શક્યો નહિ. યુવતીની શંકા સાચી નીકળી અને તેણે તરત જ લગ્ન કરવાની ના પાડી દીધી.જ્યારે એક વરમાળા કાર્યક્રમમાં તો થોડી વાર પહેલા જ વરરાજો ભાગ્યો હતો : એક આવો જ ખુબ જ રસપ્રદ કિસ્સો થોડા દિવસો પહેલા કર્ણાટકના ચિકમંગલૂરૂ જિલ્લામાં સામે આવ્યો હતો જેમાં વરરાજો પોતાની પત્ની થવાની હતી તેણે છોડીને પ્રેમિકાની સાથે ભાગી ગયો હતો. કન્યાએ પણ નિર્ણય લેવામાં જરા પણ વાર ના કરી અને જાનમાં જ આવેલા એક યુવક સાથે કન્યાએ લગ્ન કરી લીધા.

આ કિસ્સામાં એવું જાણવામાં આવ્યું હતું કે, યુવકને કોઈ અન્ય યુવતી સાથે રિલેશન ચાલી રહ્યું હતું, અને તેમ છતાં પણ યુવક તેના ઘર વાળા કહેતા હતા તે કારણે જ તે લગ્ન કરી રહ્યો હતો. તે સમયે યુવકની પ્રેમિકાએ એવું કહ્યું કે, તું કોઈ અન્ય સાથે લગ્ન કરીશ તો હું ઝેર પીને મરી જઈશ. આ સાંભળીને યુવક મંડપ છોડીને ભાગી ગયો હતો.અહીં યુવક ભાગી ગયો અને કન્યા વાળા લોકો તો જાણે સ્તબ્ધ જ થઈ ગયા. પરંતુ યુવતીએ એવો નિર્ણય લીધો કે તે સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા. યુવતીએ એ જ જાનમાં આવેલા એક યુવકને પોતાનો જીવનસાથી બનાવી લીધો.

લગ્નના આવા કેટલાક રસપ્રદ કિસ્સાઓ આવતા જ રહે છે. થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશમાં અલીગઢમાંથી એક કિસ્સો આવ્યો હતો જેમાં કન્યા લગ્નની થોડી વાર પહેલા જ એક જિલ્લા અધિકારી સમક્ષ હાજર થઈ હતી.. યુવતીએ ડીએમને જણાવ્યું હતું કે રસ્તો ખુબ જ ખરાબ છે, જાન આવવામાં ખુબ જ મુશ્કેલી થશે.ડીએમ એ તાત્કાલિક જ યુવતીની ફરિયાદને સાંભળી અને સંબંધિત અધિકારીઓને કહીને કોઈ રસ્તો શોધી કાઢવા માટે નિર્દેશ આપ્યો. ડીએમ એ અધિકારીઓને કહ્યું કે, રસ્તો જેવો સારો થાય એટલે તરત જ તેને જાણ કરવામાં આવે. ડીએમની આ વાત સાંભળીને યુવતી ખુશીથી પોતાના ઘરે ચાલી ગઈ.

આ કિસ્સામાં એવું હતું કે, જે જગ્યાએ યુવતી રહેતી હતી ત્યાંનો રસ્તો ખુબ જ ખરાબ હતો. જગ્યા-જગ્યાએ ખાડા અને કાદવ હતા, જેના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રાતના સમય દરમિયાન દુર્ધટના થવાની સંભાવના વધી જતી હતી. આવી સ્થિતિમાં યુવતીએ આજીજી કરી હતી.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment