તમારા આંગણાના છોડને જીવજંતુ અને ફંગસથી દૂર રાખવા ઘરે જ બનાવી લો આ સ્પ્રે. મફતમાં મળી જશે છુટકારો…

તમારા આંગણાના છોડને જીવજંતુ અને ફંગસથી દૂર રાખવા ઘરે જ બનાવી લો આ સ્પ્રે. મફતમાં મળી જશે છુટકારો…

બેકિંગ સોડાનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે અને લગભગ દરેક લોકોના ઘરમાં બેકિંગ સોડા તો હોય જ છે. પરંતુ શું તમે જાણો છો કે, બેકિંગ સોડાનો ઉપયોગ તમે છોડ ઉપર પણ કરી શકો છો. સાચે જ, છોડને જીવજંતુઓથી બચાવવા માટે, બેકિંગ સોડા ઘરેલુ ફંગીસાઇડનું કામ કરે છે. બેકિંગ સોડાને આપણે સૌ અનેક રીતે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પરંતુ સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા ફંગીસાઇડ બની શકે છે, જે છોડને કેટલાક ફંગલ અને જીવજંતુઓથી દૂર રાખે છે.

ફળ, ફૂલ અને અન્ય કેટલાક છોડ માટે પણ બેકિંગ સોડા ખુબ જ કામ આવે છે. બેકિંગ સોડાને કેટલીક રીતે છોડ ઉપર ઉપયોગ કરવામાં આવે છે, અને આ જીવજંતુઓ પર તેવી જ રીતે અસર કરે છે કે, જેવી રીતે લીમડાનું ઓઈલ. બેકિંગ સોડાનો ઉપયોગ ફંગલ ગ્રોથને રોકવા માટે સૌથી વધારે કરવામાં આવે છે. પરંતુ જો આપણે બેકિંગ સોડા અને ફંગીસાઈડની વાત કરી રહ્યા છીએ, તો એનાથી જોડાયેલ થોડી જાણકારી લઈ લઈએ.

ફૂગનાશક તરીકે કામ કરવા સિવાય, બેકિંગ સોડા બગીચામાં કામ કરે છે : આ છોડના ફૂલ અને પાનને સાફ કરે છે. આ માટીનું પીએચ લેવલ બેલેંસ કરીને રાખે છે. જો ટામેટાને ઉગાવ્યા છે, તો તેનાથી સ્વાદને વધારી શકાય છે. બેકિંગ સોડા કીડી અને ટીડડાથી દૂર રાખે છે. આ હતો બેકિંગ સોડાનો ઉપયોગ, ચાલો હવે બેકિંગ સોડાના ફાયદા અને નુકશાન વિશે જાણીએ, કે કેવી રીતે બેકિંગ સોડા ફાયદાકારક અને નુકશાનકારક થાય છે.

ફાયદા : આ ઓર્ગોનીક અને ઇકો-ફ્રેંડલી છે. આ ફંગીસાઈડ અને પેસ્ટીસાઇડ્સથી વધારે સસ્તુ છે અને કામ પૂરું કરે છે. છોડમાં કીડા-મકોડાની અસરને ખુબ જ ઓછી કરે છે.

નુકશાન : જો બેકિંગ સોડા છોડમાં વધારે પડી જાય તો, આ બેકિંગ સોડાનો પહેલો કમ્પાઉન્ડ છોડના મૂળને નબળો કરી દે છે. તે છોડના અન્ય ભાગો પર પણ અસર કરી શકે છે. અન્ય બાધા એ થશે કે, છોડ પર જો વધારે બેકિંગ સોડા નાખવામાં આવશે તો, સોડિયમ બાયકાર્બોનેટ છોડ અને માટીને જમાવી દે છે. તેવામાં માટીના ન્યુટ્રિએંટ્સ ઓછા થઈ જાય છે અને છોડનો ગ્રોથ ઓછો થઈ જાય છે.

બેકિંગ સોડાથી કેવી રીતે બનાવાય ફંગીસાઇડ્સ : ફૂગીને છોડમાં ફેલાતા રોકવા માટે, તમે ઘર પર જ કેટલાક સોલ્યુશન કરી શકો છો. તમે તેનાથી ફંગીસાઈડ અને પેસ્ટીસાઈડ બંને બનાવી શકો છો અને આ હળવું અને સ્ટ્રોંગ સોલ્યુશન થશે.

કોમન મિક્સ : 4 લિટર પાણી, 3 ચમચી બેકિંગ સોડા, આ બધાને મિક્સ કરીને છોડ પર સ્પ્રે કરો અને બધા જ પાનને કવર કરી લો. ફંગલ ડિઝીઝ અને કીડા પર ધ્યાન રાખવાની જરૂર છે.

બેકિંગ સોડાથી ફંગીસાઈડ બનાવવું : 4 લિટર પાણી, 1 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી તેલ, 2 ડ્રૉપ ડિસવોશ લિક્વિડ. આ સોલ્યુશન પહેલા વાળા સોલ્યુશન કરતાં વધારે અસરકારક છે અને તેમાં તેલ ઉમેરવાથી આ  સોલ્યુશનની અસર જીવજંતુઓ પર વધારે અસર કરશે અને તેનાથી ફૂગ ઝડપથી દૂર થશે. પહેલા વાળા સોલ્યુશનમાં ફક્ત બેકિંગ સોડા હતો અને હવે આ ફંગીસાઈડ બની ગયું છે.બેકિંગ સોડાથી આ રીતે બનાવો પેસ્ટીસાઈડ : અત્યાર સુધીમાં જીવજંતુઓ અને ફૂગ માટે સોલ્યુશન આપણે કર્યું, પરંતુ જો જોવામાં આવે તો જિદ્દી જીવજંતુઓનું અને પેસ્ટ્સ પર અસર કરવાનું હજી બાકી છે. તેના માટે તમે આ સોલ્યુશન કરી શકો છો.

સામગ્રી : 4 લિટર પાણી, 2 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી સાબુ, 2 ચમચી લીમડાનું તેલ.

લીમડાના ઓઈલને આમ જ, જીવજંતુઓને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને આ અનેક પ્રકારની ફૂગને પણ દૂર કરે છે. તેવામાં આ સોલ્યુશન કરવા માટે મોંઘા કેમિકલ પેસ્ટીસાઈડનું કામ કરે છે. તેમાં સાબુને એટલા માટે ઉમેરવામાં આવ્યો કારણ કે, તે બધા જ ઇંગ્રીડિયન્સને સહેલાઈથી જોડી દે છે.કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે : બેકિંગ સોડાને વધારે ન લો. તેને હંમેશા સ્પ્રે જ કરો, સીધા પાન પર અને માટ્ટી પર ન નાખવું. નાખ્યા પહેલા પૈચને જરૂરથી ચેક કરી લો. 1 પાન પર છાંટીને જુઓ અને 24 કલાક સુધી રાહ જુઓ, તેની આડઅસર તો થઈ નથીને. તેને હંમેશા સાંજના સમય પર નાખો, કારણ કે જો તમે તેને તડકામા નાખશો, તો સૂર્ય અને બેકિંગ સોડાની ગરમીથી છોડ બળી જશે.

તેને 24 કલાક સુધી છોડ પર રહેવા દો આ પછી તેના પર સાદા પાણી વડે સ્પ્રે કરી લો. જો તમારા છોડમા જીવજંતુઓ વધારે છે, તો તમે અઠવાડિયામાં 1 વખત રિપીટ કરી શકો છો. જો તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે ધ્યાનમાં રાખો કે તમારે કોઈ પણ અન્ય કેમિકલનો ઉપયોગ નથી કરવાનો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!