યુ.પી. સરકારે લીધો 3 સેલ્ફી નિયમ, શું ગુજરાતમાં પણ લેવો જોઈએ? વાંચો આ નિયમ.

મિત્રો હાલમાં જ યુપી સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે. જે નિયમ છે સેલ્ફીનો. આ નિયમ જાણીને તમે દંગ રહી જશો. કેમ કે આ નિયમ છે એક દિવસમાં ત્રણ વાર સેલ્ફી લેવાનો. તો આજે અમે આ લેખ્માને તમને જણાવશું કે આ નિયમ કોને લાગુ પડશે અને શા માટે એક દિવસમાં ત્રણ સેલ્ફી લેવાની તેના વિશે પણ સંપૂર્ણ માહિતી જણાવશું. તો ચાલો જાણીએ આ અદ્દભુત સેલ્ફીના નિયમને.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શિક્ષકો માટે ‘પ્રેરણા એપ્લિકેશન’ અને ‘પ્રેરણા વેબ પોર્ટલ’ શરૂ કર્યું છે. આ એપ દ્વારા શાળામાં શિક્ષકોની હાજરીની નોંધ લેવાશે. એટલે કે શિક્ષકોએ પોતાની હાજરી નોંધાવવા માટે દિવસમાં 3 વખત શાળા સામે સેલ્ફી લેવી પડશે. જ્યારે શિક્ષકોને આ એપ્લિકેશનની જાણ થઈ ત્યારે તેઓ સૂચના મળતાની સાથે જ પ્રેરણા એપ્લિકેશનથી નોંધણી કરાવવા માટે નાખુશ દેખાયા. જે બાદ યુપીના ઘણા શિક્ષકોએ એપ અંગે વિરોધ શરૂ કર્યો હતો.ઉપરાંત આ નિયમનો વિરોધ કરવા માટે શિક્ષકોએ રસ્તા પર વિરોધપ્રદર્શન કર્યું હતું. તેમજ સરકારને આ નિયમો પાછો ખેંચવા જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ‘ પ્રેરણા એપ’ અને ‘પ્રેરણા વેબ પોર્ટલ’ ની રજૂઆત સાથે, શિક્ષકો દિવસમાં 3 વખત તેમના સેલ્ફી ખેંચીને આ પોર્ટલો પર અપલોડ કરે તે જરૂરી બન્યું હતું.

આ સિવાય શિક્ષકો કહે છે કે, જ્યારે મંત્રીઓ, ધારાસભ્યો, ડીએમઓ, સાંસદો ઘણા ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા છે, તે લોકો સેલ્ફી નથી આપી રહ્યા, તો પછી અમને કેમ કહેવામાં આવી રહ્યું છે ? તે જ સમયે, ત્યારે સરકારે કહ્યું કે, ઘણા શિક્ષકો ભણાવવામાં બેદરકારી દાખવે છે, આવી સ્થિતિમાં આ નિયમ જરૂરી છે. કેમ કે શિક્ષકની હાજરી ન હોવાથી વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાય છે.

‘પ્રેરણા એપ’ અને ‘પ્રેરણા વેબ પોર્ટલ’ પર હવે પ્રાથમિક શિક્ષકોએ સવારે અને બપોરે ત્રણ વખત સેલ્ફી લેવી પડશે. સેલ્ફી એ રીતે લેવી પડે કે શાળા પાછળનો ભાગ દેખાય. તમને જણાવી દઈએ કે, શિક્ષકોએ બપોરે બાળકોને મિડ-ડે ભોજન આપતી વખતે સેલ્ફી લેવી પડશે, જ્યારે શાળાની રજા પછી વિદ્યાર્થીઓની સાથે સેલ્ફી લેવી પડશે. શિક્ષકોનું એવું પણ કહેવું છે કે, સરકાર જ્યારે એવો દાવો કરે છે કે શાળાઓમાં પહેલા કરતાં વધુ સારું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આવા નિયમો લાવીને સરકાર શિક્ષકોને માનસિક ત્રાસ આપી રહી છે. આ કિસ્સામાં, આ નિયમોનું ઉકેલ શક્ય તેટલી વહેલી તકે કરવો જોઈએ.

હવે જાણીએ આ એપની વિશેષતાઓ અંગે. વિશેષ વાત એ છે કે તે સેલ્ફી લેતી વખતે શિક્ષકનું ચોક્કસ સ્થાન પણ જણાવી દેશે, અને જો તમે ફરીથી તે જ સેલ્ફી મોકલો તો પણ તે એપ્લિકેશન પરથી જાણી શકાય છે. જો કે લોન્ચ થયાના પહેલા જ દિવસે આ એપથી ઘણા સ્થળોએ ગડબડ થઈ હોવાની ફરિયાદો પણ આવી છે. તેમ છતાં ઘણા શિક્ષકોએ આ એપ દ્વારા સ્કૂલ હાજરીનો સેલ્ફી મોકલ્યો છે.

શિક્ષકો આ નવી સિસ્ટમ અંગે પહેલેથી જ ગુસ્સે છે. શિક્ષકો માને છે કે, હવે તેમના પર કામના ભારની સાથે સરકાર ધીમે ધીમે આવી ચીજોનો ભાર સોંપી રહી છે. જે તેમણે પોતે જ સહન કરવી પડે છે. શિક્ષકોના જૂથમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ તેનો વિરોધ કરશે અને જ્યાં સુધી સરકાર તેમને કોઈ સરકારી કામ માટે કોઈ ભથ્થું અથવા મોબાઇલ નહીં આપે. ત્યાં સુધી, અમે અમારા વ્યક્તિગત મોબાઇલ દ્વારા સરકારને કોઈપણ માહિતી મોકલશું નહીં. જોકે, યોગી આદિત્યનાથમાં પોતાના શિક્ષકદિન પર આપેલા ભાષણમાં શિક્ષકોને વિવિધ કૃતિઓ પણ શીખવી હતી. યોગીએ આદિત્યનાથની તમામ શાળાઓના આચાર્યને તેમની શાળામાં શિસ્ત અને સ્વચ્છતા રાખવા પહેલ કરવાની હાકલ કરી હતી. જો તેમની શાળાઓમાં જૂના અને મોટા ઝાડને લીધે કોઈ ગંદકી અથવા અરાજકતા છે, તો તેને દૂર કરવા કહ્યું હતું અને શાળાની સ્વચ્છતા જાળવવા માટેની વ્યવસ્થા કરવા કહ્યું હતું.

યોગી આદિત્યનાથએ શિક્ષકોને વધુમાં કહ્યું કે, ‘શિક્ષકોએ પોતાની બાજુથી પહેલ કરી શાળાઓને સુધારવાનું કામ કરવું જોઈએ. શાળાઓના સમારકામમાં નાની વસ્તુઓની ગોઠવણ કરવી અને પેઇન્ટ રંગ કરવો વગેરેને પણ શામેલ કરવા કહ્યું. આ તમામ બાબતો અંગે શિક્ષકોમાં રોષ છે અને આગામી દિવસોમાં શિક્ષકો તેનો વિરોધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. પરંતુ એકંદરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય યોગ્ય છે. જે સુધારો લાવવા માટે ખુબ જ જરૂરી છે.

Leave a Comment