અજમાવો સૂકા લાલ મરચાના આ ઘરેલું નુસ્ખા, રસોડાથી લઈને ઘરના નાના-મોટા અનેક કામો થઈ જશે સરળ. જાણો લાલ મરચાના અદ્દભુત અને અનોખા ફાયદા…

સૂકા આખા લાલ મરચાં કે તેના પાવડરને ખાવા સિવાય અન્ય ઘણા જ કામ માટે ઉપયોગમાં લઈ શકાય છે. વાસ્તવમાં ઘરમાં ઘણા એવા નાના-મોટા કામ હોય છે, જેને કરવા માટે લાલ મરચાંનો ઉપયોગ થઈ શકે છે. ઘણી વખત આપણને આના વિશે ખબર હોતી નથી. એટલું જ નહીં પરંતુ આપણા વડીલો પણ આખા લાલ મરચાંને અલગ-અલગ નુસ્ખા ઘણી વાર ઉપયોગમાં લેતા હતા.

ઘણા એવા લોકો જે સૂકા લાલ મરચાંનો અલગ-અલગ રીતે ઉપયોગ કરે છે, તેનાથી માત્ર ખાવાનો સ્વાદ જ નહીં પરંતુ તેનો ટેક્ષ્ચર પણ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. ઘણા લોકો લાલા મરચું ખાવામાં કલર માટે પણ ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવશુ આખા લાલ મરચાંથી જોડાયેલી એવી કેટલીક હકીકત, જે તમને  ઘરેલુ ઉપયોગમાં પણ કામ આવશે.

1) કીડીઓને ભગાડવા : વરસાદની ઋતુમાં ઘણીવાર ઘરમાં કીડીઓનો આતંક શરૂ થઈ જાય છે. ખાવા-પીવાની વસ્તુઓ બગાડવા સિવાય ફર્નિચર કે ઘરની અન્ય વસ્તુઓને પણ કીડીઓ નુકસાન પહોચાડે છે. એવામાં તેને ભગાડવા માટે લાલ મરચાનો પાવડર છાંટી દેવો તેનાથી કીડીઓ ભાગી જશે.

2) મસાલેદાર વઘાર માટે ઉપયોગી : દાળ, રાયતું કે પછી કોઈ સ્પેશિયલ સબ્જીમાં વઘાર કરવો હોય તો તેના માટે આખા સુકાયેલા લાલ મરચાંનો જ ઉપયોગ કરવો. વઘાર કરતી વખતે લાલ મરચાંને થોડું કડક થવા દેવું, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કે વઘાર કરતી વખતે તેને આખું કાળું ન થવા દેવું પણ થોડું  બ્રાઉન થાય એટલે તરત જ વઘાર કરવો.

3) લોટ કે ચોખામાંથી જીવાત ભગાડવા : લોટ કે ચોખામાં ઘણીવાર સફેદ જીવાત જોવા મળે છે અને જો એકવાર જીવાત થઈ જાય તો બીજીવાર તે ઉપયોગ કરવા જેવા રહેતા નથી. આવી સમસ્યા ઘણી વખત જોવા મળતી હોય છે તો લોટ કે ચોખાના ડબ્બામાં આખા લાલ મરચાં મિક્સ કરી દેવા. એક ડબ્બામાં ચોખા કે લોટમાં 10-15 આખા લાલ મરચાં મિક્સ કરી દેવા. આમ કરવાથી ખાલી જીવાતથી જ નહીં પરંતુ કીડીઓથી પણ બચાવી શકાશે.

4) દહીં બનાવવા માટે : આખા લાલ મરચાંની મદદથી તમે ઘરે સરસ દહીં બનાવી શકો છો. આ માટે પહેલા દૂધને ઉકાળી લેવું અને પછી ઠંડુ થવા દેવું. જ્યારે તે ઠંડુ થઈ જાય એટલે દહીં બનાવવા માટે ૨ થી ૩ લાલ સૂકા મરચાં નાખવા અને તેને ઢાંકી દેવું. વાસ્તવમાં લાલ મરચાંમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે, જે દહીં બનાવવામાં અસરકારક રીતે કામ કરે છે. આ રીતથી દહીં વધારે સરસ બનશે.

5) કપડાંની વચ્ચે લાલ મરચાં રાખવા : ઠંડી કે વરસાદની ઋતુમાં કપડાંને ભેજથી બચાવવાની જરૂર હોય છે. કપડાંમાં ભેજ લાગી ગયા બાદ ઘણી વાર તેમાં ફૂગ પણ થઇ જાય છે. માટે કપડાંને કબાટમાં મુકતી વખતે તેમાં વચ્ચે આખા લાલ મરચાં રાખી દેવા. જે કપડાંને ભેજ કે ફૂગ જેવી વસ્તુઓથી બચાવશે.

6) નજર ઉતારવાની ઘરેલુ પદ્ધતિ : નજર લાગવાથી ખાલી બાળકોને જ નહિ પરંતુ મોટા લોકોને પણ ઘણી મુશ્કેલીઓ થાય છે. જ્યારે પણ કોઇની નજર ઉતારવી હોય તો આપણે આખા સૂકા લાલ મરચાંનો જ ઉપયોગ કરીએ છીએ. આપણાં વડીલોના સમયથી નજર ઉતારવા માટે આખા સૂકા લાલ મરચાંનો ઉપયોગ થતો આવ્યો છે. આ માટે લાલ મરચાંને નજર ઉતારીને સળગતા ચૂલામાં નાખીને બાળી નાખવામાં આવે છે.

7) વજન ઘટાડવામાં ફાયદાકારક : ઘણા ઓછા લોકોને ખબર હશે કે આખા લાલ મરચાં વજન ઘટાડવામાં પણ અસરકારક રીતે ઉપયોગી બની રહે છે, ખાલી વજન ઘટાડવામાં જ નહી પરંતુ પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. તે શરીરને સાફ કરવામાં પણ મદદ કરે છે, કારણકે મોટા ભાગે તીખું ખાવાથી આપણે ઘણું પાણી પીએ છીએ, જેના કારણે પેશાબ પણ વધુ માત્રામાં આવે છે જેના દ્વારા ઝેરી પદાર્થો બહાર નિકળી  જાય છે. જો કે તેને કેટલા ખાવા અને ક્યારે ખાવા, આ માટે ડોક્ટર સાથે વાત જરૂર કરી લેવી.

8) ઢોસાના ખીરામાં ઉપયોગ કરવો : જ્યારે આપણે ઢોસાનું ખીરું તૈયાર કરીએ છીએ ત્યારે ચોખા અને મેથીને રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેનું ખીરું તૈયાર કરી આથો આવવા માટે મૂકી દઈએ છીએ. જોકે ખીરામાં જેટલો સરસ આથો આવશે તેટલા જ સરસ ઢોસા બનશે. આ માટે જ્યારે ચોખા અને મેથીને રાત્રે પાણીમાં પલળવા મૂકીએ ત્યારે તેમાં ૨-૩ આખા લાલ મરચાં મૂકી દેવા અને તેની સાથે જ દળી લેવા. લાલ મરચાંથી ઢોસાના ખીરામાં એકદમ સરસ આથો આવશે.

9) લાલ મરચાંનું તેલ બનાવવામાં ઉપયોગી : લાલ મરચાંનું તેલ બનાવવા માટે આપણે આખા લાલ મરચાંની જરૂર પડશે. લાલ મરચાંનું તેલ અલગ અલગ ઘણી રેસીપી બનાવવા માટે ઉપયોગી છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે આ માટે પહેલા લાલ મરચાંને તડકામાં સૂકવી દેવા પછી તેને જેવા-તેવા વાંટી લેવા. હવે એક બાઉલમાં મીઠું મિક્સ કરી લો. ત્યારબાદ એક પેનમાં મરી, તજ, ઇલાયચી, કાળી ઇલાયચી, બાદીયાને શેકી લેવા, હવે એક પેનમાં તેલ ગરમ કરવા લો, થોડું ગરમ થાય એટલે તેમાં બધા મસાલા મિક્સ કરી લો. તેની સાથે લસણ અને આદું વાટીને મિક્સ કરી દો. હવે આ મસાલા ૧૦-૧૨ મિનિટ સુધી થવા દો ત્યારબાદ લાલ મરચામાં આ તેલ મિક્સ કરી લો. તમારું લાલ મરચાંનું તેલ તૈયાર છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment