પેટમાં ગેસની તકલીફ માનીને યુવતી પહોંચી દવાખાને, નીકળી 8 મહિનાની પ્રેગનેન્સી. આગળની ઘટના જાણીને હોંશ ઉડી જશે..

દુનિયામાં કોઈ પણ સાથે ગમે ત્યારે કોઈ પણ ઘટના બની શકે છે. આવું જ કંઈક UK ની રિવોની એડમ્સ સાથે બન્યું છે. રીપોર્ટ અનુસાર જાણવા મળતી માહિતી મુજબ 22 વર્ષની રિવોનીને અક્સર પેટમાં ગેસની સમસ્યા રહેતી હતી. અને તે ત્રણ વર્ષથી પાચનની દવાઓ પણ લેતી હતી. રિવોની એ જણાવ્યું છે કે ‘હું જયારે પણ સ્પાઈસી ફૂડ અથવા તો કાર્બોનેટેડ ડ્રીન્કસ પીવું છું તો મને ઉલટી, પેટમાં સોજો અને સખ્ત દુખાવો થાય છે, મને ભૂખ લાગવી પણ બંધ થઈ જાય છે.’

રિવોની એ જણાવ્યું કે, ‘એક વખત ફરી આવું જ અનુભવ થતા મેં નક્કી કર્યું કે ફરી ડોક્ટરને મળીને નવી દવાઓ લઈશ. તપાસ પછી ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને હું એકદમ ચોકી ગઈ. હું મારા લક્ષણો વિશે ડોક્ટરને જણાવી રહી હતી ત્યારે ડોકટરે કહ્યું કે હું પ્રેગનેન્ટ છું. એટલું જ નહિ પણ ડોકટરે કહ્યું કે, હું 8 મહિનાથી પ્રેગનેન્ટ છું અને મારી ડિલીવરી ગમે ત્યારે થઈ શકે છે. એક મિનીટ માટે તો મને સમજાયું જ નહિ કે તે શું કહી રહ્યા છે, હું ડોક્ટર સાથે ઝગડો કરવા લાગી, આવું બની જ ન શકે, કારણ કે મને કોઈ પ્રેગનેન્સીના લક્ષણ દેખાતા ન હતા.

રિવોની અને તેનો પાર્ટનર ફિટનેસ ફ્રિક જીમમાં કલાકો સુધી પરસેવો વહાવે છે. રિવોની એ કહ્યું કે,  ‘પ્રેગનેન્સીની વાત મને એકદમ ખોટી લાગતી  હતી, કારણ કે મારું માસિક મિસ નથી થયું, અને મારા એબ્સ એકદમ વ્યવસ્થિત હતા. મને ક્યારેય મોર્નિંગ વિટનેસનો અનુભવ નથી થયો, ન મારો વજન વધ્યો છે, ન મારું પેટ બહાર આવ્યું. આ જ કારણ હતું કે હું વારંવાર ડોક્ટરની વાત કાપી રહી હતી. અને તેની સાથે ઝગડો કરી રહી હતી. પોતાના પાર્ટનર સામે જોયું પણ તે એકદમ ચુપ હતો.’

રિવોની એ કહ્યું કે, ‘ઘણા અંશે હું પ્રેગ્નેન્સીની વાતને લઈને ખુશ પણ હતી, પણ હું મારી ઉમ્મીદને વધારવા માંગતી ન હતી, મને એવું જ લાગી રહ્યું હતું કે ડોક્ટરને તપાસ કરવામાં કંઈક ભૂલ થઈ રહી છે, આખા રસ્તે હું અને મારો પાર્ટનર ચુપ જ રહ્યા, અને પછી અચાનક હસતા તેણે કહ્યું કે હવે હું સમજી રહ્યો છું કે કેમ તમે થોડા દિવસોથી ચટપટુ ખાવાનું મન થઇ રહ્યું હતું. રિવોની પોતાના પાર્ટનર સાથે બે વર્ષથી રીલેશનશીપમાં હતી.’

રિવોની એ કહ્યું કે, ‘હું એ માનવા જ તૈયાર ન હતી કે હું 8 મહિનાની પ્રેગ્નેટ છું, તમે કલ્પના કરો કે તમે ડોક્ટર પાસે ગેસની સમસ્યા લઈને ગયા હો અને તે કહે કે તમે બાળકને જન્મ આપશો, જો કે મને જ્યારે પ્રેગ્નેન્સીની વાત ખબર પડી ત્યારે હું થોડા લક્ષણોને અનુભવ કરતી હતી. ડિલીવરીમાં થોડા અઠવાડિયા બાકી હતા અને મારું પેટ ઝડપથી બહાર નીકળવા લાગ્યું. રિવોની એ કહ્યું કે તે અને તેનો પાર્ટનર હજુ બાળક માટે તૈયાર નથી.

રિવોની એ કહ્યું કે, ‘કરિયર, આર્થિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિ અમે કોઈ પણ નવી જવાબદારી માટે તૈયાર ન હતા. અમે પોતાના સંબંધને પણ હજુ સમય આપવા માંગતા હતા. આ હકીકત સ્વીકારવામાં પણ મને થોડો સમય લાગ્યો, પણ હવે હું મારી પ્રેગ્નેન્સીને લઈને ખુબ જ ઉત્સાહિત છું. સાચું કહું કે, હું મારા બાળકને જોવા માટે ખુબ જ વ્યાકુળ છું. મારી ડિલીવરી તારીખ નજીક છે અને જલ્દી જ મારું બાળક મારા હાથમાં હશે.’

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment