જાણો આ એક જાદુઈ છોડ વિશે.. જેમાં ટામેટા અને બટેટા બંને એક જ છોડમાં આવે છે.

જાણો આ એક છોડ વિશે. જેમાં ટામેટા અને બટેટા બંને એક જ છોડમાં આવે છે. જાણો આ છોડ તમે કઈ રીતે મેળવી શકો? આજે અમે એક એવી ખાસ વસ્તુ વિષે જણાવશું જેના વિષે જાણીને તમે કદાચ હેરાન રહી જશો. હા મિત્રો, એ વસ્તુ છે એક છોડ, જેમાં બંને વસ્તુઓ એક સાથે ઉગે છે. એક જ છોડમાં બે પ્રકારના પાક આવે છે. તે વસ્તુ દરેક ઘરમાં ઉપયોગ થતી જ હોય છે અને એ આપણી કાયમી જીવન જરૂરિયાત વસ્તુ છે. તો ચાલો જાણીએ એ વસ્તુ વિશે જે આપણને રોજ ઉપયોગી પણ થાય છે અને તેને ઉગાડવામાં આવે તો એક સાથે તેમાંથી વસ્તુની ઉપજ પણ લઇ શકીએ છીએ. ટમેટા અને બટેટા. હા મિત્રો, ટમેટા અને બટેટાને એક જ છોડમાં ઉગાડવામાં આવે છે.

આ શોધ ઘણા સમય પહેલા થઇ ગઈ છે. પરંતુ તેને લોકો દ્વારા અપનાવવામાં ન આવી. તેના કારણે આ ટેકનીકને લોકોએ સ્વીકારી નહિ. પરંતુ જો સ્વીકારવામાં આવે તો એક જ વસ્તુમાંથી ડબલ ફાયદો આપી શકે છે. વાવવાનો એક જ છોડ પરંતુ તેમાં આવે બે પ્રકારના શાકભાજી. તો ચાલો જાણીએ તેના વિશે અને લોકો દ્વારા તેને સરળતાથી કેમ ન સ્વીકારવામાં આવ્યો. બટેટા અને ટમેટા બંનેની ફસલ આપતા આ છોડનું નામ પોમેટો છે. આ છોડને વર્ષો પહેલા બાયોટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હતો. લગભગ ખુબ જ ઓછા લોકોએ તેના વિશે સાંભળ્યું હશે.

પોમેટો નામના છોડને ઉગાડવા માટે તેના પ્રયોગો લગભગ 1977માં શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ તે છોડ પરની કામયાબી ખુબ જ લાંબા સમય બાદ મળી. આ છોડને ઉગાડવા માટે સફળતા છેક 1994 માં મળી. ત્યાં સુધી આ રીચર્સ ચાલુ જ રહ્યું. પરંતુ જ્યારે આ શોધ થઇ ત્યાર બાદ આ એક જ છોડમાં બે વસ્તુની ફસલ આવી.

પોમેટો કહેવાતા આ છોડમાં ટમેટા બહાર ડાળી પર આવે છે અને બટેટા જમીનમાં થાય છે. નીચે મૂળમાં બટેટા ઉગી જાય અને ડાળીઓ પર બહાર એજ છોડમાં ટમેટા પણ ઉગે છે. આ પ્રયોગને સફળતા તો મળી પરંતુ આ પ્રયોગની આરંભિક સફળતા 100% ન હતી. છોડમાં ફાલ સ્વરૂપે ખુબ જ ઓછા બટેટા આવતા હતા. પરંતુ તેના પર જો યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યું હોત તો તેમાંથી ઘણો લાભ થાત. આ ઉપરાંત બે સાવ અલગ જ ભિન્ન સ્પીસીસના કોષો એકબીજામાં ભળે, એટલે બંનેના જિન્સનો તે પ્રક્રિયામાં લોપ થતો હતો. આ સ્થિતિમાં બટેટા અને ટમેટા બંને પોતપોતાની આનુવંશિક ઓળખ ગુમાવી દે છે. કેમ કે ટમેટાના છોડમાં માત્ર ટમેટા જ આવતા હોય તો તેનો સ્વાદ 100 % શુદ્ધ હોય અને બટેટાના છોડમાં પણ બટેટા આવતા હોય તો જ તેનો સ્વાદ પણ શુદ્ધ હોય.

પરંતુ બંને એક જ છોડમાં ભેગા થાય તો તે ઉપજ તેની ઓળખને ગુમાવી દે છે. જેના કારણે લોકો દ્વારા પોમેટો છોડને સારો પ્રતિસાદ ન મળ્યો. વિજ્ઞાનીઓએ પોમેટો બનાવવા માટે બાયોટેક દ્વારા Genetic Modification એટલે કે આનુવંશિક પરિવર્તન કરતા નથી. પોમેટો નામના આ છોડનું સર્જન કલમ પદ્ધતિ દ્વારા થાય છે. જેને આપણે બધા hybrid છોડ કહીએ છીએ. હવે જોઈએ પોમેટો છોડ ઉગાડવાની પદ્ધતિ. બટેટાના છોડ પર તેની સૌથી ઉપરની ડાળી હોય ત્યાં કટ આપીને તેને વચ્ચે V આકારનો કટ આપવાનો અને તેની વચ્ચે ટમેટાના છોડની ડાળીને ફીટ કરી દેવાની છે. ત્યાર બાદ તેને થોડો હળવો દોરો બાંધી દેવાનો.

 થોડા જ દિવસોમાં એ છોડની કલમ ચોંટી જશે. પછી તેની યોગ્ય માવજત કરવામાં આવે તો તેના પહેલા ફાલ આવે છે અને પછી ટમેટા અને બટેટાની ઉપજ આવે છે. તો આ રીતે આ છોડને પહેલી વાર ઉગાડવામાં આવ્યો હતો. તેનું પરીક્ષણ વર્ષો સુધી ચાલ્યું, પરંતુ તેના પર સફળતા ખુબ જ સમય પછી મળી. પરંતુ છતાં લોકો દ્વારા આ વસ્તુને પ્રોત્સાહ ન આપવામાં આવ્યું. કેમ કે તે તેના મૂળ ગુણધર્મને ગુમાવી બેસે છે તેવું એક રીચર્સમાં સામે આવ્યું હતું.

આ પોમેટો છોડને ઘણા લોકોએ આવકાર્યો પણ છે કેમ કે તે એક સાથે બે જરૂરિયાતો પૂરી કરે છે, અને જે બાજુ તેને નકારવામાં આવ્યો છે તે બાજુ એવી શક્યતા છે કે આ છોડ પર જે ટમેટા અને બટેકા આવે છે તે સ્વાદ માટે તો ઠીક છે પણ ખાવા લાયક તેમાં જે પોષક તત્વો હોવા જોઈએ તે હોતા નથી, આ છોડ ઘણી જગ્યાએ તો ઉગાડવામાં પણ આવતા હશે કેમ કે, અમુક જગ્યા જેમ કે રેસ્ટોરાં અને જંક ફૂડ ધરાવતી કંપનીમાં તો એ લોકો સ્વાદને જ વધુ મહત્વ આપે છે. કેમ કે તેમાં પોષક તત્વોનું મહત્વ તે લોકો ઓછું સમજતા હોય છે. માટે એવી જગ્યાએ આવા છોડને ખુબ પ્રોત્સાહન મળતું હશે.

આ પોમેતો નામના છોડમાં હાલ, પુરતી તપાસમાં એવું જણાવાઈ રહ્યું છે કે તેમાં આવતા ફળોમાં પોષક તત્વો જોવા મળતું નથી પણ આમ જોવા જઈએ તો તેમાં સુધારા અને બીજી પ્રક્રિયા થાય તો કદાચ ભવિષ્યમાં તેમાં આપણને ફાયદો થાય તેવું કામ પણ થઇ શકે છે.

Leave a Comment