ગમે તેવી ગંદી કે કાળી થઈ ગયેલ ટ્યુબલાઈટ અને બલ્બને સાફ કરવાની સરળ અને મફત ટેકનીક, થઈ જશે એકદમ નવા જેવી જ ક્લીન અને પ્રકાશ પણ વધુ આવશે….

ઘરમાં રોશની માટે લાઈટની ખુબ જ જરૂર પડે છે, તેના વગર આપણું કોઈ પણ કામ રાત્રી દરમિયાન નથી થઈ શકતું. પરંતુ જો એક સાફ ઘરની અંદર બલ્બ કે ટ્યુબ લાઈટ કાળી જોવામાં આવે તો તે ખરાબ લાગે છે અને રૂમની રોશની ઓછી દેખાય છે. રૂમની તમે અને અમે દરરોજ સાફ-સફાઈ કરતાં જ હોઈએ છીએ, પરંતુ બલ્બ કે ટ્યુબ લાઈટ હંમેશા કાળી જ દેખાય છે.

આમ, તો બલ્બ અને ટ્યુબ લાઈટને સાફ કરવાની અનેક ટિપ્સ છે, જેથી તેના પર લાગેલ માટી-ધૂળ, ડાઘ-ધાબા સહેલાઈથી દૂર થઈ જાય છે. જો કે, તેને સાફ કરતાં સાવધાની પણ રાખવી પડે છે, કારણ કે પાણી છાંટવા પર કરંટ લાગવાનો ડર પણ રહે છે. તેથી તેને સાફ કરવા માટે, તમારે સૌથી પહેલા ટિપ્સ જણાવી એ ખુબ જ જરૂરી છે. આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, કેવી રીતે તમે સહેલાઈથી ટ્યુબ લાઈટ અને બલ્બની સફાઈ કરી શકો છો. તો આવો જાણીએ. ટ્યુબ લાઈટ અને બલ્બને સાફ કરવાની રીત એક જ છે.

આ રીતે શરૂઆત કરો : ટ્યુબ લાઈટની સફાઈ કરવી એ ઘરની સફાઈ કામનો જ એક ભાગ છે. ટ્યુબ લાઈટની સફાઈ એક ટાસ્કની જેમ છે. એવું નથી કે, એક સાવણી લીધી અને ટ્યુબ લાઈટ પર રહેલ ગંદકીને સાફ કરી લીધી. ટ્યુબ લાઈટને સાફ કરવા માટે સૌથી પહેલા તેણે બોર્ડ પરથી ઉતારી લો અને નીચે રાખી દો. ટ્યુબ લાઈટને સાફ કરવા માટે બેકિંગ સોડા અને સિરકાની જરૂર પડે છે. તેથી આ બંને વસ્તુઓને તમારી પાસે રાખી દો.

બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની રીત : બેકિંગ સોડાની મદદથી તમે સહેલાઈથી ટ્યુબ લાઈટને સાફ કરી શકો છો. આ માટે, સૌથી પહેલા તમે 1 થી 2 કપ પાણીમાં લગભગ 2 ચમચી બેકિંગ સોડા નાખીને મિશ્રણ તૈયાર કરી લો. આમ, કરવાથી ટ્યુબ લાઈટ પર રહેલ હાર્ડ વાટર ડાઘ પણ સહેલાઈથી દૂર થઈ જશે.

કંઈ રીતે સાફ કરાય છે ? : સૌથી પહેલા તમે ક્લીનિંગ બ્રશ અથવા સ્ક્રબને મિશ્રણમાં નાખીને સારી રીતે પલાળી લો. સ્ક્રબ પલાળી દીધા પછી તેને એકવાર નીચવી લો અને હળવા હાથે ટ્યુબ લાઈટની સફાઈ કરો. આ મિશ્રણથી સાફ કર્યા પછી લગભગ 30 મિનિટ સુધી પંખા નીચે અથવા તડકામાં સૂકવીને પછી બોર્ડ પર લગાવો. ધ્યાન રાખો, બેકિંગ સોડાથી મિશ્રણ તૈયાર કરેલું છે, તો તેને ડાયરેકટ ટ્યુબ લાઈટ પર ન છાંટવું.

વિનેગરનો ઉપયોગ કરવાની રીત : બેકિંગ સોડા સિવાય તમે વિનેગરની મદદથી પણ ટ્યુબ લાઈટને સારી રીતે સાફ કરી શકો છો. આનો ઉપયોગ કરવાથી તમે સહેલાઇથી ડાઘને દૂર કરી શકો છો. તેને બનાવવા માટે તમે સૌથી પહેલા 1 થી 2 કપ પાણીની અંદર બે ચમચી વિનેગર નાખીને મિશ્રણ તૈયાર કરી લો.

કંઈ રીતે સાફ કરવી : આ માટે સૌથી પહેલા એક સુતરાઉ કાપડને મિશ્રણમાં નાખીને નીચવી લો. કપડાં પરથી પાણીને નીચવીને ટ્યુબ લાઈટની સફાઈ કરો. મિશ્રણથી સાફ કર્યા પછી, એકવાર સાફ કપડાંથી લૂછી લો અને થોડીવાર સુધી પંખાની નીચે રાખી દો.

આ વાતોનું પણ ધ્યાન રાખો : જ્યારે પણ તમે ટ્યુબ લાઈટને બોર્ડ પરથી નિકાળો ત્યારે સ્વિચ હંમેશા બંધ રાખો. સફાઈ દરમિયાન કોઈ પણ હાર્ડ લિક્વિડનો ઉપયોગ કરવાથી બચો. ટ્યુબ લાઈટને બોર્ડ પરથી કાઢતા સમયે અથવા લગાવતા સમયે પગમાં ચંપલ જરૂરથી પહેરો.

આમ તમે અહીં આપેલ ખુબ જ સરળ અને ઉપયોગી ટીપ્સને અપનાવીને ઘરની કોઈ પણ ટ્યુબ લાઈટને સાફ કરી શકો છો. તેનાથી તમે તમારા રૂમમાં લાઈટનો સારો એવો પ્રકાશ મેળવી શકો છો અને તમારું ઘર ઉજાસ ભરેલું રહે છે. યોગ્ય પ્રકાશ વચ્ચે તમે કોઈ પણ કામ પણ ઝડપથી કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment