ટ્રાફિક પોલીસે કાપ્યું ચલણ, એન્જિનિયરનો હટી ગયો મગજ, આવી રીતે પોલીસની કરી દોડતી.

મિત્રો આખા દેશમાં હાલ માત્ર એક જ ચર્ચા થઇ રહી છે. કેમ કે ભારત સરકાર દ્વારા એક એવો ફેરફાર કરવામાં આવ્યો છે જેના કારણે આખા દેશની જનતા હેરાન રહી ગઈ છે. કેમ કે દેશમાં હાલમાં નવો મોટર વ્હીકલ એલટ લગાવવામાં આવ્યો છે. જેને લઈને લોકો ખુબ જ પરેશાન પણ છે. કેમ કે આ નવા નિયમ અનુસાર લગભગ બધા વાહન ચાલકોએ પોતાન જરૂરી વાહનના દસ્તાવેજ અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. પરંતુ હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક જુનિયર એન્જિનિયર દ્વારા પોલીસને જબરો જવાબ આપવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ શું બન્યો હતો એ બનાવ. જાણીને તમે પણ દંગ રહી જશો.

ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા એક વીજળી વિભાગના જુનિયર એન્જિનિયરને રોકીને તેની પાસે ચલણ દંડ રૂપે વસુલવામાં આવ્યું હતું. પરંતુ પોલીસને આ બાબત ખુબ જ ભારે પડી ગઈ હતી. તો આખી ઘટના કંઈક આ પ્રમાણે હતી.

ગુરુવારના રોજ તેજગઢી ચાર રસ્તા પર એક વીજળી વિભાગના જુનિયર એન્જિનિયરને ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા રોકવામાં આવ્યો હતો. તે વ્યક્તિનું નામ હતું પ્રકાશ ગર્ગ. પ્રકાશ સ્કુટી ચલાવતો હતો પરંતુ તેની પાસે હેલમેટ ન હતું. જેના કારણે ચાર રસ્તા પર રાજેશ કુમાર કરીને હેડ કોન્સ્ટેબલ દ્વારા પ્રકાશને રોકવામાં આવ્યા હતા અને વાહન ચલાવવા માટે જરૂરી દસ્તાવેજ બતાવવા માટે જણાવ્યું હતું.

જેમાં જુનિયર એન્જિનિયર દ્વારા તેનું ડ્રાયવીંગ લાયસન્સ અને આરસી બુક બતાવવામાં આવી હતી. પરંતુ પ્રકાશ પાસે ઇન્શ્યોરન્સ અને PUC ના કાગલ ન હતા. સાથે હેલમેટ પણ પહેર્યું ન હતું. પરંતુ કોન્સ્ટેબલ દ્વારા તેનું ચલણ કાપવામાં આવ્યું ત્યારે પોતાને સરકારી કર્મચારી પણ જણાવે છે. પરંતુ તેમ છતાં તેની પાસેથી ત્રણ હજાર રૂપિયાનું ચલણ વસુલવામાં આવ્યું હતું. જેના કારણે જુનિયર નારાજ થઇ ગયો હતો. નારાજ થયેલા જુનિયર એન્જિનિયરે પોલીસ ચોંકીની વીજળી કાપી નાખી હતી.

આ બાબતને લઈને હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર અને જુનિયર એન્જિનિયર પ્રકાશ ગર્ગ વચ્ચે રસ્તમાં જ બોલાચાલી પણ થઇ હતી. તો આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં જુનિયર એન્જિનિયર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ દ્વારા ક્યાં નિયમોનું પળના કરવામાં આવી રહ્યું છે ? આજે પોલીસ ચોંકીઓનું અને પોલીસ સ્ટેશનોનું લાખો રૂપિયાનું વીજળીનું બીલ ચૂકવવાનું બાકી છે. પરંતુ ત્યાર બાદ નારાજ જુનિયર એન્જિનિયરે પોતાના કર્મચારી લાઈટમેનને બોલવી અને ચોંકી તથા મેડીકલ સ્ટેશનની લાઈટ ગુલ કરી નાખી હતી.

પરંતુ જેવી જ વીજળી કાપવામાં આવી અને તરત જ પોલીસ વિભાગના ઓફિસરો પરેશાન થઇ ગયા હતા. જેમાં ઇન્સ્પેકટર દ્વારા તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે એક જુનિયર એન્જિનિયરનું ત્રણ હજાર રૂપિયાની ચલણ કાપવામાં આવ્યું છે અને તેના કારણે આ લાઈટ કાપવામાં આવી છે. ત્યારે એ ઇન્સ્પેકટર દ્વારા તેના ઉચ્ચ અધિકારીને કોન્ટેક કરવામાં આવ્યો અને વીજળીનું કનેક્શન જોડવા માટે વિનંતી કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ મોડી સાંજે લાઈટનું કનેક્શન ફરી જોડ્યું હતું. ત્યારે ઇન્સ્પેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનનું કુલ 27 હજર રૂપિયા બીલ વીજ વિભાગને ચુકવવાનું બાકી હતું. બાદમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે, ચોંકીના બીલની જાણકરી તેમની પાસે નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment