વર્ષના પહેલા 6 મહિનામાં આ 16 શેરોએ તોડી નાખ્યો રેકોર્ડ… બમ્પર કમાણી સાથે પૈસા કરી દીધા 5 ગણા… જાણો કેટલા નફા વાળા અને ક્યાં છે એ શેર…

શેર બજારમાં જ્યાં કેટલાક શેર નીચે પડી રહ્યા છે તો તેની સામે કેટલાક એવા શેર પણ છે જે ઊંચ સપાટી પર જઈ રહ્યા છે. આવા કેટલાક શેર એવા છે જેણે રોકાણ કારોને સારું એવું રીટર્ન આપ્યું છે. આ શેરોમાં જેમણે પણ પોતાના પૈસા રોક્યા છે તેમને પાંચ ગણી કમાણી થઇ છે. 

ભલે વર્ષ 2022 માં કોરોના અને રુસ-યુક્રેન યુદ્ધને કારણે દુનિયા આખીના શેર બજારોમાં ઊથલ-પાથલ મચેલી હોય, પરંતુ તે છતાં પણ પહેલા છ માસ દરમિયાન અમુક રોકાણ કારોને ઘણો ફાયદો થયો છે. આ દરમિયાન 16 શેરોના રોકાણકારો માલામાલ થયા છે. તેમાથી અમુક શેરે તો 500 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.પહેલા છ માસમાં સેન્સેક્સ 9 ટકા તૂટ્યો:- બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓ પર નજર નાખીએ તો, 2022ના પહેલા છ માસ દરમિયાન 28 જૂન સુધી કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં પછડાટ જોવા મળ્યો. આ અવધિમાં દલાલ સ્ટ્રીટને 21 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. બીએસઇનું સેન્સેક્સ ઇંડેક્સ આ દરમિયાન દર વર્ષના આધારે 9 ટકા સુધી તૂટ્યો છે. બજાર વિશેષજ્ઞોની માનીએ તો, બજારમાં આ પછડાટના ઘણા કારણો જવાબદાર છે. જેમાં, રૂપિયામાં પછડાટ, મોંઘવારીમાં વધારો, વ્યાજના દરોમાં વધારો, વિદેશી રોકાણકારોનું વેચાણ અને રુસ-યુક્રેન યુદ્ધના ચાલતા ઉપજેલ ભૂ-રાજનૈતિક હાલતોનો મહત્વનો રોલ છે. 

પછડાટમાં પણ 100 ટકાથી વધુ રિટર્ન:- રિપોર્ટ મુજબ, આ શરૂઆતી છ મહિનાઓમાં વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલ ભારે વેચાણને કારણે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂ પાછલા વર્ષે 31 ડિસેમ્બરમાં 266 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 28 જૂન 2022 સુધી 245 લાખ કરોડ રૂપિયા થઈ ગયી છે. જોકે, આ પછડાટની વચ્ચે બજારના 16 સ્ટોક એવા છે જેમણે આ અવધિમાં રોકાણકારોને 100 ટકાથી વધુનો ફાયદો કરાવ્યો છે.આ સ્ટોકે કરાવ્યુ રોકાણ કારોને બલ્લે-બલ્લે:- રોકાણકારોને સૌથી વધુ ફાયદો કરાવનારા શેરની વાત કરીએ તો, શાંતિ એજ્યુકેટીવ ઇનિશિએટિવના સ્ટોક અવ્વલ નંબરે છે. આ શેરે રોકાણકારોને 524 ટકાનું રિટર્ન આપ્યું છે. ત્યાર બાદ, શંકરલાલ રામપાલ દાયચંદે 486 ટકા, ક્રેસ્સંડા સોલ્યુશને 443 ટકા, મેગલાનીક ક્લાઉડે 312 ટકા, ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશને 218 ટકા, ચોઈસ ઈંટરનેશનલે 206 ટકા અને અદાણી પાવરના શેરોએ 171 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. 

આ સ્ટોક પણ સાબિત થયા ફાયદાનો સોદો:- બજારના ડેટા પર નજર નાખીએ તો, ઉપર જણાવેલ શેર સિવાય, સાધના નિટ્રો ચેમ, વાડીલાલ ઈન્ડસ્ટ્રી, વ્હાઇટ ઓર્ગેનિક રિટેઈલ, KPI ગ્રીન એનર્જી, અરિહંત કેપિટલ માર્કેટ અને BLS ઇન્ટરનેશનલ સર્વિસના શેર પણ ફાયદાના સોદા સાબિત થયા છે. આ શેરોએ પણ રોકાણકારોને 100 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. 

આ શેરોમાં જોવા મળ્યું 50 ટકા સુધીનો પછડાટ:- 2022ના પહેલાના છ મહિના દરમિયાન જ્યાં એક બાજુ શેરોએ રોકાણકારોને સારો ફાયદો કરાવ્યો તો બીજી બાજુ અમુક શેર એવા પણ છે જેમણે રોકાણકારોને મોટો ઝાટકો આપ્યો છે. તેમાં ઘણા મોટા નામ સમાવિષ્ટ છે. ધાની સર્વિસ, ઇન્ડિયાબુલ્સ રીઅલ એસ્ટેટ, એશિયન ગ્રાનિટો ઈન્ડિયા, સોલાર એક્ટિવ ફાર્મા સાઇનસિસ, રઘુવીર સિન્થેટીક વગેરેના શેર એવા છે, જે 50 ટકાથી વધુ તૂટી ચૂક્યા છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment