બોલીવુડના આ રેકોર્ડ આજ સુધી કોઈ નથી તોડી શક્યું….જાણો પાંચ રેકોર્ડ વિશે.

બોલીવુડના આ રેકોર્ડ આજ સુધી કોઈ નથી તોડી શક્યું….જાણો પાંચ રેકોર્ડ વિશે.

બોલીવુડ સિનેમા વિશ્વની સૌથી મોટી સિનેમામાંથી એક છે. મિત્રો આપણે જાણીએ છીએ કે બોલીવુડમાં ઘણી મોટી મોટી ફિલ્મોનું નિર્માણ થાય છે. આજકાલ તો બોલીવુડમાં દેશ અને વિદેશના પણ કલાકારો અભિનય કરે છે. બોલીવુડ સિનેમામાં અત્યાર સુધીમાં ઘણા બધા રેકોર્ડ બની ચુક્યા છે. તો આજે અમે તમને એવા જ બોલીવુડના પાંચ રેકોર્ડ વિશે જણાવશું.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ફિલ્મોમાં કમાણી કરવાના ફિલ્મો એક બાદ એક નવા રેકોર્ડ બનાવી રહી છે. પરંતુ આજે અમે જે પાંચ રેકોર્ડ વિશે જણાવશું તેને આજ સુધી કોઈ પણ ફિલ્મ સર નથી કરી શકી. આ પાંચ રેકોર્ડ જો ફિલ્મોમાં હવે તૂટે તો નવો ઈતિહાસ બની જાય. તો ચાલો જાણીએ કે કંઈ છે એ ફિલ્મો અને ક્યાં છે એ રેકોર્ડ જે આજ સુધી અકબંધ છે, જેને કોઈ તોડી નથી શક્યું. તો ચાલો જાણીએ એ રેકોર્ડ વિશે.

રેકોર્ડ નંબર – 1 :
મિત્રો બોલીવુડ ફિલ્મોમાં ડ્રેસિંગ સેન્સ પર ખુબ જ ધ્યાન આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, બોલીવુડની એક ફિલ્મમાં સૌથી અલગ અલગ પ્રકારના કપડાં પહેરવાનો રેકોર્ડ કરીના કપૂરના નામે જાય છે. મિત્રો તમને જાણીને હેરાની થશે કે ફિલ્મ ‘હિરોઈન’ માં કરીના કપૂરે 130 પ્રકારના ડ્રેસીસ પહેર્યા હતા. જે એક રેકોર્ડ બની ગયો છે. આજ સુધી આ ફિલ્મ સિવાય એક પણ ફિલ્મમાં આટલા કપડાંનો ઉપયોગ નથી થયો.રે

કોર્ડ નંબર – 2 :
લગભગ બધા જ લોકો મશહુર અભિનેતા રાજ કપૂરને સારી રીતે ઓળખતા જ હોય છે. આ ફિલ્મના રેકોર્ડ વિશે જાણીને લગભગ દંગ રહી જશો. રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ ભારતીય ફિલ્મ ઉદ્યોગની એક માત્ર એવી ફિલ્મ છે જેમાં બે ઇન્ટરવલ હતા. બોલીવુડ સિનેમામાં આ રેકોર્ડને તોડવો આજના સમયમાં ઘણો મુશ્કેલ છે. આવું આજ સુધી એક પણ ફિલ્મમાં નથી બન્યું.

રેકોર્ડ નંબર – 3 :
લગભગ ઘણા લોકોએ ઋત્વિક રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હે’ જોઈ હશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ કહોના પ્યાર હે ભારતીય સિનેમાની પહેલી એવી ફિલ્મ હતી જેમણે સૌથી વધારે પુરસ્કાર મળ્યા હતા. આ ફિલ્મને 92 પુરસ્કાર મળ્યા હતા. 

રેકોર્ડ નંબર – 4 :
લગભગ બધા જ લોકોએ મશહુર ગીત ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીયો’ સાંભળ્યું જ હશે. મિત્રો તમને જણાવી દઈએ કે આ ગીત બોલીવુડ સિનેમાનું સૌથી લાંબુ ગીત છે. આ ગીત 20 મિનીટનું છે. આજના સમયમાં આ બોલીવુડમાં આ ગીતનો રેકોર્ડ તોડવો ખુબ જ મુશ્કેલ છે. લગબગ શક્ય નથી.

રેકોર્ડ નંબર – 5 :
મિત્રો મુગલ-એ-આજમ ફિલ્મ વિશે તો લગભગ બધા જ લોકો જાણતા હોય છે. આ ફિલ્મ બોલીવુડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ છે. તમને જણાવી દઈએ કે આખી દુનિયાભરની કમાણી 11 કરોડ હતી. આ ફિલ્મ બન્યાના 23 વર્ષ બાદ રીલીઝ થઇ હતી. કેમ કે આ ફિલ્મ બની ત્યારે અંગ્રેજોનું શાસન હતું. 1986 માં આ ફિલ્મ રીલીઝ થઇ હતી અને તે સમયે આખી દુનિયાની કમાણી 11 કરોડ હતી. જેનો રેકોર્ડ હજુ નથી તુટ્યો.

Leave a Comment