તિરુપતિ બાલાજીએ વાળનું દાન શા માટે કરવાનું હોય છે? તે વાળનું શું કરવામાં આવે છે ?

તિરુપતિ બાલાજીએ વાળનું દાન શા માટે કરવાનું હોય છે? તે વાળનું શું કરવામાં આવે છે ?

સામાન્ય રીતે દક્ષીણ ભારતના દરેક મંદિર તેની ભવ્યતા અને સુંદરતાને કારણે ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી વધારે લોકપ્રિય છે. તિરુપતિ બાલાજીનું મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં છે. આ મંદિરને ભારતનું સૌથી ધનવાન મંદિર માનવામાં આવે છે. કારણ કે અહીં રોજ કરોડો રૂપિયાનું દાન આવે છે. કોઈ પણ વ્યક્તિ ત્યાં દર્શન કરવા માટે જાય તો ત્યાં વાળનું દાન કરવાની પરંપરા છે. આ સાથે કોઈ પણ વ્યક્તિ અહીં દર્શન કરવા માટે આવે વાળનું દાન કરવાની પણ પરંપરા છે. વાળનું દાન એટલે લોકો ત્યાં મુંડન કરાવે છે.

પરંતુ મિત્રો અહીં શા માટે વાળને દાન કરવાની પરંપરા છે તેમજ તે વાળનું શું કરવામાં આવે છે તેના પર ઘણા લોકોને સવાલ થતો હોય છે. તો આજે અમે તે સવાલોના જવાબ આપીશું. મિત્રો તિરુપતિ બાલાજી વિષ્ણુ ભગવાનનો જ એક અવતાર છે. માટે તેમને પ્રસન્ન કરવાથી લક્ષ્મીજી અવશ્ય મળે છે અને બધી જ પ્રકારની મુશ્કેલીઓ દુર થાય છે.

એવી માન્યતા છે કે જે લોકો પોતાના બધા પાપોને અને તેના મૂળને અહીં છોડીને જાય છે તેના જીવનમાંથી માતા લક્ષ્મીજી દરેક દુઃખને દુર કરે છે. મિત્રો અહીં માત્ર મનથી જ બધી બુરાઈ અને પાપ છોડીને જવું એટલું જ કાફી નથી. પરંતુ વ્યક્તિ અહીં પોતાની દરેક બુરાઈ અને પાપના મૂળ માટે પોતાના વાળને અહીં છોડતા જાય છે. જેથી માતા લક્ષ્મી અને વિષ્ણુના આશીર્વાદ રહે અને તેમનું ઘર ધન ધાન્યથી ભરાઈ જાય. આ ઉપરાંત ઘણા ભક્તો પોતાની માનતા પૂર્ણ થવાથી અહીં વાળનું દાન કરતા જાય છે.

રોજના હજારો, લાખો લોકો તિરુપતિ બાલાજીના દર્શન માટે આવે છે અને તે લોકો પોતાના વાળનું દાન દાન પણ કરતા જાય છે. રોજે પુષ્કળ પ્રમાણમાં તિરુપતિ બાલાજીમાં વાળનું દાન થાય છે અને લગભગ રોજના અઢળક પ્રમાણમાં વાળ એકઠા થાય છે અને તેની સપ્લાય પણ કરવામાં આવે છે. હવે મિત્રો સવાલ એ છે કે આટલા વાળ એકઠા થાય છે તો તેનું શું કરવામાં આવે છે. આ વાળનું જે કરવામાં આવે છે તે જાણીને તમે હેરાન રહી જશો.

જાણકારી માટે જણાવી દઈએ કે દાનમાં આવેલા વાળના પાંચ ટ્રક રોજના સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી જ ખરીદે છે. હવે સવાલ એ થાય કે નીતિન ગડકરી શા માટે ખરીદે આટલા બધા વાળ. તો મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કહેવા અનુસાર વર્ધાના મહાત્મા ગાંધી વિજ્ઞાન સંસ્થાએ શોધ કરીને કપાયેલા વાળમાંથી એમીનો એસીડ બનાવ્યું. પરિવહન મંત્રીએ તે એસિડને ખેતરમાં ઉપયોગ કરાવ્યો અને તેનાથી પાકમાં ઘણો ફાયદો થયો. જેના કારણે આ વાળની મદદથી નીતિન ગડકરીએ ખેડૂતોને મદદ કરવાનું વિચાર્યું અને વાળમાંથી એમીનો એસીડ બનાવવાનું એક યુનિટ બનાવ્યું છે.આ બાબત પર નીતિન ગડકરીનું કહેવું છે કે પ્લાન્ટ માટે કપાયેલા વાળમાંથી તૈયાર થયેલ એમીનો એસિડની બોટલ 900 રૂપિયાની કિંમતની હોય છે. પરંતુ તેને માત્ર 300 રૂપિયામાં જ ભારતમાં વહેંચવામાં આવે છે. દુબઈની સરકારે પણ 180 કન્ટેઈનરનો ઓર્ડેર આપેલો છે. જેમાથી 40 કન્ટેઈનર સપ્લાય પણ થઇ ગઈ છે.  એટલું જ નહિ પરંતુ કપાયેલા વાળમાંથી તૈયાર થયેલ એમીનો એસિડના કારણે સરકારને એક વર્ષે 12 થી 15 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય વાળોની કિંમત ખુબ જ વધારે છે. કારણ કે ભારતીય લોકોના વાળ વર્જિન હેઈર હોય છે. તેના પર કોઈ પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી થતો તેમજ કેરોટીનની માત્ર ખુબ વધારે હોય છે. એકઠા થયેલા વાળોને સાફ કરીને ફંગશ અને બેક્ટેરિયાથી મુક્ત કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પર વૈજ્ઞાનિક પ્રક્રિયા કરીને જાત જાતના કેમિકલ બનાવીને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવે છે.તમે પણ ક્યારેય તિરુપતિ બાલાજી ગયા હોવ અથવા તો જાવ તો વાળનું દાન અવશ્ય કરજો અને ક્યારેય તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હોય તો જણાવો કોમેન્ટ કરીને…. જય બાલાજી…

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “તિરુપતિ બાલાજીએ વાળનું દાન શા માટે કરવાનું હોય છે? તે વાળનું શું કરવામાં આવે છે ?”

Leave a Comment

error: Content is protected !!