આ રીતે અગાવ ખબર પડી જશે કે ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ ભર્યો છે અને ક્યારે ખાલી થવાનો છે, મહિલાઓ માટે ખુબ જ ઉપયોગી ટ્રીક…

મિત્રો દરેક મહિલાઓ ગેસ સિલિન્ડર વિશે જાણે છે. તેમજ દરેકને ગેસ સિલિન્ડર ચડાવતા પણ આવડે છે. પણ જ્યારે ગેસ સિલિન્ડર ખાલી થઈ જાય છે ત્યારે મનમાં ઘણી વખત શંકા રહે છે કે સિલિન્ડરમાં ગેસ હતો કે નહિ. એવું લાગ્યા કરે છે કે કદાચ સિલિન્ડર હજુ ભરેલો છે. જો તમે આવી શંકાનું સમાધાન કરવા માંગતા હો તો અહીં આપેલ સરળ ટીપ્સને અપનાવી જુઓ.

રસોઈ ગેસ સિલિન્ડરમાં ગેસ છે કે નહિ, છે તો તેમાં કેટલો ગેસ રહેલો છે, તે ક્યારે ખાલી થશે ? આ જાણવા માટે આજે અમે તમને અમુક સરળ ટીપ્સ વિશે જણાવશું. માટે આ લેખમાં આપેલ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થવાની છે. તો આ લેખને અંત સુધી વાંચો તમને જરૂર ફાયદાકારક સાબિત થશે.સામાન્ય રીતે જે વર્કિંગ વુમન છે તેમને જ્યારે અચાનક જ ગેસ સિલિન્ડર ખતમ થઈ જાય તો ઓફિસ કે કામની જગ્યા પર પહોંચવામાં લેટ થઈ જતું હોય છે. પરંતુ એ સ્ત્રીઓ ઘરકામ કરતી હોય છે તેને પણ ક્યારેક અચાનક ગેસ સિલિન્ડરમાં ગેસ ખૂટી જવાના કારણે મુશ્કેલી ઉભી થતી હોય છે. તો આ સમસ્યાની સામનો માતાભાગે મહિલાઓએ જ કરવો પડે છે. પરંતુ આ લેખમાં જે ટીપ્સ વિશે જણાવશું તેના દ્વારા તમને અગાઉ  જાણ થઈ જશે કે સિલિન્ડરમાં કેટલો ગેસ છે.

સામાન્ય રીતે દર મહિને મહિલાઓને આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વાસ્તવમાં ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ રહેલ છે તે જાણવું સહેલું નથી. ઘણા લોકો ગેસ સિલિન્ડરના વજનને આધારે અનુમાન લગાવે છે કે, ગેસ ખાલી થઈ ગયો છે. પણ ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ છે તે જાણવું મુશ્કેલ છે.આ સમયે ગેસ સિલિન્ડર બદલવામાં સમય વધુ લાગે છે તો ભોજન પણ કાચું રહે છે. ગેસ સિલિન્ડર બુક કરાવ્યા પછી પણ ગેસ સિલિન્ડર આવવામાં સમય લાગતો હોય છે, જ્યારે ઘણી વખત તે દિવસે જ સિલિન્ડર આવી જાય છે. તો ઘણી વખત 2 થી 3 દિવસ લાગી જાય છે. આ સ્થિતિ દરેક મહિલા માટે ખુબ જ મુશ્કેલ સમય હોય છે.

આ સમયે દરેક મહિલા સિલિન્ડરમાં ગેસનું સ્તર જાણવાની સરળ ટ્રીક શોધતી હોય છે. જો તમે પણ તેમાંથી એક છો તો અમે તમને ખુબ જ સરળ રીત વિશે જણાવીશું. જેનાથી તમે તમારા ગેસ સિલિન્ડરમાં રહેલ ગેસના સ્તરને જાણી શકશો.

સ્ટેપ – 1 : એક કપડાને પાણીમાં પલાળી દો અને તેને ભીનું કરી નાખો.
સ્ટેપ – 2 : હવે તમે આ ભીના કપડાથી પોતાના સિલિન્ડરમાં એક મોટી રેખા દોરી લો.
સ્ટેપ – 3 : 10 મિનીટ રાહ જુઓ, તમારા સિલિન્ડરનો જે ભાગ ખાલી હશે ત્યાં પાણી સુકાઈ જશે, અને જ્યાં સુધી ગેસ હશે ત્યાં પાણી સુકાવામાં સમય લાગશે.

આ રીતે તમને ખબર પડી જશે કે સિલિન્ડરમાં કેટલી ગેસ છે. સિલિન્ડરનો ખાલી ભાગ ગરમ હોય છે, ભરેલો ભાગ ઠંડો હોય છે. આથી પાણી ગરમ ભાગનું પાણી સુકાઈ જશે.

આવી ભૂલો ન કરો : ઘણી મહિલાઓ ગેસ બર્નરને સળગાવીને આગનો રંગ જોઈને એ વાતનો અંદાજ લગાવે છે કે સિલિન્ડરમાં કેટલી ગેસ છે. આ પદ્ધતિ યોગ્ય નથી. જ્યારે સિલિન્ડરમાં ગેસ ઓછો હોય છે તો આગનો રંગ બદલાઈ જરૂર છે, પણ તેનાથી સિલિન્ડરમાં ગેસનું સ્તર નથી જાણી શકાતું.ઘણી મહિલાઓ સિલિન્ડરને હલાવીને અથવા તેને ઉચકીને એ જાણવાની કોશિશ કરે છે કે સિલિન્ડરમાં કેટલો ગેસ છે. પણ આ રીતથી પણ સિલિન્ડરમાં ગેસનું સ્તર જાણવા માટે ઉપયોગી નથી. કારણ કે સિલિન્ડરનું વજન જ એટલું હોય છે કે તેનાથી ગેસનો અંદાજ નથી લગાવી શકાતો.

ઘણા લોકો બર્નરમાં ગેસની આંચ ઓછી થવા પર સિલિન્ડરને ઉલટો રાખી દે છે. પછી સિલિન્ડરમાં વધેલ ગેસનો ઉપયોગ કરે છે. આમ કરીને બની શકે છે કે ગેસની આંચ તેજ થાય, પણ તેનાથી તમારા સિલિન્ડરને નુકશાન થાય છે. અને તેના ડેમેજ થવાની સંભાવના રહે છે. જે ઘાતક સાબિત થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment