ઉંદર મરશે પણ નહિ અને ઘરમાંથી ભાગી પણ જશે, અપનાવો આ દેશી ઉપાય.

બાળપણથી લઈને આજ સુધી આપણે ટોમ એન્ડ જેરી કાર્ટુન તો જોયું છે. જેમાં ટોમ એક બિલાડી છે જ્યારે જેરી એક ઉંદર છે. કાર્ટૂનમા ઉંદર જેટલા સારા દેખાય છે. હકીકતમાં ઉંદર એટલા જ તોફાની હોય છે. જે ઘરમાં ઉંદરોનો વાસ હોય છે, તે ઘરમાં કીટાણું અને ગંદકી હંમેશા રહે છે. તે આપણા રસોડાને પોતાનો વસવાટ કરે છે અને આખા દિવસ કંઈકને કંઈક કરે છે. તેવામાં ઉંદર બેક્ટેરિયા ફેલાવે છે અને તેનાથી ઘણી બિમારીઓ થાય છે.

જોવામાં ઉંદર જેટલા નાના દેખાય છે, તેટલા જ હોંશિયાર પણ હોય છે. તે કોઈ માણસની હાજરીને તરત જ ઓળખી લે છે, અને તેને લાગે અહીં કોઈ છે તો તે તરત જ પોતાના દરમાં જતા રહે છે. ઉંદર એવી જગ્યાએ જતા રહે છે કે બહારથી તે ક્યાં છે તે શોધવા મુશ્કેલ છે. તેથી જો તમારે ઉંદરથી છુટકારો મેળવવા ખુબ જ મહેનત કરવી પડે છે. ઉલ્લેખનીય છે કે, ઉંદર એવું પ્રાણી છે જે સામાન્ય રીતે જૂના ઘરોમાં જોવા મળે જ છે.

ઉંદર તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારવામાં મદદ કરે છે, તે સાથે જ આપણા સામાનની તોડ-ફોડ કરીને ખરાબ કરે છે. જેના ઘરમાં ઉંદર હોય છે, તે તેનાથી કંટાળી જાય છે. તો આવો જાણીએ કે ઉંદરને ઘરમાંથી દૂર કરવા માટેના સરળ ઉપાય વિશે

પિપરમિંટનો ઉપયોગ : ઘરમાંથી ઉંદરને દૂર કરવા હોય તો તેની સરળ પદ્ધતિ પિપરમિંટ છે. પિપરમિંટની સ્મેલ જેટલી માણસોને આકર્ષિત કરે છે. તેનાથી અનેક ઘણી વધારે ઉંદર તેની સ્મેલને નફરત કરે છે. તેથી જો તમે ઘરના દરેક ખુણામાં પિપરમિંટ રાખશો તો ઉંદર તેની જાતે ઘરની બહાર ભાગી જશે.

લાલ મરચું છે અસરકારક : લાલ મરચુ ભારતીય મસાલાની શાન છે. જે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, એટલું જ નહીં. પણ ઉંદરને લાલ મરચુ પસંદ નથી. તેવામાં ઘરમાં જે ખૂણામાં ઉંદર વધારે જોવા મળે છે, તે જગ્યાએ લાલ મરચુ પાઉડર રાખો. આ પાઉડર જોઈને જ ઉંદર દૂર ભાગી જશે.

ફૂદીનાના પાન : ફૂદીના પાન પાચન માટે જાણીતા છે, ભારત દેશમાં ફૂદીનાની ચટણીને ખુબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ઉંદરોને નાપસંદ છે. ફૂદીનો તેમના માટે આંતક સમાન છે. તેથી ઉંદરોને ઘરથી દૂર રાખવા માટે ખૂણા અને રસોઈઘરમાં ફૂદીના પાનને રાખવાથી ઉંદર દૂર રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment