પેટ્રોલ ડીઝલ પુરાવતા પહેલા જાણી લો આ 11 વાતો… નહિ તો પુરા પૈસા આપવા છતાં પેટ્રોલ આવશે ઓછું… 99% લોકો નથી જાણતા પેટ્રોલ પુરાવતા સમયે શું જોવું જોઈએ…

મિત્રો આપણે જાણીએ છીએ કે આજના સમયમાં પેટ્રોલના ભાવ ખુબ જ વધી ગયા છે. એવામાં ઘણી જગ્યાએ તમે કદાચ જોયું અથવા તો સાંભળ્યું હશે કે પેટ્રોલ પંપ પર લોકો સાથે છેતરપીંડી થઇ રહી છે જો આવું તમારી સાથે થઇ રહ્યું છે તો તમે શું કરી શકો છો. તેના વિશે જાણવું તમારા માટે ખુબ જ અગત્યનું છે. 

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાલમાં જ પેટ્રોલ પંપ ફ્રોડની રેકિંગ સામે લાવી, જેમાં દિલ્લીનો ત્રીજો નંબર હતો. દિલ્લીમાં એપ્રિલ 2014 થી ડિસેમ્બર 2017 સુધી ઓછું તેલ આપવાના 785 કેસ સામે આવ્યા છે. એવામાં તમારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેતા સમયે સાવધાની રાખવી જોઈએ. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ અમુક એવા ટિપ્સ જેનાથી તમે છેતરપિંડીનો શિકાર થવાથી પોતાને બચાવી શકો છો.મોટા ભાગના લોકો પેટ્રોલ પંપ પર જઈને 100, 200 અને 500 રૂપિયાની રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ નો ઓર્ડર આપે છે. ઘણી વખત પેટ્રોલ પંપ માલિક રાઉન્ડ ફિગરને મશીન પર ફિક્સ કરીને રાખે છે અને તેમાં છેતરપિંડીનો શિકાર થવાની સંભાવના વધુ રહેલી હોય છે. માટે જરૂરી છે કે તમે રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ન ભરાવો. તમે રાઉન્ડ ફિગરથી 10-20 રૂપિયા વધુનું પેટ્રોલ લઈ શકો છો. 

બાઇક કે કારની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવવાથી ગ્રાહકને નુકસાન થાય છે. તેનું કારણ એ છે કે, તમારી ગાડીની ટાંકી જેટલી ખાલી રહેશે તેમાં હવા તેટલી જ વધારે રહે છે. એવામાં પેટ્રોલ ભરાવ્યા પછી હવાને કારણે પેટ્રોલની માત્રા ઘટી જાય છે. ઓછામાં ઓછી અડધી ટાંકી હંમેશા ભરેલી રાખવી.પેટ્રોલ ચોરવા માટે પંપ માલિક પહેલાથી જ મીટરમાં હેરફેરી કરે છે. જાણકારો મુજબ, દેશના ઘણા પેટ્રોલ પંપ હજુ જૂની ટેક્નિક પર જ ચાલી રહ્યા છે જેમાં હેરફેરી કરવી ખૂબ જ સરળ છે. તમે અલગ-અલગ પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલ નખાવો અને પોતાની ગાડીની માઇલેજ હંમેશા ચેક કરી શકો છો. પેટ્રોલ હંમેશા ડિજિટલ મીટર વાળા પંપ પર જ ભરાવવું જોઈએ. તેનું કારણ એ છે કે, જૂના પેટ્રોલ પંપ પર મશીન પણ જૂના હોય છે અને આ મશીનમાં ઓછું પેટ્રોલ જવાનો ડર વધુ રહેતો હોય છે. 

પેટ્રોલ પંપની મશીનમાં જીરો ટીપી તમે જોઈ લીધો, પરંતુ રીડિંગ ક્યાં અંકથી શરૂ થયું તે ન જોયું. તમારે ધ્યાન રાખવું જોશે કે, રીડિંગ સીધા 10, 15 કે 20 આંકડાથી શરૂ થાય છે. મીટરની રીડિંગ ઓછામાં ઓછી 3 થી ચાલુ થવી જોઈએ.ઘણા પેટ્રોલ પંપ પર કર્મચારી તમારી જણાવેલ રકમ કરતાં ઓછાનું પેટ્રોલ ભરે છે. ટોકન પર ગ્રાહકોને કહેવામા આવે છે કે, મીટર ને જીરો પર રીસેટ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જો તમે ચૂકી જાઓ તો સામાન્ય રીતે મીટર જીરો પર લાવવામાં આવતું નથી. માટે જરૂરી છે કે, પેટ્રોલ ભરાવતી સમયે સુનિશ્ચિત કરવું કે પેટ્રોલ પંપ મશીનનું મીટર જીરો પર સેટ હોય. મોટાભાગના લોકો પોતાની ગાડીમાં ઈંધણ ભરાવે ત્યારે તેઓ ગાડીમાંથી નીચે ઉતરતા નથી. તેનો ફાયદો પેટ્રોલ પંપના કર્મચારી ઉઠાવે છે. પેટ્રોલ ભરાવતી સમયે વાહનથી નીચે ઊતરવું અને મીટર પાસે ઊભા રહેવું. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાની પાઇપને લાંબી રાખવામા આવે છે. કર્મચારી પેટ્રોલ નાખ્યા પછી ઓટો કટ થતાં જ તરત નોજલ ગાડીમાંથી કાઢી લે છે. એવામાં પાઇપમાં વધેલ પેટ્રોલ દરવખતે ટાંકીમાં જતું રહે છે. 

પેટ્રોલ પંપ વાળાને કહેવું કે તે પેટ્રોલ નીકળવાનું શરૂ થયા પછી નોજલ પરથી હાથ હટાવી લે, પેટ્રોલ નાખતી વખતે નોજલનું બટન દબાયેલું રહેવાથી તેની સ્પીડ ઓછી થઈ જાય છે અને ચોરી સરળ થઈ જાય છે. એવું પણ થાય છે કે જે પેટ્રોલ પંપ પર તમે પેટ્રોલ ભરાવવા ગયા હોય, તેનો કર્મચારી તમને તમારી વાતોમાં લગાડીને પેટ્રોલ પંપ મીટરમાં જીરો તો દેખાડે પણ તમારા દ્વારા માંગવામાં આવેલ પેટ્રોલનું મૂલ્ય સેટ કરે નહીં. 

જો તમે પેટ્રોલ ઓર્ડર કરો અને મીટર ખૂબ ઝડપી ચાલે તો સમજો કઇંક ગડબડ છે. પેટ્રોલ પંપ કર્મીને મીટરની ગતિ સામાન્ય કરવાનો નિર્દેશ કરવો. હોય શકે કે ઝડપી મીટર ચાલવાથી તમારા ખીસ્સાની ડકેતી થઈ રહી હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment