ગાડીનું એન્જીન ઓઈલ કાળું પડી જાય તો તરત જ કરવો આ અગત્યનું કામ, ગાડી ચાલવતા દરેક લોકો જાણો ઓઈલ બદલવાની આ રીત.. નહિ તો પાછળથી પછ્તાશો…

આપણે ટુ વ્હીલરનો ઉપયોગ આપણા રોજીંદા જીવનમાં કરતા હોઈએ છીએ. ટુ વ્હીલરમાં જે એન્જીન ઓઈલ વાપરવામાં આવે તે અમુક સમયે કાળું પડી જતું હોય છે. જેને લાંબો સમય એમ જ રાખવાથી તમારા વાહનને નુકશાન થઇ શકે છે. આથી જયારે તમારા વાહનનું એન્જીન ઓઈલ કાળું પડે એટલે તરત જ તમારે અમુક પગલાઓ તાત્કાલિક લેવા પડે છે. નહિ તો તમને ભારે નુકશાન થઇ શકે છે. 

એન્જિન ઓઇલ કાળું ત્યારે પડવા લાગે છે જ્યારે વધારે ક્લચનો ઉપયોગ કરવામાં આવતો હોય. તે સિવાય ગંદકી અને કાર્બનને સાફ કરવાના કારણે ઓઇલ કાળું પડી જાય છે. માટે જ એન્જિનની ઉંમર વધારવા માટે સમયે સમયે એન્જિન ઓઇલ ચેન્જ કરવું જરૂરી હોય છે. બાઇક ખરીદ્યા પછી તેની મેંટેનન્સ પણ ખૂબ જરૂરી છે. જો બાઇકની ઉંમર વધારવી હોય તો તેના એન્જિનનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. તે માટે તમારે સમયે સમયે ચેક કરતું રહેવું પડે છે કે તેમાં નાખેલ ઓઇલ ક્યાંક કાળુંતો નથી થઈ ગયું ને. જો એવું હોય તો તેને નજરઅંદાજ બિલ્કુલ પણ ન કરવું. ઓઇલ કાળું પડવાથી એન્જિન સીઝ પણ થઈ શકે છે. ઓઇલ ચેન્જ કરવું એટલું સરળ છે કે, તેના માટે તમારે મેકેનિક પાસે જવાની જરૂર પડશે નહીં, તમે ઘરે પણ જાતે જ ઓઇલ ચેન્જ કરી શકો છો.

કાળું કેમ પડે છે એન્જિન ઓઇલ?:- આમ તો જ્યારે પણ ગાડીની સર્વિસ થાય છે ત્યારે નવું એન્જિન ઓઇલ નાખવામાં જ આવે છે. પરંતુ ઘણી વખત બીજી સર્વિસ પહેલા જ એન્જિન ઓઇલ ઓછું થવા લાગે છે અથવા તો, કાળું પડવા લાગે છે. વાસ્તવમાં, એવું આપણે જ્યારે વધારે ક્લચનો ઉપયોગ કરીએ છીએ તો થાય છે. તે સિવાય ગંદકી અને કાર્બનને સાફ કરવાને કારણે ઓઇલ કાળું પડી જાય છે. માટે જ એન્જિનની ઉંમર વધારવા માટે સમયે સમયે એન્જિન ઓઇલ બદલાવવું જરૂરી હોય છે.

કેટલા સ્મયમાં બદલવું જોઈએ એન્જિન ઓઇલ?:- આમતો, એન્જિન ઓઇલને દર 5000 થી 6000 કિલોમીટર બાદ બદલી લેવું જોઈએ, જ્યારે સાર 3000 કિલોમીટરે તેનું ટોપ અપ પણ કરવું જોઈએ. પરંતુ જો તમે દરરોજ હેવી ટ્રાફિકમાં ગાડી ચલાવતા હોય તો તમારે દર 1500 કિલોમીટરે એક વખત એન્જિન ઓઇલ ચેક કરી લેવું જોઈએ. 

આમ બદલવું એન્જિન ઓઇલ:- સૌથી પહેલા તમે તમારી બાઇક/સ્કૂટરની મેન્યુઅલ બુકમાં એન્જિન ઓઇલ બદલવાના નિર્દેશને વાંચી શકો છો. ઓઇલ ચેન્જ કર્યા પહેલા બાઇક/સ્કૂટરને લગભગ 5 મિનિટ માટે શરૂ કરો અને પછી બંધ કરી લો. તેનાથી ઓઇલ ગરમ થઈને લાઇટ થઈ જાય છે. તે સિવાય એન્જિનની નીચે લાગેલ કેપ દૂર કરીને ઓઇલને કોઈ વાસણમાં ભેગું કરવું. વાહનને સરખી રીતે હલાવીને બધુ જ ઓઇલ એન્જિન માંથી બહાર કાઢી લેવું. એન્જિનને ફ્લશ કરીને પણ સફાઈ કરી શકાય છે, તે માટે તમે થોડું પેટ્રોલ લઈને એન્જિનમાં નાખો અને એન્જિન સ્ટાર્ટ કરી લો. ત્યાર બાદ બધો કચરો નીકળી જશે. પછી તમે નવું ઓઇલ ચેંજ કરી શકો છો. તેનાથી ઓઇલ અને એન્જિન બંનેની ઉંમર વધી જાય છે. 

શું ટોપ-અપ કરવું સારું છે?:- વધારે ગાડી ચાલવાથી ઓઇલ બળ્યા કરે છે તેના કારણે તેની માત્રા ઓછી થવા લાગે છે. પરંતુ ઘણી વખત ઓછું હોવા છતાં ઓઇલમાં ચીકાશ જળવાઈ રહે છે, એવામાં ઓઇલ ટોપ-અપ કરાવવાથી રહેલા ઓઇલ પર વધારે દબાણ આવે છે, આજકાલ જેટલા પણ નવા એન્જિન આવી રહ્યા છે તેમાં ઓઇલ ટોપ-અપ ન કરાવવાનું કહેવામા આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment