દરવાજાની સ્ટોપર, સાંકળ અને ભોગળનો કાટ 2 મિનીટમાં થઈ જશે ગાયબ, અજમાવો આ ઉપાય થઈ જશે એકદમ સ્મૂથ અને નવા જેવા…

મોટાભાગના ઘરોમાં લોખંડના દરવાજા હોય છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે દરવાજાની સ્ટોપર, સાંકળ પણ લોખંડની હોય છે. દરવાજા પર પાણી લાગવાના કારણે કાટ લાગી જાય છે. કેટલીક વાર કાટ લાગવાના કારણે સ્ટોપર અને સાંકળ ખરાબ થઈ જાય છે. એવામાં મોટા ભાગે લોકો નવી સ્ટોપર કે સાંકળ લગાવડાવે છે. જેથી ઘણો ખર્ચો થઈ જાય છે.

જો તમે પણ કાટ વાળી સાંકળથી પરેશાન હોવ તો તમારે કેટલીક ઘરેલુ વસ્તુ અપનાવવી જોઈએ. ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓની મદદ થી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. શું તમે જાણવા ઈચ્છો છો કે કઈ વસ્તુઓની મદદથી થોડીક જ ક્ષણોમાં સાફ કરી શકશો સ્ટોપર અને સાંકળ? તો આ લેખને અંત સુધી વાંચો.1) કોકાકોલા:- શું તમને કોલ્ડ્રીંક પીવું પસંદ છે તમારું પસંદગીનું પીણું કોકાકોલા છે? પરંતુ શું તમે તેને માત્ર પીવો છો ? જો આનો જવાબ હા હોય તો જણાવીએ કે કોલ્ડ્રીંક ની મદદથી તમે ક્લિનિંગ પણ કરી શકો છો. આ કાટ હટાવવામાં અત્યંત અસરકારક ઘરેલુ નુસખો છે. આમાં કાર્બોનેટ ઉપલબ્ધ હોય છે.

મોટા ભાગે લોખંડના દરવાજાની સ્ટોપર કે સાંકળ પર કાટ લાગી જાય છે જેનાથી તે ખરાબ લાગે છે તેથી સમય  રહેતા કાટ હટાવવો અત્યંત જરૂરી હોય છે તેના માટે કોકાકોલા ને સ્ટોપર પર રેડો. ત્યારબાદ તેને થોડીવાર માટે રહેવા દો. લગભગ 10-15 મિનિટ પછી સ્પંજની મદદથી સ્ટોપરને સાફ કરી લો. ઓછામાં ઓછું બે વાર આ પ્રક્રિયાને દોહરાવો. તમે જોશો કે દરવાજાની સ્ટોપર એકદમ નવા જેવી થઈ ગઈ છે.2) મીઠું અને લીંબુ:- મીઠું અને લીંબુ બંને વસ્તુઓનો ઉપયોગ ખાવાનું બનાવવા માટે કરવામાં આવે છે. લીંબુ થી ખાવાનો સ્વાદ બે ઘણો વધી જાય છે. તેવી જ રીતે જો મીઠું વધારે કે ઓછું થઈ જાય તો ખાવાનો સ્વાદ બગડી જાય છે. પરંતુ તમે આનો ઉપયોગ સાફ-સફાઈ કરવા માટે પણ કરી શકો છો. લીંબુમાં એસિડ ઉપલબ્ધ હોય છે જે કાટ હટાવવામાં અત્યંત અસરકારક છે.

જો તમારા પણ દરવાજાની સ્ટોપર કે સાંકળ પર કાટ લાગવાને કારણે ખરાબ થઈ ગઈ હોય તો તમે લીંબુ અને મીઠું નો ઉપયોગ કરો. એક વાસણમાં એક ચમચી મીઠું અને લીંબુ નીચોવો. તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કાટ વાળી જગ્યા પર લગાવીને છોડી દો. થોડા સમય પછી બ્રશથી તેને સાફ કરી લો. આને એક જ વાર ઉપયોગ કરવાથી સ્ટોપર અને સાંકળ પર લાગેલો કાટ નીકળી જશે.3) બેકિંગ સોડા:- ઘરેલુ નુસખાના રૂપમાં બેકિંગ સોડા થી સારો બીજો કોઈ અન્ય ઉપાય ન હોઈ શકે. ઘરની સફાઈથી લઈને કાટ હટાવવા માટે તમે બેકિંગ સોડા નો ઉપયોગ કરી શકો છો. આમાં પણ એસિડ હોય છે જેનાથી સરળતાથી ડાઘ ધબ્બા વગેરે નીકળી જાય છે. 

સૌથી પહેલા બે કપ પાણીને ગરમ કરી લો પાણીને ઉકાળવાનું નથી. હવે તેમાં બે ચમચી બેકિંગ સોડા અને એક ચમચી લીંબુનો રસ મેળવો. ત્યારબાદ કોઈ જુના બ્રશની મદદથી કાટવાળી જગ્યા પર આ મિશ્રણને લગાવી લો અને 10 મિનિટ માટે સુકાવા માટે છોડી દો. હવે સેન્ડ પેપર ની મદદ થી સાંકળને સાફ કરી લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment