ગુરુવારે ન કરવા જોઈએ આ કામ… થશે નુકશાન.. ક્યારેય નહિ બની શકો ધનવાન અને રહેશો ગરીબ.

ગુરુવાર ધર્મનો દિવસ છે એવું માનવામાં આવે છે. બ્રહ્માંડમાં સ્થિત નવ ગ્રહમાંથી ગુરુ વજનમાં સૌથી વધારે ભારે હોય છે. એ જ કારણે ગુરુવારે જે કામથી શરીર કે ઘરમાં નકારાત્મક કાર્યો કરવામાં આવે તેવા કામ ન કરવું જોઈએ. કારણ કે એ કામથી ગુરુ ગ્રહ હલકો થાય છે. એટલે કે ગુરુના પ્રભાવમાં આવવાવાળા તત્વોનો પ્રભાવ હલકો થઇ જાય છે.

ગુરુ ગ્રહ ધર્મ શિક્ષાનો કારક ગ્રહ હોય છે. ગુરુ ગ્રહને નબળો થવાથી શિક્ષામાં અસફળતા મળશે, સાથે ધાર્મિક કર્યોમાં મન ઓછું લાગે છે અને ગુરુવારે સ્ત્રીઓના અમુક કાર્યો કરવાથી પતિને કામમાં અસફળતા મળે છે. ખાસ વાત તો એ કે મહિલાઓએ ગુરુવારના દિવસે ક્યારેય વાળ ન ધોવા જોઈએ. મહિલાઓ ગુરુવારે વાળ ધોવે તો તેનાથી ધન સંબંધી નુકશાન થઇ શકે છે.

ગુરુવારે વાળ ધોવાથી પતિનું અને સંતાનનું જીવન પ્રભાવિત થાય છે. ગુરુવારે વાળ ધોવાથી બૃહસ્પતિ નબળો થાય છે. જેનાથી બૃહસ્પતિના શુભ પ્રભાવમાં કમી આવે છે. એટલે ગુરુવારે વાળ પણ ન કાપવા જોઈએ. જેની અસર સંતાન અને પતિના જીવન પર સીધી પડે છે અને તેની ઉન્નતિમાં બાધા આવે છે.

ગુરુવારે નખ પણ ન કાપવા જોઈએ અને સાથે દાઢી પણ પુરુષોને ન કરાવી જોઈએ. શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને જીવ કહેવામાં આવ્યો છે. જીવ એટલે જીવન અને જીવ એટલે આયુ. ગુરુવારે નખ કાપવા અને દાઢી કરવાથી ગુરુ ગ્રહ કમજોર થઇ જાય છે. જેનાથી શક્તિ દુશ્પ્રભાવિત થાય છે અને ઉમરના દિવસો ઓછા થાય છે.

બૃહસ્પતિને કેવી રીતે કમજોર કરે છે. ઘરમાં કરેલ કર્યો જેવી રીતે બૃહસ્પતિનો પ્રભાવ આપણા શરીર ઉપર રહે છે. એવી જ રીતે બૃહસ્પતિનો પ્રભાવ ઘર પર પણ વધારે હોય છે. વાસ્તુ અનુસાર ઘરમાં ઇશાન ખૂણાનો સ્વામી ગુરુ હોય છે.  ઇશાન ખૂણાનો સંબંધ પરિવાર કે નાના સદસ્યો એટલે કે બાળકોથી હોય છે. ઘરમાં પુત્ર અને સંતાનનો સંબંધ પણ એજ ખૂણાથી હોય છે.

ઇશાન ખૂણો ધર્મ અને શિક્ષાની દિશા હોય છે. ઇશાન ખૂણામાં વધારે વજન વળી વસ્તુ, કબાટ, અલમારી, કપડા ધોવા માટેનું સ્થાન જેવી ક્રિયાઓ આપણા ઘરના ઇશાન ખૂણાને નબળું કરે છે. અને તેની અસર આપણા જીવન પર પણ થાય છે.

ઘરના બાળકો, ઘરના સદસ્યોની શિક્ષા, ધર્મ આદિ ઉપર શુભ પ્રભાવમાં કમી આવે છે. ગુરુવારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એટલે કે લક્ષ્મી નારાયણનો દિવસ હોય છે. ગુરુવારે લક્ષ્મી અને નારાયણનું એક સાથે પૂજન કરવાથી જીવનમાં ખુશીઓ અપાર મળશે અને જીવનમાં વૃદ્ધિ થશે.

ગુરુવારે એકસાથે લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી પતિ અને પત્નીમાં ક્યારેય દુરી નથી આવતી. સાથે સાથે ધનમાં વૃદ્ધિ થશે. ગુરુવારે આ કામ કરવાથી પ્રમોશનમાં મુશ્કેલી નહિ આવે. જન્મકુંડલીમાં ગુરુ ગ્રહ પ્રબળ હોવાથી ઉન્નત્તિના રસ્તાઓ આસાનીથી ખુલશે. જો તમે ગુરુ ગ્રહને નબળો કરવાવાળા કાર્યો થાય તો પ્રમોશનમાં રુકાવટ આવી શકે છે.

તો મિત્રો જે કામ અમે તમને જણાવ્યા તે ન કરવા જોઈએ. એ કામ ન કરવાથી તમારા જીવનમાં વૃદ્ધિ થશે તો ગુરુવારે આ કામ ન કરવા જોઈએ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment