ઇમ્યુનિટી વધારવા માટે વરદાનરૂપ ગણાતો ગળો ઘરપર નાનકડા કુંડામાં જ ઉગી જશે, જાણો એ માટેની ત્રણ સરળ રીત..

ઇમ્યુનિટી વધારવા માટે વરદાનરૂપ ગણાતો ગળો ઘરપર નાનકડા કુંડામાં જ ઉગી જશે, જાણો એ માટેની ત્રણ સરળ રીત..

ગિલોય પ્લાન્ટ શિયાળાની સીજન સિવાય તમામ ઋતુમાં ઉગાડવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગિલોય એટલે આપણે ત્યાં તેને ગળો કહેવામાં આવે છે. આ છોડમાં અનેક પ્રકારના ઔષધિય ગુણ હોય છે, જે કેટલીક બીમારીથી બચાવવામાં મદદ કરે છે. ગળોમાં એન્ટિઓક્સિડેંટ અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ વધારે માત્રામાં હોય છે. આ સિવાય ગિલોયના છોડમાં આયરન, ફોસ્ફોરોસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે. આવા ચમત્કારના કારણે આજે ગિલોયની માંગ વધી રહી છે.

તમને જણાવી દઈએ કે આજકાલ કોરોના વાયરસ ચાલી રહ્યો છે, આ દરમિયાન ગિલોયની માંગ ખુબ જ વધી રહી છે. ગિલોયના છોડનો ઉપયોગ વધારે ડેંગ્યુ, તાવ અને ઉધરસ જેવી બીમારીને દુર કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તમે કુંડામાં પણ સહેલાઈથી ગળોને ઘરે જ ઉગાવી શકો છો. ગિલોયના છોડને ચોમાસામાં ઊગતા 15 થી 20 દિવસ થાય છે.

ગરમીની ઋતુમાં ગિલોયના છોડને ઊગતા 20 થી 25 દિવસ થાય છે. જો તમે આ કોરોનાકાળ દરમિયાન તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માંગો છો , તો તમે ગળોના સેવનથી વધારી શકો છો. તો ચાલો જાણીએ કે ગળોના છોડને ઘરે જેવી રીતે ઉગાડી શકાય. તેની વિગતવાર જાણકારી આજે અમે તમને આ લેખમાં જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ગળોના છોડને ઘરમાં ઉગાડવા માટેની પહેલી રીત : ગળોના છોડને ઉગાડવા માટે સૌથી પહેલા તેના બીજને અલગ કરીને સુકવી લો. જ્યારે બીજ સારી રીતે સુકાઈ જાય, ત્યારે એક કુંડાની અંદર તમારા હાથ વડે બીજોને સારી રીતે કુંડાની અંદર નાખી દો. પછી તેના ઉપર પાણી નાખો.

ગળોના છોડને ઘરમાં ઉગાડવા માટેની બીજી રીત : ગળોને 24 કલાક સુધી પાણીમાં રાખી કાપી લો. હવે તેને 5 થી 6 ઇંચ સુધી લાંબા કાપી લો. ધ્યાન રાખો કે આમાં 5 થી 6 નોડ્સ જરૂર હોવા જોઇએ. હવે ગળોના છોડને ઉગાડવા માટે તમારે 6 થી 12 ઇંચના કુંડાને લેવાના છે. કુંડામાં ગળોના છોડને આંગળીઓ દ્વારા દબાવીને નાખો. ગળો લગાવ્યા પછી તેની અંદર પાણી નાખો.

ગળોના છોડને ઘરમાં ઉગાવવા માટેની ત્રીજી રીત : ગળોને કુંડમાં ઉગાડવા માટે તેની ડાળખીને સારી રીતે કુંડામાં માટીની અંદર દબાવીને ઉપરથી પછી ફરી માટીને નાખો. જ્યારે તમે માટીને સારી રીતે નાખી દો, ત્યાર પછી કુંડામાં પાણીને નાખો. 7 દિવસમાં જ ગિલોયના પાન આવવા લાગશે. જ્યારે ગિલોયનો છોડ ઊગી જાય, તે પછી તેમાં સમય-સમય પર પાણી જરૂર આપવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!