કોરોનાકાળમાં એફડી પર તગડું વ્યાજ જોતું હોય તો આ 3 જગ્યાએ રોકો તમારા પૈસા. એટલું વ્યાજ મળશે કે પૈસાને બેંકમાં જમા કરાવવાનું પણ ભૂલી જશો…

મિત્રો દરેક લોકો હાલ એફડી પર પોતાના પૈસા સેવ કરીને ભવિષ્ય માટે જમા કરવા માંગે છે. પણ હાલ કોરોનાકાળને કારણે વ્યાજ દરમાં ખુબ જ ઘટાડો થયો છે. આથી જ પ્રાઇવેટ તેમજ સરકારી બેંક પણ 5.5% થી વધુ વ્યાજ નથી આપતી. આથી આ સમયે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે, એફડી પર એવી કંઈ કંપની છે જે વધુ વ્યાજ આપે છે.

છેલ્લા ત્રણ મહિનામાં સેવ કરેલ પૈસા પર વ્યાજ દરમાં ખુબ જ મોટો ઘટાડો થયો છે. માત્ર પ્રાઇવેટ બેંક જ નહિ પણ સરકારી બેંક પણ માત્ર 5.5% જ વ્યાજ આપે છે. આથી જ તમારી એફડી પર થતી કમાણી ઘટી જાય છે. જયારે તમે આ પૈસાને અન્ય જગ્યાએ રોકાણ કરીને પૈસા કમાઈ શકો છો. અને તેમાં તમને 7.75% જેટલું વ્યાજ મળે છે. AAA રેટેડ કંપનીઓ છે જે એફડી પર શાનદાર રિટર્ન આપી રહી છે. જેમ કે આ કંપનીમાં ફિક્સ ડીપોઝીટ એટલી સુરક્ષિત નથી જેટલી બેંકમાં હોય છે. પણ શેર બજાર સાથે તુલના કરવામાં આવે તો આ કંપનીઓ AAA રેટેડના કારણે વધુ સુરક્ષિત હોય છે.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનેન્સ એફડી : આ કંપનીની ફિસ્ક ડીપોઝીટ CRISIL દ્વારા AAA રેટેડ છે. 5 વર્ષની ફિક્સ ડીપોઝીટ પર 7.75% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. જયારે 4 વર્ષની ફિક્સ ડીપોઝીટ પર 7.60% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. જો તમે ત્રણ વર્ષ માટે પણ આ કંપનીમાં એફડી કરો છો તો 7.50% સુધીનું વ્યાજ મળે છે. કોરોના કાળમાં બેંકમાં વ્યાજનું દર ઓછું હોવાથી આ કંપની સારો વિકલ્પ બની રહે છે.

બજાજ ફાયનાન્સ ફિક્સ ડીપોઝીટ : બજાજ ફાયનાન્સ CRISIL દ્વારા FAAA રેટ કરવામાં આવેલ છે. જયારે ICRA એ MAAA રેટ આપ્યું છે. કંપની તરફથી 3,4, અને 5 વર્ષની ફિક્સ ડીપોઝીટ પર 6.80% વ્યાજ દર આપવામાં આવે છે. જ્યારે એક વર્ષની એફડી પર 5.65% વ્યાજ મળે છે. તેના પર તમે કયુમુલેટીવ વ્યાજ મેળવી શકો છો. અથવા માસિક, ત્રિમાસિક, વાર્ષિક ભુગતાન પણ મેળવી શકો છો. સિનીયર સિટીઝન માટે 0.25% વધુ વ્યાજ મળે છે.

પીએનબી હાઉસિંગની એફડી : PNB હાઉસિંગની ફિક્સ ડીપોઝીટને CRISIL દ્વારા AAA રેટ અપાયું છે. આ કંપનીમાં 5 વર્ષ માટે એફડી કરવા પર 6.85% વ્યાજ દર મળે છે. જયારે 2 અને 3 વર્ષની એફડી પર 6.15-6.60% વ્યાજ મળી રહ્યું છે. એક વર્ષની એફડી પર કંપની 5.75% વ્યાજ આપે છે. જયારે સિનીયર સિટીઝનને તેઓ 0.25% વધુ વ્યાજ આપે છે. કોરોના કાળમાં આ પણ એક સારો વિકલ્પ છે.

આમ તમે સરકારી અથવા પ્રાઈવેટ બેંક સિવાય અહીં આ કંપનીમાં પોતાના પૈસાનું રોકાણ કરીને એટલે કે એફડી કરીને સારું એવું વ્યાજ મેળવી શકો છો. કોરોના કાળમાં આ કંપની તમે સારું એવું રિટર્ન આપે છે. જે ખુબ જ ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment