અદાણી ગ્રુપના આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ, આવ્યો સીધો જ 200% નો ઉછાળો… જાણો આ શેરમાં હજુ કેટલો નફો કરી શકાય…

મિત્રો એવું કહેવાય છે કે શેર બજાર ઉતાર ચઢાવથી ભરેલું હોય છે. તેમાં ક્યારે કયો શેર રોકાણકારો માટે ફાયદાનો સોદો બની જાય છે અને જમીન પરથી આસમાન પર પહોંચાડી દે છે તે કહી  શકાતુ નથી. અમે એક એવા જ મલ્ટીબેગર સ્ટોકની વાત કરી રહ્યા છે જે અદાણી ગ્રુપની કંપની છે.

અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરના શેરોએ પોતાના રોકાણકારોને તગડુ રીટન આપ્યું છે પાછલા એક વર્ષમાં આ સ્ટોકે 200% થી વધુ ચડ્યો છે. અદાણી પાવર એ આ વર્ષે અનેક મોટી ડીલો પૂરી કરી છે અને તેની અસર કંપનીના શેરો પર પણ જોવાઈ રહી છે. જોકે શુક્રવારે અદાણી પાવરના શેરમાં ઘટાડો જોવા મળ્યો. આ સ્ટોક 2.80 અંક કે 0.89% ના ઘટાડા સાથે 312.65 રૂપિયા પર ટ્રેડ કરતો જોવાયો.1) ટોપ પાંચમા સામેલ અદાણી પાવર નો સ્ટોક:- અદાણી પાવરનો શેર આજે 315 રૂપિયા પર ઓપન થયો અને 317 ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો. ત્યારબાદ આ ઘટાડો 310.45 પર  આવી ગયો. બ્લુમબર્ગ વર્લ્ડ ઇન્ડેક્સ ના રિપોર્ટ પ્રમાણે બેસ્ટ પર્ફોર્મન્સ ના કિસ્સામાં દુનિયાના ટોપ-5 શેરો માં અદાણી પાવરના સ્ટોક સામેલ છે. પાછલા એક વર્ષમાં અદાણી પાવરના શેરોએ 209.18 ટકાની છલાંગ લગાવી છે. 16 ડિસેમ્બર 20021 એ અદાણી પાવરના શેરે 101.30 પર હતો. આજે આ સ્ટોક 312 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. પાછલા છ મહિનામાં આ સ્ટોકે 20% થી વધારે રિટર્ન આપ્યું છે.

2) મલ્ટીબેગર રિટર્ન:- પાછલા એક વર્ષમાં અદાણી પાવર એ પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આંકડા પ્રમાણે આ જ સ્ટોકે એક વર્ષની અંદર જ રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. બ્લુમબર્ગ વર્લ્ડ ઈન્ડેક્સ પ્રમાણે આ વર્ષે સૌથી વધારે રિટર્ન માઈનિંગ કંપની Adaro Minerals Indonesia ના સ્ટોકનું રહ્યું. આ સ્ટોકના YTD આધાર પર 1,174% થી વધારે રિટર્ન આપ્યું છે.

3) દુનિયાના ટોપ-5 સ્ટોક:- બીજા નંબર પર ટર્કિશ એરલાઇન સ્ટોક છે, જે પાછલા એક વર્ષમાં 541 ટકા ચડ્યો છે. ત્રીજા નંબર પર કેમિકલ કંપની Sasa Polyester Sanayi as નો સ્ટોક છે, જેને અત્યાર સુધી પોતાના રોકાણકારોને 304% થી વધારે રિટર્ન આપ્યું છે.4) Turkiye is Bakasi C:- શેર આ લિસ્ટમાં ચોથા નંબર પર છે, જેને એક વર્ષમાં 250 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. અને પાંચમા નંબર પર અદાણી પાવર નો સ્ટોક છે જેને પોતાના રોકાણકારોને એક વર્ષમાં 20% થી વધુ રિટર્ન આપ્યું છે.

5) 400 ની પાર જઈ ચૂક્યો છે અદાણી પાવર:- અદાણી પાવર એ પાછલા એક વર્ષમાં રોકાણકારોને જબરજસ્ત નફો કરાવ્યો છે. પાછલા 52 વીકમાં કંપનીનો શેર 70 રૂપિયાથી વધીને 432 રૂપિયા સુધી પહોંચ્યો છે. પાછલા બે ત્રણ વર્ષ દરમિયાન ગૌતમ અદાણી ની સંપત્તિ ઝડપથી વધી છે. ગૌતમ અદાણીની નેટવર્થ (Gautam Adani Networth) માં આ જોરદાર ગ્રોથ ની પાછળ અદાણી સમૂહના લિસ્ટેડ કંપનીઓ (Adani Group Listed Companies)ના શેરોમાં તેજી આવી છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment