બદલાતા મૌસમમાં અપનાવો આ ટીપ્સ, વાયરલ જેવા તાવમાંથી મળશે મુક્તિ.

મૌસમમાં જ્યારે બદલાવ આવે છે ત્યારે ઘણી બધી બીમારીઓ થાવનું શરૂ થઇ જતું હોય છે. તેવા સમયે આપણી પાચન શક્તિ પણ ખરાબ થઇ જાય છે. જેના કારણે આપણે ઘણી બધી બીમારીઓનો જપેટમાં આવી જઈએ. શરદી, ઉધરસ સાથે તાવ અને શરીરમાં અન્ય અંગો પર દુઃખાવા થવા જેવી સમસ્યા મૌસમ બદલાય ત્યારે સામાન્ય રીતે થાય છે. તો આજે અમે એક નિષ્ણાંત દ્વારા જણાવેલ અમુક ટીપ્સ આપશું. જેનાથી તમે આ પરેશાનીથી બચી શકો છો અને ખુદની ઇમ્યુનિટી સિસ્ટમને જાળવી રાખવા માટે આ ટીપ્સ ખુબ જ કામ આવે તેવી છે.

જ્યારે મૌસમ બદલે છે ત્યારે ખાસ કરીને બાળકોને આ સમસ્યા વધારે થતી હોય છે. માટે આજે અમે જે ટીપ્સ જણાવશું તે તમારા બાળકને પણ ઉપયોગી બનશે અને તમને પણ દરેક મૌસમના બદલવાના સમયે કામ આવે તેવી છે. આ ટીપ્સથી તમે બીમારીઓથી બચી શકો છો ખુબ જ આસાનીથી. આમ તો આ ટીપ્સ દરેક મૌસમમાં તમારા માટે કામ આવશે. પરંતુ જો તમે મૌસમ બદલવાની સાથે જો બીમાર પડી જતા હોવ તો આ ટીપ્સ ખુબ જ ફાયદો કરાવે છે. પરંતુ જો મૌસમ બદલવાના સમયે બીમારી થતી હોય તો ખાન-પાન અને આ ટીપ્સને અપનાવો તો  ક્યારેય બીમારી આવતી નથી. તો ચાલો જાણીએ એ ટીપ્સ વિશે.

લગભગ રોજ લોકોનો દિવસ ચા થી શરૂઆત થતો હોય છે. પરંતુ જો સવારે દિવસને ચા કરતા નાળીયેર પાણીનું સેવાના કરવામાં આવે તો તમે કોઈ બીમારીથી બચી શકો છો. નાળીયેર પાણી ઇમ્યુનિટી સિસ્ટમને વધારે તો છે પરંતુ તેની સાથે સાથે આપણા પેટ માટે પણ ખુબ જ કરગર હોય છે. જ્યારે ચા આ બધા જ ગુણોથી વિરુદ્ધ હોય છે.

ત્યાર પછી રોજ સવારે ઉઠીને માત્ર 5 મિનીટ સુધી શ્વાસ લેવામાં આવે એટલે અનુલોમ વિલોમ કરવામાં આવે તો તો પણ આપણાથી બીમારીઓ દુર રહે છે. પરંતુ તેની સાથે સાથે આપણને આખો દિવસ સ્વસ્થ રાખે છે અને આળસને પણ દુર કરે છે. માટે રોજ સવારે જો અનુલોમ વિલોમ કરવામાં આવે તો સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે.

રોજ 28 ગ્રામ અજમાના રસનું સેવન કરવું જોઈએ. તેનાથી આપણી કીડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. અને તેના કારણે આપનું આખું શરીર તંદુરસ્તી મહેસુસ કરે છે. જેના કારણે આપણી કીડની પર ભાર આવતો નથી. તે આપણને બીમાર થતા બચાવે છે. આદુ અને ફુદીનાના પાંદને ગરમ પાણીમાં નાખીને થોડી વાર સુધી મૂકી રાખો. તે પંદ પાણીમાં બરોબર મિક્સ થઇ જાય ત્યાર બાદ તે પાણીને પીય જવાનું. આ ઉપાય કરવામાં આવે તો શરદી અને ઉધરસ અને વાયરસથી દુર રાખે છે. માટે આ ઉપાય સવારે કરવો જોઈએ. ક્યારેય પણ બીમારી નથી આવતી.

જો સૂપ કે દાળ જેવી વસ્તુ ભાવતું હોય તો, તેમાં વધારે પ્રમાણમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ તો બને ત્યાં સુધી સબ્જી ઘરમાં બને તે વધારે લીલા શાકભાજીની હોવી જોઈએ. જે તમને પ્રોટીન અને પુરતી માત્રામાં મિનરલ્સ આપે છે. જે બીમારીઓ સામે લડવા માટે શરીરને સક્ષમ બનાવે છે.

પરંતુ સૌથી મહત્વનું કે સવારે થોડો સમયે કસરત કે યોગા અવશ્ય કરવા જોઈએ. તેની સાથે સાથે આખો દિવસ પાણીનું સેવન ખુબ જ માત્રામાં કરવું જોઈએ. જે તમને રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment