આ અપંગ મજૂર નો પરિશ્રમ જોઇને તમે પણ સલામ કરશો. જુઓ વિડીયો ગર્વ થશે.

આ અપંગ મજૂર નો પરિશ્રમ જોઇને તમે પણ સલામ કરશો. જુઓ વિડીયો ગર્વ થશે.

મિત્રો આ દુનિયા એવા ઘણા લોકો હોય છે જે મહેનતનો રોટલો ખાવાનું પસંદ કરે છે. ત્યારે આ લોકોને ખરેખર સલામ કરવાનું મન થાય છે. પરંતુ વધુ કરુણતા ત્યારે આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ શરીરના કોઈ એકાદ અંગથી વંચિત હોય અને મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. તે સમયે આવા લોકો બીજા માટે પ્રેરણારૂપ બની જાય છે. તો આજે અમે તમને એવી જ એક વ્યક્તિની વાત કરીશું, જેને પોતાના શારીરિક અંગની કમી હોવા છતાં મહેનત મજૂરી કરીને જીવન જીવે છે. ચાલો તો જાણીએ એ વ્યક્તિની જીવન કહાની.

આ વ્યક્તિ વિશે જાણવા મળતી માહિતી અનુસાર જો મન અને ઇરાદો મજબુત હોય તો દુનિયાનું કોઈપણ કાર્ય અશકય નથી. જે આ વ્યક્તિએ સાબિત કરી બતાવ્યુ છે.

આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય છે અને તેમ છતાં તેમના ચહેરા પર હંમેશા સ્મિત જ દેખાય આવે છે. આવા વ્યક્તિઓમાંથી એક રાજસ્થાનનો ખોપર સિંહ છે. જે મજૂરીનું કામ કરે છે. તેના વિશે વધુમાં કહીએ તો આ વ્યક્તિનો એક પગ નથી. પરંતુ તે હજી પણ કમર પર એક નકલી પગ બાંધીને કામ કરે છે. ખોપરસિંહ જ્યારે ચાલે ત્યારે લંગડાતો ચાલે છે. આટલી શરીરની ખોટ હોવા છતાં તેણે હિંમત નથી હારી.
જ્યારે સોશિયલ મીડિયામાં આ વ્યક્તિની વાત બહાર આવી ત્યારે લોકો તેની ખુબ પ્રશંસા કરવા લાગ્યા અને તેની ભાવનાને લોકો સલામ કરી રહ્યા છે. કારણ કે આજે આ દુનિયામાં ઘણા લોકો છે જે અપંગતાનું ખોટું નાટક કરીને લોકોને છેતરે છે. જ્યારે અહીં ખોપરસિંહે કોઈ ટેકા વિના જ પોતાની જાતે જ કમાણી કરવાનું નક્કી કર્યું છે. તે કોઈના સામે હાથ ફેલાવતો નથી અને પોતાની જાતે સખત મહેનત કરીને પ્રમાણિકતાથી ખાવા માટે રોટલો કમાય છે.  ખરેખર તેમની આવી હિંમત અન્ય લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.

Posted by Vinod Shorey on Wednesday, August 16, 2017

જ્યારે આ વિશે વધુ જાણવા મળતી માહિતી અનુસાર વિનોદ શૌરી નામના એક ફેસબુક યુઝરે તેનો વિડીયો શેર કર્યો છે અને તેના સમાચાર લખાય ત્યાં સુધીમાં 70 હજારથી પણ વધુ શેર અને લગભગ 10 હજાર લોકોએ આ પોસ્ટ પર પ્રક્રિયા આપી દીધી હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment

error: Content is protected !!