સ્કીન પર રહેલા દાગને જડમૂળ માંથી ગાયબ કરી દેશે આ તેલ … જાણો આ કયું તેલ છે ?

મિત્રો આજકાલ આપણે બધા જ જાણીએ છીએ કે દરેક ખોરાક આજે ખુબ જ ભેળસેળ કરેલો આવવા લાગ્યો છે. આપણા રોજીંદા ખોરાકમાં કંઈ વસ્તુમાં ભેળસેળ હોય છે તેના વિશે આપણને પણ જાણ નથી હોતી. તેના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પડતી હોય છે. તો તેવામાં ઘણી વાર તેની અસર આપણી ચામડીને થતી હોય છે. ઘણા લોકોને ત્વચા પર ખુબ જ દાગ પડી ગયા હોય છે.

જેના કારણે ચહેરો ખુબ જ ખરાબ દેખાવા લાગતો હોય છે. કાળા દાગ, ખીલ અથવા અન્ય દાગ કારણે આપણી ત્વચા ખરાબ લાગવા લાગે. પરંતુ લોકો આજકાલ ઘણી પ્રકારના ક્રીમ અને જેલ દાગ મટાડવા બજાર માંથી લઇ આવે છે. પરંતુ તેનાથી ત્વચાને આરામ મળવાને બદલે તકલીફ પણ વધી શકે તેવું બને છે.  એટલું જ નહિ પરંતુ ઘણી વાર તેના સાઈડ ઈફેક્ટ થઇ જતો હોય છે. તે દાગથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રાકૃતિક તેલ હોય છે. જે આપણી ત્વચાને આ બધા દાગને જડથી ખત્મ કરી નાખે છે. તો આજે અમે તમને જણાવશું અમુક પ્રાકૃતિક તેલ માટે, જે આપણી ચહેરાની ત્વચા ખુબ જ સુંદર બનાવી શકે છે. તો ચલો જાણીએ તે તેલ વિશે.

સૌથી પહેલા છે નાળિયેર તેલ : એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણ નાળિયેરના તેલમાં જોવા મળે છે. તે ગુણ ત્વચા માટે દાગ અને ધબ્બાને દુર કરી નાખે છે. સાથે સાથે તેના ગુણ ત્વચાથી સુકાપણને પણ ઓછુ કરે છે. નાળિયેર તેલથી ત્વચાને કોઈ પણ પ્રકારનું નુકશાન કે સાઈડ ઈફેક્ટ નથી થતું. ત્યાર બાદ છે લવંડરનું તેલ : લવંડરનું તેલ ત્વચા માટે ખુબ જ સારું હોય છે. તેમાં સુદિંગ ગુણ હોય છે, જે ત્વચાના ડેડ સેલ્સને ખત્મ કરે છે, સાથે સાથે દાગ અને ધબ્બાને પણ ઓછા કરે છે. ત્વચામાં થતી જલનને પણ લવંડર ઓઈલ ઓછું કરે છે.

પછી છે ચંદનનું તેલ : એન્ટી-ઇન્ફલેમેટ્રી, એન્ટીસેપ્ટિક અને એસ્ટ્રીજેન્ટ ગુણ ચંદનના તેલમાં મળે છે. ત્વચા પર થતા દાગ ને પણ ચંદનનું તેલ ઓછું કરે છે. તેની સાથે સાથે આપણી ડેડ સ્કીનને ફરી જીવંત કરે છે. સેલ્સને રિજેનેરેટ કરવામાં પણ મદદ કરે છે. જો કોઈ ઘાવ હોય તો તેને પણ ઠીક કરવામાં મદદ કરે છે. માટે ચંદનનું તેલ પણ આપણી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે.

સરસવનું તેલ : સ્કીન અને વાળ બંને માટે સરસવનું તેલ ખુબ જ લાભકારી હોય છે.  તેના સિવાય તે ત્વચાના દાગને ઓછા કરે છે. પરંતુ તે સ્કીનને મુલાયમ પણ કરે છે. આપણી ચહેરાની સ્કીન માટે સરસવનું તેલ બિલકુલ પણ નુકશાન નથી કરતુ. તો મિત્રો આ બાધા તેલ આપણી ત્વચા માટે કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે. પરંતુ આ તેલનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે, તેનાથી કોઈ પણ સાઈડ ઈફેક્ટ નથી થતા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment