રામ મંદિરમાં નહિ થાય આ વસ્તુનો ઉપયોગ… જાણો કઈ કઈ વસ્તુઓ છે? કેમ તેનો ઉપયોગ નહિ થાય?

મિત્રો ઘણા લાંબા સમયથી ચાલી રહેલો રામ મંદિરનો મામલો શાંત થયો છે. વર્ષોથી ચાલતા આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 9 નવેમ્બર, 2019 ના રોજ રામલલાના પક્ષમાં ફેંસલો આપ્યો છે.  તો હવે રામ મંદિર બનાવવાનો રસ્તો એકદમ સાફ થઇ ગયો છે. તો લોકો પણ આ ચુકાદાથી ઘણા ખુશ છે. સાથે સાથે એ વાતની પણ ચર્ચા ખુબ જ જોરશોરથી થઇ રહી છે કે, રામ મંદિર હવે કઈ ટેકનીકથી બનાવવામાં આવશે. જેના વિશે જાણવાની લોકોને પણ ખુબ જ આતુરતા છે.

રામ મંદિર નિર્માણની તૈયારીઓ 90 ના દાયકામાં એટલે કે આજથી લગભગ 30 વર્ષ પહેલા થઇ ગઈ હતી. જેની તૈયારીઓ આર્કિટેક્ચર ચંદ્રકાંત ભાઈએ ચાલુ કરી દીધી હતી. તેમણે આ બધું કાર્ય વિશ્વ હિંદુ પરિષદના વડા અશોક સિંઘલ સાથે મળીને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રામ મંદિર નિર્માણ માટે જો 2000 કારીગર કામે લાગી જાય તો અઢી વર્ષમાં જ તૈયાર થઇ શકે છે. ત્યારે મંદિર બનાવવા માટે લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો અંદાજ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે રામ મંદિર માટે વર્ષ 1989 માં ડિઝાઈન તૈયાર કરી લેવામાં આવી હતી. આ ડિઝાઈનને તૈયાર કરનાર શિલ્પકાર ચંદ્રકાંત સોમપુરા એ જણાવ્યું કે રામ મંદિર કેવી રીતે બનાવવામાં આવશે. રામ મંદિર મશહુર નાગર શૈલીના આધાર પર બનશે. ઉત્તર ભારતમાં નાગર શૈલી ખુબ જ પ્રસિદ્ધ માનવામાં આવે છે. મંદિર માટે 50% કામ પૂરું થઇ ગયું છે. પરંતુ હાલમાં તેના ગુંબજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે.

રામ મંદિરમાં નહિ થાય લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ : પરંતુ મિત્રો તમને સૌથી મંદિર વિશેની જરૂરી વાત જણાવીએ તો આ મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ નથી થતો. તેનું સૌથી સારું ઉદાહરણ છે ભુવનેશ્વરમાં સ્થિત લિંગરાજ મંદિર. જે નાગર શૈલીમાં બનેલું છે. જે હિસાબથી રામ મંદિરને ડિઝાઈન કરવામાં આવ્યું છે તે પ્રમાણે મંદિર બનાવવા માટે લગભગ 2 લાખ 63 ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 1 લાખ 60 હજાર ઘનફૂટ પથ્થર તૈયાર થઇ ગયો છે. આ ટેકનીકનો કરવામાં આવશે ઉપયોગ : રામ મંદિરનો નકશો ઉત્તર ભારતની નાગર શૈલી પર તૈયાર કરવામાં આવ્યો છે. આ નાગર શૈલી ભારતીય હિંદુ સ્થાપત્ય કળાની ત્રણ માંથી એક શૈલી છે. વાસ્તુશાત્રનું માનવામાં આવે તો નાગર શૈલીના મંદિરો ઓળખ આધારથી લઈને સર્વોચ્ચ અંશ સુધી તેનું ચતુષ્કોણ થવું. તેની ખાસ અને મોટી બે વિશેષતા છે, વિશિષ્ટ યોજના અને વિમાન.

તેની મુખ્ય ભૂમિ આયાતકાર થાય છે. જેમાં વચ્ચેના બંને અને ક્રમિક વિમાન હોય છે. ત્યાર બાદ તેનો પૂર્ણ આકાર ત્રિકોણ બની જાય છે. આ મંદિર બે માળ વાળું બનશે.જેમાં પહેલા માળ પર ભગવાન શ્રી રામનું મંદિર હશે અને બીજા માળ પર ભગવાન શ્રી રામનો રામદરબાર હશે. જ્યાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીની મૂર્તિ મુકવામાં આવશે. ટૂંકમાં આ મંદિર ભારતમાં ખુબ જ અદ્દભુત રીતે બનવા જઈ રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment