આ વસ્તુ ખાવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક છે, પેટની અંદર જઈને કરે છે આવા ખતરનાક નુકશાન…

આજે અમે તમને જણાવશું કે આપણા સ્વાસ્થ્ય માટે કંઈ કંઈ વસ્તુઓ હાનિકારક બની શકે છે. આજકાલ આપનું જીવન એટલું અસ્તવ્યસ્ત બની ગયું છે કે આપણે આપણું ખાનપાનનું બરોબર ધ્યાન નથી રાખી શકતા. આજના સમયમાં લોકો પોતાના કામના કારણે જે જમવાનું મળે એ ખાઈ લે છે. તેની પાછળ સમય નથી બગાડવા માંગતા. પરંતુ આજે અમે અમુક એવી વસ્તુઓ વિશે જણાવશું જે ભૂલથી પણ આપણે ન કરવી જોઈએ. અમુક એવી વસ્તુઓ હોય છે જેનો આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ પ્રભાવ પડે છે. કેમ કે આજે લોકો અજાણતા આ ખોરાકને લગભગ પસંદ કરતા હોય છે. જે ખરેખર ખુબ જ નુકશાનકારક છે. તો ચાલો જાણીએ એ ખોરાક વિશે.

ભાતને બીજી વાર ગરમ કરીને ખાવા : જો આપણે ભાતને બીજી વાર ગરમ કરીને ખાઈએ તો આપણી સેહ્દ માટે તે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. એટલા માટે બને ત્યાં સુધીએ એ ધ્યાન રાખવું જોઈએ કે બીજી વાર ગરમ કરેલા ભાતનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ. ઘણી વાર વસી ભાતને ગરમ કરીએ ખાવામાં આવે તો પોઈઝન થવાની પણ સંભાવના રહે છે. માટે બીજી વાર ગરમ કરીને ક્યારેય પણ વસી ભાત ન ખાવા જોઈએ. કુત્રિમ રંગો વાળા પદાર્થ : આજકાલ બજારમાં એટલા રંગીન બંધ પેકેટ વાળા સમાન મળે છે જેની ચકાચોંધ જોઇને લોકો આકર્ષિત થઇ જાય છે અને તેનું સેવન કરતા હોય છે. પરંતુ તે બધા રંગીન પેકેટ વાળા ખોરાક આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર કરે છે. કેમ કે તેમાં નમકનું પ્રમાણ અને કુત્રિમ રંગોનો પણ ઉપયોગ કરવમાં આવ્યો છે. જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ નુકશાનકારક હોય છે. માટે પેકેઝીંગ વાળા ફૂલ જો બાળકો ખાતા હોય તો તેને રોકવા જોઈએ, કેમ કે તેના કારણે બાળકોનું કદ વધારે નથી વધતું.

કેક અને આઈસ્ક્રીમ : મિત્રો બજારમાં મળતી કેક અને આઈસ્ક્રીમ ભલે ખાવામાં સ્વાદિષ્ટ લાગે, પરંતુ તેમાં એવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોય છે. એટલા માટે બહાર બજારમાં મળતી કેક અને આઈસ્ક્રીમનું સેવન ન કરવું જોઈએ. બને ત્યાં સુધી પદાર્થનું સેવન કરવું હોય તો તેને ઘર પર જ બનાવીને કરવું જોઈએ.ઇંડા ખાવા : ઇંડા ખાવા પણ આપણા આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. કેમ કે ઇંડા એવી વસ્તુ છે, જે લોકો ખુબ જ શારીરિક શ્રમ અથવા મહેનત કરતા હોય છે તે જ પચાવી શકે છે. પરંતુ જે લોકો શ્રીરિક શ્રમ ઓછો કરતા હોય છે તેમણે ઇંડા બને ત્યાં સુધી ન ખાવા જોઈએ. તેવા લોકોને ઇંડાથી લાભની જગ્યાએ નુકશાન થઇ શકે છે અને સાથે સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ બને છે. એટલા માટે ઇંડા પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.

પોપકોર્ન ખાવા : જો બજારમાં મળતા પોપકોર્ન તમે ખાવ છો તો હવેથી જરા ધ્યાન રાખજો. કેમ કે બજારમાં મળતા પોપકોર્નમાં વધારે પ્રમાણમાં નમકનો ઉપયોગ કરવામાં આવે છે નિમ્ન કક્ષાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. એટલા માટે બને ત્યાં સુધી પોપકોર્ન ઘરે બનાવીને તેનું સેવન કરવું જોઈએ. જે આપણા માટે ફાયદાકારક રહે છે.

ખાલી પેટ ચા અને કોફી પીવી : જો સવારે ખાલી પેટ ચા અથવા કોફી પીવામાં આવે તો આપણા શરીરમાં ગરમી પેદા થાય છે. જે આપણને નુકશાન પહોંચાડે છે. બને ત્યાં સુધી સવારે નાસ્તો કર્યા બાદ જ ચા અથવા કોફીનું સેવન કરવું જોઈએ. જો તેવું શક્ય ન બને તો ચા સાથે કોઈ નાસ્તાનું સેવન કરવું જોઈએ. અથાણું અથવા ચટણીનું વધારે સેવન : અથાણું અને ચટણી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે પરંતુ તેનાથી આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પડે છે. કેમ કે અથાણામાં વધારે પ્રમાણમાં નમક હોય છે. જેનાથી ભવિષ્યમાં આપણું બ્લડ પ્રેશર વધવાની સંભાવના રહે છે. માટે આથાનું અને ચટણીનું સેવન અલ્પ માત્રામાં કરવું જોઈએ.

પરંતુ અંતમાં એટલું જ જણાવીશ કે બને ત્યાં સુધી પ્રાકૃતિક ખોરાકનો ઉપયોગ કરો. જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. કેમ કે આજના સમયમાં લોકો બહાર ખોરાક ખાઈને ભવિષ્યને બગાડી રહ્યા છે. એટલા માટે બને ત્યાં સુધી સાદો ખોરાક અપનાવો અને પ્રાકૃતિક ખોરાકનું સેવન વધારી કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment