દિવાળી પર ફરવા જવા માટે છે ઉત્તમ….ગુજરાતમાં આવેલા આ રહસ્યમય સ્થળો… જેના વિશે તમે અને બાળકો નહિ જાણતા હોય.

😎 ગુજરાતના રહસ્યમય સ્થળો કે જ્યાં વેકેશન દરમિયાન ફરવાની ખુબ જ મજા પડી જશે..😎

તમે જાણો છો આપણા ગુજરાતની આ ચમત્કારી જગ્યાઓ વિશે. તે જગ્યાઓ વિશે વૈજ્ઞાનિકો પણ હજી સુધી શોધી નથી શક્યા. ગુજરાત રાજ્ય એક વિશેષ અને ભૌગોલિક જગ્યાઓ માટે પુરા વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા સ્થાનો એવા છે કે ત્યાંના રહસ્યો વિષે વૈજ્ઞાનિકો માટે જાણી શક્યા નથી.  પણ વૈજ્ઞાનિકો પોત પોતાની રાય આપ્યા કરે પણ લોકો તેની પાછળ ઈશ્વરીય શક્તિને જ મહત્વ આપે છે. કેમ કે તેની પાછલ ઘણી બધી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે.

આવો જાણીએ ગુજરાતની એવી રહસ્ય મય જગ્યાઓ વિશે.

👨‍👩‍👦‍👦   જુલતા મિનારા : સિદ્દી બશીર મસ્જિદ જે અમદાવાદમાં આવેલી છે તે તેના દરવાજા પર બે મોટા મોટા મિનારા છે. તેને જુલતા  મિનારા કહેવામાં આવે છે. અને તેને જુલતા મિનારા કહેવાનું કારણ એ છે કે તે કોઈ પણ એક મિનારને હલાવવામાં આવે તો બીજો મિનારો પણ આપમેળે હલવા લાગે છે. એટલે મસ્જિદના બંને મિનારાને જુલતા મિનારા કહેવામાં આવે છે.

આ શિલ્પ કામ અત્યારના આધુનિક યુગમાં પણ એન્જિનિયરો અને આર્કિટેક્ચરો તેની ખાસિયત શોધી નથી શક્યા. અને તેનું રહસ્ય હજી પણ અકબંધ છે. એટલું જ મિનારાનું રહસ્ય જાણવા માટે અંગ્રેજ શાસનકાળ દરમિયાન બ્રિટનથી આર્કીટેક્ચરને બોલાવવામાં આવ્યા હતા. અને તેની આજુ બાજુમાં ખોદકામ પણ કરવામાં આવ્યું હતું. પણ તે બધી કોશિશ બેકાર રહી હતી.

👨‍👩‍👦‍👦  તુલસી શ્યામ : વિશ્વવિખ્યાત ગુજરાતનું ગીર જંગલ અને તેના સિંહો પણ પુરા વિશ્વમાં વખણાય છે. ત્યાં પણ એક અદ્દભુત અને ખુબ જ સરસ કુદરતની ગોદમાં આવેલી જગ્યા છે.  ત્યાંની યાત્રા દરમિયાન તેની રહસ્ય મય વિશેષતાઓ જાણવા મળે છે. તુલસી શ્યામમાં પહેલા તો ત્યાં આવેલા ગરમ પાણીના કુંડ માટે જ ખુબ જાણીતું હતું. પણ હવે તેની સાથે એક નવું રહસ્ય જોડાઈ ગયું  છે. તુલસીશ્યામથી માત્ર ત્રણ કિલોમીટર આગળ એક ઢાળ વાળી સડક છે.

તે રોડની ખાસિયત એ છે કે તે ઢાળ પર તમે તમારી ગાડી બંધ કરીને ચડતા ઢાળ વચ્ચે ઉભી રાખી દેશો તો તે ગાડી નીચે આવવાને બદલે ઉપરની બાજુ ચડે છે. અને તે ઢાળ પર જો પાણી ઢોળવામાં આવે તો તે પણ  નીચે આવવાની બદલે ઉપરની બાજુ ચડે છે. અને અત્યારે તે સડક એટલી પ્રખ્યાત છે કે ત્યાં અત્યારે પ્રવાસીઓ ખુબ જ પ્રમાણમાં ફરવા માટે અને તેનું રહસ્ય જાણવા માટે આવે છે.

👨‍👩‍👦‍👦 ત્રીજું તેવું સ્થાન છે કાળો ડુંગર. કાળો ડુંગરએ કચ્છનો સૌથી ઉંચો વિસ્તાર છે. તે જગ્યા પણ રહસ્યથી ભરેલ છે. ત્યાં ડુંગર તરફ  નીકળતી સડકની ખાસિયત એવી છે કે ઢાળથી નીચે ઉતરતી વખતે અચાનક જ ગતિ વધી જાય છે.

એટલું જ નહિ પરંતુ કોઈ ગાડી ઢાળ ચડતી હોય તો તે પણ ગાડીની સ્પીડ આપમેળે વધી જાય છે. આમ તો ઢાળ ચડતા સમયે ખુબ જ તકલીફ થતી હોય છે પણ આ જગ્યાનો કંઈક અલગ જ અંદાજ છે.

👨‍👩‍👦‍👦 નગારીયો પથ્થર : જૂનાગઢમાં આવેલ પવિત્ર ગીરનાર પર્વતની બાજુમાં જ દાતાર નામનો પર્વત આવેલો છે. ત્યાં તે પર્વત પર એક ખુબ જ મોટો પથ્થર છે. તેનું નામ છે નગારીયો પથ્થર છે. તેની વિશેષતા એ છે કે ત્યાં આપણે હાથ વડે તે પથ્થર પર ટકોરા કરીએ તો તેમાંથી નગારાના નાદ જેવો અવાજ આવે છે. અને તે જગ્યા પર શ્રદ્ધાળુ ખુબ જ આસ્થા સાથે ત્યાં જાય છે.

👨‍👩‍👦‍👦 પાંચમું સ્થાન છે તુલસીશ્યામ કુંડ. આગળ આપણે જોયું તેમ ત્યાં ગરમ પાણીના કુંડ પણ છે. ત્યાંનો આ કુંડ પણ એક ખાસ વિશેષતા ધરાવે છે. આ તીર્થ ધામ કુદરતી સોંદર્ય અને અને ત્યાંના વાતાવરણને લીધે પ્રખ્યાત માનવામાં આવે છે.

તે કુંડની ખાસિયત એ છે કે, કુંડનું પાણી  ક્યારેય ખાલી થતું નથી અને ક્યારેય તેમાં પાણી ભરવામાં પણ નથી આવતું તો પણ તે કુંડ ભરેલો જ રહે છે. અને તેમાં ભરેલું પાણી પણ ત્રણેય ઋતુ દરમિયાન ગરમ જ રહે છે. તે સ્થળની સાથે ભગવાન વિષ્ણુ સાથેની કથા જોડાયેલી છે. તેવી લોક માન્યતા છે.

👨‍👩‍👦‍👦 છઠું સ્થાન છે ટુંવા ટીંબા. ગોધરાથી લગભગ 15 કિલોમીટર દુર ટુંવા ટીંબા નામનું એક પ્રવાસ સ્થળ છે. અને તે સ્થળ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં પણ ગરમ પાણીના કુંડ છે. અને તે પાણીમાં સ્નાન કરવાનું કંઈક આગવું મહત્વ છે.

પૌરાણિક કથા અનુસાર પાંડવો અને ભગવાન શ્રી રામે પણ આ સ્થાનની મુલાકાત લીધેલી હતી. અને એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામે સંત સુરદાસ ના માટે તીરથી  તે જમીનને ભેદી નાખી હતી. અને તેમાંથી ગરમ પાણીનો સ્ત્રોત કાઢ્યો હતો. તેવી લોક માન્યતા છે.

👨‍👩‍👦‍👦 જાદુઈ પથ્થર . અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના કારીયાના ગામે એક પહાડ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં એવા ઘણા બધા પથ્થર છે. જેને તમે ટકોરા મારો તો જલાર જેવો જાણકાર આવે છે. તે પર્વત પર ગ્રેનાઈટ પથ્થર ખુબ જ છે. આજ સુધી તે પથ્થરોનું રહસ્ય કોઈ શોધી શક્યું નથી.

તે પથ્થરો સાથે એક ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે,  કે પ્રાચીન સમયમાં ત્યાં એક વાર ભગવાન સ્વામીનારાયણ આવ્યા હતા. અને તેવું કહેવાય છે કે પૂજા અર્ચનાના સમયે ત્યાં ના પથ્થરોનો ઉપયોગ ઘંટ અને જાલાર માટે કર્યો હતો એટલા માટે ત્યાના પથ્થરમાં નાદ નીકળે છે.

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ

1 thought on “દિવાળી પર ફરવા જવા માટે છે ઉત્તમ….ગુજરાતમાં આવેલા આ રહસ્યમય સ્થળો… જેના વિશે તમે અને બાળકો નહિ જાણતા હોય.”

Leave a Comment