લગ્ન સમયે કન્યાને આ કારણે પહેરવવામાં આવે છે નથ, જાણો તે પાછળ રહેલું સિક્રેટ કારણ.

લગ્ન સમયે તમે જોયું હશે કે છોકરીઓ નથ પહેરે છે અને આ એવી પરંપરા છે જે સદીઓથી ચાલી ચાલતી આવે છે. પરંતુ આજકાલ નથમાં જોવા મળતી નવી-નવી વેરાયટીને લીધે આપણે એવું માનીએ છીએ કે આજકાલની છોકરીઓ માટે ફેશનને લીધે નથ પહેરે છે. પરંતુ તેવું નથી. આ નથ પહેરવા પાછળ એક ખાસ કારણ રહેલું છે. છોકરીઓ લગ્ન સમયે નથ પહેરવાનું પસંદ કરે છે તેની પાછળનું સાચું કારણ આ લેખમાં જાણો. તો વાંચો આ લેખને અંત સુધી.

આજે નથ પહેરવી એક ફેશને બની ગઈ છે. આજના સમયમાં તમને બજારમાં ઘણા પ્રકારની  લગ્નની નથ જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં લગ્ન સમયે છોકરીઓ નથ કેમ પહેરે છે ? તેનું કારણ એ છે કે ભારતીય પરંપરામાં નથને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ નથમાં ઘણા આકારો, શૈલીઓ અને રંગો જોવા મળે છે. આ સિવાય ભારતમાં ઉત્તરથી દક્ષિણ તરફ નથ પહેરવાનો રિવાજ છે. દક્ષિણ ભારતીય પરંપરામાં પણ છોકરીઓ લગ્ન સમયે નાકની જમણી બાજુ નથ પહેરે છે. જ્યારે ઉત્તર ભારતમાં છોકરીઓ નાકની ડાબી બાજુ નથ પહેરે છે.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે નથ ફક્ત ફેશન માટે જ પહેરવામાં નથી આવતી. પરંતુ તે પહેરવા પાછળનું ધાર્મિક અને આરોગ્ય એવા બે કારણો રહેલા છે. નથ પહેરવા પાછળ ધાર્મિક મહત્વ છે, તેમજ નથ પહેરવાથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. હિન્દુ પરંપરા અનુસાર, છોકરીઓ તેમના લગ્નના દિવસે જ નથ પહેરે છે. એવું કહેવામાં આવે છે કે નથ પહેરેલી છોકરીઓ માતા પાર્વતીનો આદર દર્શાવે છે. જ્યારે આયુર્વેદમાં એવું કહેવામા આવ્યું છે કે નથ પહેરવા પાછળનું કારણ એ છે કે સ્ત્રીઓ નાકના મોટા ભાગમાં જ્યાં તેઓ નાકની જમણી કે ડાબી બાજુએ પહેરે છે, ત્યાંના છિદ્રો દ્વારા માસિક સમસ્યાઓથી રાહત મળે છે. લગ્ન સમયે કેટલીક છોકરીઓ સોનાની વીંટી પહેરે છે. જો કે, ચાંદીની  વીંટી પહેરવાની પ્રથા પણ છે. બીજી તરફ, આ દિવસોમાં કૃત્રિમ નથ પણ લગ્નમાં છોકરીઓ પહેરે છે. પરંતુ આયુર્વેદમાં સોના અને ચાંદીના આભૂષણને સારા માનવામાં આવ્યા છે. સોનાનો શરીરને સ્પર્શ થવાથી અનેક રોગોથી છૂટકારો મળે છે.

તો નાકમાં નથ પહેરવી તે ખુબ જ શુભ પણ માનવામાં આવે છે અને સ્વાથ્ય માટે લાભકારક પણ છે. સ્ત્રીઓ નથ પહેરે તેનાથી તેને ખાસ માસિક ધર્મમાં જે સમસ્યા થાય છે તેમાંથી રાહત મળે છે. કેમ કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને તણાવ અને શારીરિક સમસ્યાઓ થતી હોય છે. પરંતુ સોનું આપણા શરીરમાં ઉર્જા ભરે છે. માટે સોનાની નથ પહેરવાથી સ્ત્રીઓને ઘણા ફાયદા થાય છે. તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment