એક દીકરી શોધી રહી છે પોતાની માં માટે એક સંસ્કારી પતિ….   શરત રાખી છે સાવ સરળ.

એક દીકરી શોધી રહી છે પોતાની માં માટે એક સંસ્કારી પતિ…. શરત રાખી છે સાવ સરળ.

પહેલા તો આટલું જાણીને તમને આશ્ચર્ય થયું જ હશે અને નવાઈ પણ લાગી હશે, કે આવું કેમ બની શકે ? પરંતુ આ વાત એકદમ સાચી છે. પરંતુ જો તમે આ વાત પાછળની હકીકત જાણશો તો તમે પણ જરૂરથી સહયોગ આપશો. માટે જાણો આખી વિગત આ લેખમાં.

સોશિયલ મીડિયાના વધતા જતાં પ્રભાવથી આખી દુનિયા થોડા જ સમયમાં નજીક આવી જાય છે. ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય તેનો જવાબ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ સરળતાથી મળી જય છે. કોઈને કોઈ માહિતીની જરૂરી હોય તો તેના માટે તમને સોશિયલ મીડિયા પર ત્વરિત તેના જવાબો પણ મળી જાય છે. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક ખુબ જ અલગ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 24 વર્ષીય યુવતી તેની માતા માટે યોગ્ય પતિની શોધ કરી રહી છે. આટલું જ નહીં, યુવતીએ તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી છે. જેના પર લોકોએ ઘણી મજેદાર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો જાણીએ કે દીકરીની માં માટે કેવા વરરાજાની જરૂર છે.

વરરાજામાં હોવી જોઈએ આ લાક્ષણિકતાઓ : સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરનાર આ છોકરીનું નામ આસ્થા વર્મા છે. માતા માટે વરરાજા શોધતી આસ્થા વર્માએ તેના ટ્વિટર એકાઉન્ટ પર ગ્રૂમ હન્ટિંગ નામના હેશટેગ હેઠળ ટ્વીટ કર્યું છે અને તેમાં આસ્થાએ લખ્યું કે, “હું મારી માતા માટે 50 વર્ષના વરરાજાની શોધ કરું છું. તે શાકાહારી હોવો જોઈએ અને કોઈ પણ વ્યસન ન હોવું જોઈએ. તેમજ નાણાંકીય રીતે સમૃદ્ધ વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે. આટલું જ નહીં, આસ્થાએ આ બધી બાબતો લખતી વખતે તેની માતા સાથે એક તસ્વીર પણ શેર કરી છે. હવે લોકો માતા અને પુત્રીના આ હિંમતવાન કાર્યની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.”

આસ્થ વર્મા “મારી માતા માટે 50 વર્ષના ઉદાર માણસની શોધ કરી રહી છું, તે શાકાહારી, કોઈપણ વ્યસન ન હોય, તેમજ સારી રીતે સ્થાપિત હોય.”

આમ માતા માટે પતિ અને પોતાના માટે સારા પિતાની માંગ કરતી આસ્થાની આ પોસ્ટ પર લોકો પોતાની ઘણી ટિપ્પણી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. જ્યારે આસ્થા વર્માને મેટ્રિમોનિયલ વેબસાઇટ્સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, તેણે ટ્વિટરથી લઈને શાદી ડોટ કોમ સુધી બધું જ અજમાવ્યું હતું. પરંતુ તેને આ કાર્યમાં કોઈ સફળતા ન મળી.

આસ્થાએ ટ્વિટર પર લખ્યું, “મેં બધા પ્રયાસ કર્યા, પરંતુ હું નિષ્ફળ રહી. મેં લાંબા સમય સુધી કોઈ દખલગીરી કરી ન હતી. પરંતુ હું તેમની ખુશી માટે આમ કરી શકું છું, અને હું ત્યાં મારી આ વાત રજૂ કરી શકું છું, જ્યાં લોકો મારી વાતને સાંભળી શકે.”

આસ્થાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ અંગે તેમણે 31 ઑક્ટોબરના રોજ ટ્વીટ કર્યું હતું. તેના ટ્વીટ પર અત્યાર સુધીમાં લગભગ 31 હજાર લાઈક્સ અને 7 હજારથી વધુ રી-ટ્વીટ્સ આવી છે. સોશિયલ મીડિયા પર લોકોએ આસ્થાની ખુબ જ પ્રશંસા કરી અને તેમણે ઘણી શુભકામનાઓ આપી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment