આ છે દુનિયાના સૌથી ભયંકર નશો, કોઈ પણ વ્યક્તિને નષ્ટ કરી નાખે છે. જાણો એ કયો નશો છે?

આમ જોઈએ તો આખી દુનિયામાં કોઈ પણ પ્રકારનો નશો હોય, આલ્કોહોલનો હોય કે પછી કોઈ અન્ય નશો હોય, તે નુકશાનકારક જ હોય છે. તો આજે અમે તમને આ લેખમાં એક એવા વ્યસન વિશે જણાવશું, જે માણસની જિંદગીને ખરાબ તો કરે જ છે, સાથે સાથે તે સૌથી ખતરનાક વ્યસન માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી.

તમને જણાવી દઈએ કે, તમે બાળપણમાં સાંભળ્યું કે, નશો કરવો એ ખરાબ વાત છે. પરંતુ આ પરંતુ આજના સમયમાં આ વ્યખ્યા બદલી ગઈ છે, ‘નશો કરવો ખરાબ વાત નથી, પરંતુ નશાની લત પકડવી ખરાબ વાત છે.’ તો તેવામાં નશો કરવો ખુબ જ ઘાતક વાત છે, અને તમારા જીવનને નર્ક બનાવી દે છે. પરંતુ તેમ છતાં એક એવો સવાલ ઉઠે છે કે, દુનિયામાં ક્યો એવો નશો છે જે સૌથી વધારે ખરાબ અને નુકશાનકારક છે. તો ચાલો જાણીએ સૌથી ખરબ નશા વિશે.

હેરોઈન : તમને જણાવી દઈએ કે, હેરોઈનનું વ્યસન વધુ વ્યસન કરાવતો નશો છે. તેના વિશે તમને જણાવી દઈએ કે હેરોઈન જેવું આપણા શરીરની અંદર જતાની સાથે જ મસ્તિષ્કમાં ડોપામાઈન (હોર્મોન) નું સ્તર 200% સુધી પહોંચી જાય છે. અન્ય વ્યસન કરતા હેરોઈન એટલું ખતરનાક છે કે વધારે પ્રમાણમાં તેનો નશો કરવામાં આવે તો વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે.નિકોટીન : મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે નિકોટીન તમાકુ અને સિગારેટમાં જોવા મળે છે. તેનું સેવન પણ ખુબ જ પ્રમાણમાં કરવામાં આવે છે. નિકોટીનના નશાની લતથી ઘણા લોકો પ્રભાવિત છે. નિકોટીન આપણા ફેફસા અને મસ્તિષ્ક પર ખુબ જ ખરબ પ્રભાવ પાડે છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં અનુમાનિત લગભગ 100 કરોડ લોકો નિકોટીનનું સેવન કરે છે. તેવામાં નિકોટીનનું સેવન કરવાથી મસ્તિષ્કનો ડોપામાઈન સ્તર 25% થી 40% સુધીનું વધી જાય છે.

બાર્બીચૂરેટ્સ (ઊંઘની ગોળી) : તમને જણાવી દઈએ કે બાર્બીચૂરેટ્સ એક ઊંઘની ગોળી છે, જેને બ્લુ બુલેટ્સ, ગોરીલ્લાઝ, નેંબીઝ, બાર્બ્સ અથવા તો પિંક લેડીઝના નામથી પણ ઓળખવામાં આવે છે. આમ તો ઘણી વાર તેનો ઉપયોગ દુઃખ અથવા તો ટેન્શનને દુર કરીને ઊંઘ સારી આવે તેના માટે કરવામાં આવે છે. તેમજ મેડિકલ ઈલાજ માટે પણ તેનો ઉપયોગ થાય છે. પરંતુ જો બાર્બીચૂરેટ્સને ઊંઘ લાવવા માટે રોજ ઉપયોગમાં લેવામાં આવે તો એક પ્રકારનો નશો બની જાય છે અને તેની આડઅસર આપણા શરીર પર પડે છે. બાર્બીચૂરેટ્સના નશાની લત આપણા મસ્તિષ્ક પર ખુબ જ ખરાબ પ્રભાવ પાડે છે અને તેનું વધારે સેવન કરવામાં આવે તો વ્યક્તિ જીવ પણ ગુમાવી શકે છે.કોકેઇન : તમને જણાવી દઈએ કે કોકેઇનનો નશો આ દુનિયામાં ત્રીજો સૌથી વધારે આદત વાળો નશો છે. તમને જણાવી દઈએ કે તેના પર કરવામાં આવેલા એક પ્રયોગમાં જાણવા મળ્યું છે કે કોકેઇન ડોપામાઈનના સ્તરને લગભગ 3 ગણા કરતા પણ વધારે છે. તો તેવામાં કોકેઇનનું સેવન કરતા લોકો તેના ખુબ જ આદિ બની જાય છે, અને તેનું જીવન કોકેઇન પર જ નિર્ભર થઈ જાય છે. કોકેઇનની લતથી છુટકારો મેળવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે. આખી દુનિયાભરમાં અનુમાન અનુસાર લગભગ 1 કરોડથી 2 કરોડ લોકો કોકેઇનનું સેવન કરે છે.

આલ્કોહોલ : આલ્કોહોલ દુનિયાનો બીજો એવો નશો જેના સૌથી વધુ આદીઓ જેવા મળે છે. આલ્કોહોલનું સેવન કરવાથી મસ્તિષ્કમાં ડોપામાઈન સ્તર 40% થી 50% સુધી વધી જાય છે. જે આપણા દિમાગ અને શરીર બંનેને ખુબ જ નુકશાન પહોંચાડે છે.

Leave a Comment