જાણો આ પ્રખ્યાત અભિનેતા પોતાની ૯૦ ટકા સંપત્તિ દાન કરી એક સામાન્ય માણસની જિંદગી જીવે છે.. જુઓ તેના ફોટોસ

💁જાણો આ પ્રખ્યાત અભિનેતા પોતાની ૯૦ ટકા સંપત્તિ દાન કરી એક સામાન્ય માણસની જિંદગી જીવે છે.. 💁

🧔 મિત્રો તમે બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓની મલ્ટી આવકથી પરિચિત જ હશો. તેમજ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોનો મળતા પૈસા કરોડોમાં હોય છે. તમે હમેંશા એવું જ વિચારતા હશો અથવા તો તમારા મનમાં એવું જ ચલચિત્ર ઉભું થતું હશે કે  તેઓ ખુબ જ લકઝુરિયસ લાઈફ જીવતા હોય છે. પરંતુ આજે અમે જે અભિનેતા વિશે જણાવશું જેમણે આ વાતને ખોટી સાબિત કરી છે.

🧔 મિત્રો અભિનેતા કે બોલીવુડના કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા કરાયેલું દાન એક સારો પ્રચાર બની શકે છે પરંતુ મિત્રો ખરેખર તેમણે  કરેલું દાન ભારત અને સમાજ પર એક મજબૂત પ્રભાવ પાડે છે. તે જ વાતનું એક ખુબ સારું ઉદાહરણ છે બોલીવુડમાં, પોતાના ડાયલોગ અને બોલવાની આગવી શૈલીથી પ્રખ્યાત એવા અભિનેતા નાના પાટેકર. હા મિત્રો અમુક ફિલ્માં ભલે ગમે તેટલા પૈસાવાળા ધનવાનનો અભિનય કરેલો હોય પરંતુ હકીકતમાં તે પોતાની મોટાભાગની સંપતિ દાનમાં આપીને સામાન્ય જીવન જીવે છે.

🧔 મિત્રો તમને જાણીને ખુશી થશે કે નાના પાટેકર પોતાની સંપત્તિમાંથી ૯૦% સંપત્તિનું દાન કરે છે. મિત્રો બોલીવુડની ઘણી પ્રખ્યાત વ્યક્તિઓ આવા દાનના કાર્યો કરે છે પરંતુ તે તેમનો એટલો જ પ્રચાર પણ કરે છે. તેમના ફોટોશૂટ કરીને લોન્ચ કરે છે. પરંતુ નાના પાટેકર એક એવા અભિનેતા છે જે લોકોનું જીવન સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે.

🧔 નાના પાટેકર બોલીવુડની દુનિયામાં ખુબ સારી આવક મેળવે છે. પરંતુ તેમનો કોઈ અન્ય બોલીવુડની વ્યક્તિની જેમ મોટો કરોડોનો બંગલો નથી. તે પોતાની માતા સાથે મુંબઈમાં માત્ર 1 bhk ફ્લેટમાં રહે છે. નાના પાટેકર ઘણા સમયથી ગરીબોની સેવા કરે છે. પોતે કમાયેલા પૈસાના ૯૦% પૈસાનું દાન કરી દે છે.


🧔 નાના પાટેકરની આવકનો વધારે પડતો ભાગ મહારાષ્ટ્રમાં સૂકા પ્રદેશમાં જાય ખેડૂતોને પાણી ન હોવાથી ગરીબી ભોગવવી પડતી હોય છે તેમની મદદ માટે ત્યાં પૈસા મોકલાય છે. નાના પાટેકરની માનવતાએ ઘણા લોકોના દિલ જીત્યા છે અને આશા રાખીએ કે આગળ પણ નાના પાટેકર આ જ રીતે ગરીબો માટે સારા કાર્યો કરતા રહે.

🧔 મિત્રો નાના પાટેકર એક ઉમદા અભિનેતા છે. તેમણે પોતાના અભિનય કૌશલ્યથી લોકોને દંગ કરી દીધા છે. પરંતુ તેમના જીવનના બીજા પહેલુથી લોકો અજાણ છે. તેમણે અહીં સુધી પહોંચવા માટે અનેક સંઘર્ષો કરેલા છે. આટલી આવક માત્ર પાંચ લાઈનો બોલવાથી નથી મળી તેમણે આ આવક મેળવવા પાછળ ખુબ પ્રયત્નો કરેલા છે. એક સમય એવો પણ હતો તેમના જીવનમાં કે તેમણે ફિલ્મના પોસ્ટર બનાવી પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. તે સંઘર્ષો બાદ મળેલી આવકના ૯૦ % દાનમાં આપે છે. તો તે માત્ર ફિલ્મમાં જ નહિ પરંતુ હકીકતમાં પણ એક ખુબ સારા અને માનવતાવાદી અભિનેતા સાબિત થાય છે.

🧔 મિત્રો આપણે એવા અભિનેતાની વાત કરી કે જેણે માત્ર નવ વર્ષની ઉમરે નોકરી કરવાનું ચાલુ કર્યું અને તેમને ત્યારે મહિનાના ૩૬ રૂપિયામાં મળતા અને એક ટાઈમનું જમવાનું મળતું. મિત્રો આપણે આપણા પગારમાંથી હજાર  રૂપિયા દાન કરવાની વાત આવે તો સંકોચમાં પડી જતા હોઈએ છીએ જ્યારે નાના પાટેકર પાસે પણ એક એવો વિકલ્પ છે કે તે તેમને મળેલા પૈસાથી એશો આરામની અને આલીશાન જીંદગી જીવે પરંતુ તેમણે લોકોની મદદ કરવાનું વિચાર્યું અને પોતાની આવકના ૯૦ % પૈસા દાનમાં આપ્યા અને એક માણસાઈનું કાર્ય કરે છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment