પ્રેગ્નેન્સી દરમિયાન આ 5 વસ્તુઓ ક્યારેય પણ ન ખાવી, નહિ તો થશે જીવનભર અફસોસ.  

પ્રેગ્નેન્સી દરમિયાન આ 5 વસ્તુઓ ક્યારેય પણ ન ખાવી, નહિ તો થશે જીવનભર અફસોસ.  

આપણે ગર્ભાવસ્થા દરમિયાન ઘણી વસ્તુઓ ખાવી જોઈએ અને ઘણી વસ્તુઓ ન પણ ખાવી જોઈએ. એવું આપણાં વડીલો કહેતા હોય છે. પરંતુ ઘણીવાર આપણને આપણી ભાવતી વસ્તુ સામે આવી જાય ત્યારે ખાવાનું મન થઈ જાય છે અને આપણે તે વસ્તુ ખાઈ લઈએ છીએ. પણ ઘણીવાર આપણી આ ભૂલ જીવનભર પણ નડી શકે છે. ત્યારે આપણાં હાથમાં માત્ર પસ્તાવો જ આવે છે. તો શું તમે પણ પ્રેગ્નેન્સીમાં આ પ્રશ્નથી મૂંઝવણ અનુભવો છો. તો આજે જ આ લેખને વાંચો અને આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી વિશે.

ગર્ભાવસ્થામાં કેટલીક મહિલાઓને ખબર પણ નથી હોતી અને તેઓ ખોટી વસ્તુઓનું સેવન કરી નાખતી હોય છે. પરંતુ એ બ્બતનું ધ્યાન ન રાખવામાં આવે તો તેનાથી ગેરલાભ થાય છે. તેથી, કંઈ પણ ખાતા પહેલા તેના વિશે જાણવું ખુબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કોઈપણ મહિલા માટે ગર્ભાવસ્થા દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અને આહાર વિશે જાગૃત રહેવું ખુબ જરૂરી હોય છે. તમારી એક ભૂલ તમારા અને તમારા બાળક માટે જોખમી બની શકે છે. તો આજે અમે તમને જણાવીએ કે ગર્ભાવસ્થા દરમિયાન તમારે કંઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

સૌથી પહેલા છે કાચું પપૈયું : આમ જોઈએ તો પપૈયું એ સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તેનો ભય વધુ હોય છે. પપૈયાની પ્રકૃતિ એ ગરમ પ્રકારની છે. આથી સગર્ભાવસ્થામાં તેને ખાવા પર પ્રતિબંધ છે. જેનું કારણ ગર્ભાવસ્થામાં પપૈયા ખાવાથી કસુવાવડ થવાનું જોખમ વધુ રહેલું છે.

ત્યાર બાદ છે શરાબ/આલ્કોહોલ : આ વિશે આગળ વાત કરીએ તો અમેરિકન કોલેજ ઓફ ઓબ્સટ્રીશિયન અને ગાયનેકોલોજિસ્ટ્સ અને અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના સંશોધકોએ જણાવ્યુ છે કે શરાબમાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જે ગર્ભમાં વિકાસ પામી રહેલા બાળકના વિકાસને અસર કરી શકે છે. નિષ્ણાંતો એ એવો પણ દાવો કર્યો છે કે ગર્ભાવસ્થા દરમિયાન શરાબનું એક ટીપું પણ બાળકને અસર કરી શકે છે.

વધારે પડતું મીઠું : આ સિવાય મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતા મીઠાનું સેવન પણ ન કરવું જોઈએ. જોકે સામાન્ય રીતે, ડોક્ટરો ઓછું મીઠું ખાવાની જ ભલામણ કરે છે. કારણ કે તેનાથી હાર્ટના રોગોનું જોખમ વધી જાય છે. પરંતુ સગર્ભાવસ્થામાં બ્લડ પ્રેશર જ નહીં, પણ ચહેરો, હાથ, પગ વગેરેમાં પણ સોજા આવી શકે છે.

ત્યાર બાદ ચાઇનીઝ ફૂડ : ચાઇનીઝ ફૂડમાં મોટાભાગે એમએસજી હોય છે. એટલે કે મોનો સોડિયમ ગમલેટ હોય છે. જે ફીટસના વિકાસ માટે હાનિકારક છે અને આ કારણે ઘણી વખત જન્મ પછી પણ બાળકમાં ખામી આવી શકે તેવી સંભાવના થાય છે. ચાઇનીઝ ફ્રૂડમાં રહેલ સોયા સોસમાં ખુબ જ માત્રામાં મીઠું હોય છે. જે હાઈ બ્લડ પ્રેશરનું કારણ પણ બની શકે છે. આથી સગર્ભા સ્ત્રી માટે ચાઈનીઝ ફૂડ ખુબ જ જોખમી છે.

કાચું ઈંડું : આ વિશે વધુ વાત કરીએ તો તમે ઘણી વખત જીમમાં જતા લોકોને કાચા ઇંડા ખાતા જોયા હશે. પરંતુ શું તમે એ જાણો છો કે ગર્ભાવસ્થામાં તેનું સેવન કરવાથી તેની ઘણી વિપરીત અસરો થઈ શકે છે. ખરેખર, ઇંડામાં સાલમોનેલા બેક્ટેરિયમ હોય છે. જેના કારણે ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેથી, આ બેક્ટેરિયાને લીધે તે ફૂડ પોઇઝનિંગનો શિકાર બની શકે છે. માટે સગર્ભા સ્ત્રીઓએ ક્યારેય પણ કાચું ઈંડું ન ખાવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Leave a Comment