બોલીવુડના આ સેલિબ્રિટીઓ હતી ટીકટોકમાં ખુબ જ એક્ટીવ, જાણો કોના હતા કેટલા ફોલોવર્સ.

મિત્રો, અત્યારે ટીકટોક આ નામ સાંભળીને લગભગ દેશના દરેક વ્યક્તિને ગુસ્સો આવે છે. કેમ કે આ એપ એક ચાઇનીઝ એપ છે. તો બીજી તરફ એવો વિચાર આવે કે, લોકો ટીકટોક પછાળ આટલા બધા પાગલ શા માટે બની ગયા ? તેઓ આસપાસની દુનિયાને પણ ભૂલી જાય છે. પરંતુ એકંદરે ભારતમાં ટીકટોક બંધ થઈ ગયું એ ખુબ જ સારી વાત છે.

જેમ કે તમે જાણો છો ભારત સરકારે ચાઈનાની 59 જેટલી એપ પર ભારતમાં બેન લગાવ્યો છે. તેથી લોકો બને તેમ વહેલી તકે પોતાના મોબાઈલ માંથી આ એપ ડીલીટ કરી રહ્યા છે.  કારણ કે આ એપ પર હવે સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગી ગયો છે. ચાઈનાની એપમાં ટીકટોક, યુસી બ્રાઉઝર, જેવી એપ પણ સામેલ છે. ટીકટોક એ એક વિડીયો શેરિંગ એપ છે. જ્યારે ટીકટોકના ભારતમાં ખુબ વધુ ઉપભોક્તા છે. ભારતમાં ઘણા લોકો પોતાનો ઘણો સમય ટીકટોકમાં વિતાવતા હતા. ટૂંકમાં સમયની બરબાદી કરતા હતા.

આ સિવાય ટીકટોક એ વિડીયો શેરિંગ સિવાય મનોરંજન માટેનું ખુબ સારું ઓપ્શન છે. સામાન્ય લોકોથી માંડીને બોલીવુડના ઘણા સ્ટાર પણ ટીકટોક પર પોતાના ઘણા ફોલોવર્સ ધરાવે છે. આમ બોલીવુડ સ્ટાર પોતાના વિડીયો શેર કરીને ટીકટોક પર એક્ટીવ રહે છે. આમ ટીકટોક એ તેમના માટે એક પ્રકારનું ફ્રેન્ડસનું કામ કરે છે. ઘણા સ્ટારના તો ટીકટોક પર મિલિયનથી વધુ ફોલોવર્સ છે. તેમજ તેઓ પોતાના વિડીયો દ્વારા જાહેરાત પણ કરે છે. તો શું તમે જાણવા માંગો છો કે, ટીકટોક પર બોલીવુડના કેટલા ફોલોવર્સ છે. તેમજ બોલીવુડના કેટલા સ્ટાર ટીકટોક પર એક્ટીવ છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

શિલ્પા શેટ્ટી : શિલ્પા શેટ્ટી બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે. પોતાના વિડીયો દ્વારા તે ઘણી વાર ચર્ચામાં રહે છે. શિલ્પા શેટ્ટીના ટીકટોક પર 19.6 મિલિયન એટલે કે 96 લાખ જેટલા ફોલોવર્સ છે. જ્યારે શિલ્પા એ લોકડાઉનમાં પણ પોતાના ઘણા વિડીયો શેર કર્યા હતા. શિલ્પા શેટ્ટી પોતાના ટીકટોકના વિડીયોને લઈને ઘણી વાર ચર્ચામાં પણ આવી ગઈ છે.

રીતેશ દેશમુખ : રીતેશ દેશમુખ એક એવો અભિનેતા છે, જેના ટીકટોક પર ઘણા ફ્રેન્ડસ છે. તેના ટીકટોક પર લગભગ 1 કરોડ 59 લાખ ફોલોવર્સ છે. તે ટીકટોક પર પોતાના ઘણા ફની વિડીયો દ્વારા ચર્ચામાં રહે છે. પરંતુ હવે ભારતમાં ટીકટોક બંધ છે.

ઉર્વર્શી રોતેલા : ટીકટોક પર ઉર્વર્શી રોતેલાના લગભગ 8 મિલિયન જેટલા ફોલોવર્સ છે. એટલે કે 80 લાખ ફોલોવર્સ છે. તે instagram પર ઘણી સફળ રહેલી એક્ટ્રેસ છે. આમ ઉર્વશી પણ ટીકટોકની એક કાફી ચર્ચિત અભિનેત્રી છે.

જેકલીન ફર્નાડીસ : જેકલીનના ટીકટોક પર લગભગ 13.6 મિલિયન જેટલા ફોલોવર્સ છે. એટલે કે 1 કરોડ 36 લાખ ફોલોવર્સ છે. જેકનીલ મોટાભાગે ટીકટોક પર પોતાના વિડીયો બનાવીને લોકો સુધી પહોંચાડે છે. આ સિવાય તેણે ઘણા પ્રમોશન વિડીયો પણ બનાવ્યા છે.

હીના ખાન : ટીવી સીરીયલની એક્ટ્રેસ હીના ખાનના પણ ઘણા ફોલોવર્સ છે. તેના લગભગ 3.9 મિલિયન એટલે કે 39 લાખ ફોલોવર્સ છે. તે પોતાના વિડીયો તેમજ ફોટો દ્વારા મોટાભાગે ચર્ચામાં રહે છે.

નેહા કક્કર : નેહા કક્કર એક સિંગર છે. જે પોતાની સિંગિંગ દ્વારા ઘણી ચર્ચામાં રહે છે. તે મોટાભાગે પોતાના વિડીયો તેમજ સોંગ દ્વારા ટીકટોક પર છવાયેલી રહે છે. તેના ટીકટોક પર લગભગ 1 કરોડ 72 લાખ જેટલા ફોલોવર્સ છે. આમ તે પોતાના વિડીયો દ્વારા સોશિયલ મીડિયા પર પોતાનું સ્થાન ધરાવે છે.

આમ અહી આપેલ એક્ટર તેમજ એક્ટ્રેસના ટીકટોક પર ઘણા ફોલોવર્સ છે. તેઓ પોતાના વિડીયો દ્વારા પોતાના ફેન્સના ટચમાં રહે છે. આમ ટીકટોક એ સોશિયલ મીડિયાનું એવું માધ્યમ બની ગયું હતું જેમાં લોકો પાગલની જેમ ઉલટા-સુલટા વિડીયો મુકતા હતા. આમ ટીકટોક પર સરકાર દ્વારા પ્રતિબંધ લાગવાથી ટીકટોક કંપનીને ઘણું નુકસાન થયુ હશે. શું ટીકટોક બંધ થયું એ તમને ગમ્યું? કોમેન્ટમાં જણાવો.

Leave a Comment