વાળનો ચોટલો લેવાથી શરીરમાં થાય છે આ ચાર પ્રકારના મોટા ફાયદા ! જે તમે ક્યારેય વિચાર્યા નહિ હોય.

બાળપણમાં મોટાભાગે નાની દીકરીઓને પરાણે પકડીને તેના ખુલ્લા વાળને બાંધીને ચોટી લઈ આપતા. જો કે તે સમયે દીકરીઓને પસંદ ન આવતું. પરંતુ શું તમે જાણો છો કે, ચોટી બનાવવાથી વાળની સાથે સાથે શરીરને પ ઘણા પ્રકારના ફાયદા છે. ખાસ કરીને ઠંડીના મૌસમમાં ખુબ જ ફાયદાકારક રહે છે. ઘણા લોકો પોતાના વાળમાં તેલ ન લગાવતા હોય અને ન તો તેને ઢંગથી ઓળતા હોય.

તેમજ છોકરી આજના સમયમાં લાંબા સમય સુધી ખુલ્લા વાળ રાખતી નજર આવે છે. આવું કરવાથી તેના વાળ તૂટે છે અને સુકા પણ પડી જાય છે. તમને જણાવી દઈએ કે, પહેલાના સમયમાં મોટાભાગની મહિલાઓ પોતાના વાળને બાંધી રાખતી હતી. જેમાં વાળ લાંબા સમય સુધી સ્વસ્થ રહેતા. આ સિવાય પણ વાળને બાંધીને તેની ચોટલી લેવાના ઘણા ફાયદા હોય છે. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી આવશ્ય વાંચો.

ફાયદો 1 : વાળને બાંધવા એ એક સારો અને સુરક્ષાત્મક ઉપાય છે. જે તમારા વાળને તૂટવાની સમસ્યાથી બચાવે છે. આ ઉપાય વાળને મજબુત બનાવવા માટે પણ ઉપયોગી છે. માટે સ્ત્રીઓએ અવશ્ય ચોટી લેવી જોઈએ. ચોટી બનાવવા માટે વાળમાં તેલ લગાવો પછી હળવા હાથે ચોટી ગુંથી લો. રાત્રે ચોટી બનાવીને સુવામાં આવે તો ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આવું કરવાથી રાત્રે ઊંઘમાં તમારા વાળ એક જ સરખા રહે છે જેના કારણે તુટવાથી બચી જાય છે.ફાયદો 2: સુવા સમયે નસોને આરામ મળે છે. રાત્રે પથારીમાં સુવા જતા પહેલા વાળોની બ્રેડીંગ કરી લો. ખરેખર બાંધેલા વાળ અને તકિયાના કવર વચ્ચે ઘર્ષણ ઓછુ પેદા થાય છે. તેનાથી તકિયો અને માથા વચ્ચે એક આરામનો પોઝ બને છે, જેનાથી મસ્તકની નસોને આરામ મળે છે. આ રીતે તમારી નસોમાં ખેંચાણ નહિ થાય અને તમને સુવા સમયે માથાના દુઃખાવા જેવી કોઈ સમસ્યા નહિ થાય.

ફાયદો 3 : ચોટી વાળની નમીને બંધ કરે છે અને તેને પોષિત રાખે છે. તમે વાળને વધુ પોષણ આપવા માટે બદામ અને નાળીયેરનું તેલ લગાવીને હળવા હાથે માલિશ કરો અને પછી ચોટી બાંધી લો. આ રીતે તે પોષણ વાળમાં લોક થઈ જશે અને વાળના મૂળ સુધી પહોંચીને તેને આરામ આપશે. સાથે જ તમારા વાળનો ગ્રોથ પણ ખુબ જ સારી રીતે થશે.

ફાયદો 4 : જે લોકોને વાળ વચ્ચેથી તૂટેલા અથવા બે મોં વાળા થઈ જતા હોય તેના માટે ચોટી ખુબ જ સારો ઉપાય છે. ચોટી બનાવીને તમે તમારા વાળને સ્ટ્રેટ રાખી શકો છો. તેમજ તમે જ્યારે ઘરની બહાર નીકળો છો તો ચોટી તમારા વાળને તડકાથી અને ધૂળથી બચાવવામાં મદદ કરશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment