આ અરબપતિ તેની ગર્લફ્રેન્ડ લઇ જવા માંગે છે ચંદ્ર પર….    ગર્લફ્રેન્ડ માટે બહાર પાડી વેકેન્સી.

આ અરબપતિ તેની ગર્લફ્રેન્ડ લઇ જવા માંગે છે ચંદ્ર પર…. ગર્લફ્રેન્ડ માટે બહાર પાડી વેકેન્સી.

મિત્રો આપણે ઘણી વાર ફિલ્મોમાં ડાયલોગ્સ સાંભળ્યા હોય, જેમાં એક પ્રેમી તેની પ્રેમિકાને કહેતો હોય કે હું તને ચાંદ પર લઇ જઈશ. પરંતુ તમને જો કહેવામાં આવે કે એક વ્યક્તિ સાચે જ ચાંદ પર લઇ લવા માટે એક ગર્લફ્રેન્ડ શોધી રહ્યો છે. તો આ વાત પર આપણને વિશ્વાસ ન આવે. કેમ કે ચાંદ પર જવાની વાત જ આપણને ખોટી લાગે. પરંતુ આજે આ લેખમાં અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવશું, જે ગર્લફ્રેન્ડ શોધી રહ્યો છે અને તેને ચંદ્ર પર લઇ લવા માંગે છે. અને ખાસ વાત તો એ કે તેણે એક ગર્લફ્રેન્ડ માટે વેકેન્સી કાઢી છે. તો ચાલો જાણીએ કોણ છે એ વ્યક્તિ, જે ચંદ્ર લઇ જવા માંગે છે તેની ગર્લફ્રેન્ડને.

મિત્રો સપનામાં નહિ, પરંતુ હકીકતમાં ચંદ્ર પર સાથે લઇ જવા માટે એક વ્યક્તિ ગર્લફ્રેન્ડની તલાશ કરી રહ્યો છે. તે વ્યક્તિનું નામ છે યુસાકા મેજવા. યુસાકા મેજવા જાપાનના અરબ પતિ છે. તેમણે સ્પેસએક્સ રોકેટ દ્વારા ચંદ્ર પર જવાની યોજના બનાવી છે. 

યુસાકાની ઉંમર 44 વર્ષ છે. તેમણે જ્યારે ઓનલાઈન ફેશન રીટેલ જોજો ઇન્ક સોફ્ટબેંકને વહેંચી દીધી ત્યારે તેવો ચર્ચામાં આવ્યા હતા. તેની વેબસાઈટ અનુસાર, યુસાકા 20 વર્ષ કરતા વધારે ઉંમરની સિંગલ છોકરીને ગર્લફ્રેન્ડના રૂપમાં શોધી રહ્યા છે.

તેમણે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે, જેવી રીતે એકલતા અને ખાલીપણું ધીમે ધીમે મારા ભીતરમાં વધી રહ્યું છે, ત્યારે હું એક વસ્તુ વિશે વિચારું છે કે, મારે કોઈ સ્ત્રીને પ્રેમ કરવો જોઈએ. યુસાકાએ જણાવ્યું કે, ગર્લફ્રેન્ડના રૂપમાં મને લાઈફ પાર્ટનરની તલાશ છે. તેમણે આગળ જણાવ્યું કે, આઉટર સ્પેસથી પોતાના પ્રેમ અને વૈશ્વિક શાંતિ માટે અપીલ કરશે.

અમેરિકાના અરબ પતિ એલોન મસ્કના સ્પેસએક્સ રોકેટ દ્વારા યુસાકા ચંદ્ર પર જવા વાળા પહેલા પ્રાઈવેટ પેસેન્જર હશે. તે 2022 માં ચંદ્ર પર જઈ શકે છે. હાલમાં જ યુસાકા 27 વર્ષની એક્ટ્રેસ ગર્લફ્રેન્ડ અયમેં ગોરિકીથી અલગ થયા છે. યુસાકાની નવી ગર્લફ્રેન્ડ શોધવા માટે તેની એક્ટીવીટીને AbemaTV માં એક કાર્યક્રમ પણ બનાવ્યો. 

ટીવી પર આવનાર આ શો નું નામ ફૂલ મુન લવર્સ હશે. પરંતુ યુસાકાની ગર્લફ્રેન્ડ બનવા માટે અપ્લાય કરનાર છોકરીઓની રૂચી સ્પેસમાં હોવી જોઈએ. સાથે જ તેને ચંદ્ર પર જવા માટેની તૈયારીમાં ભાગ પણ લેવો પડશે. સાથે સાથે છોકરીના વિચાર પણ વૈશ્વિક શાંતિના પક્ષમાં હોવા જોઈએ.

યુસાકાની ગર્લફ્રેન્ડ માટે માત્ર 17 જાન્યુઆરી સુધી છોકરીઓ એપ્લાય કરી શકતી હતી. તેવો માર્ચના અંત સુધીમાં તેની ગર્લફ્રેન્ડનું નામ ફાઈનલ કરશે. પરંતુ મિત્રો યુસાકાની એક ખાસ વાત તમને જણાવીએ તો, એક વાર યુસાકાએ તેના 63 કરોડ ફોલોવર્સને રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો. જાપાનમાં બેઝિક ઇન્કમ આઈડિયા પર ડિબેટ કરવા માટે તેમણે ફોલોવર્સને પૈસા આપવાનું એલાન કર્યું હતું.

Leave a Comment