મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે શિક્ષણ જગતમાં ધોરણ 10 અને 12 નું કેટલું મહત્વ હોય છે. ત્યાંથી લગભગ દરેક વિદ્યાર્થીના સાચા સમયગાળાની શરૂઆત થતી હોય છે. વિદ્યાર્થી ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષા આપી દે ત્યાર બાદ તેનું ભવિષ્ય નક્કી થતું હોય છે. પરંતુ જો 10 અને 12 માં ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય તો ઘણા વિદ્યાર્થીઓ ભણતર છોડી દેતા હોય છે. તો આજે અમે તમને થોડી ગુજરાત શિક્ષણની એવી માહિતી જણાવશું જે જાણીને તમે ચોંકી જશો. કેમ કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે 10 અને 12 ના પેપર તપાસવામાં આવ્યા હતા તેમાં શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી ભૂલ.

તો આજે અમે તમને શિક્ષકો દ્વારા કરવામાં આવેલી ભૂલ અને સરકાર દ્વારા એ શિક્ષકો પાસેથી દંડ પણ લેવામાં આવ્યો હતો. તેના વિશે અમે તમને જણાવશું. કેમ કે આ ભૂલ કોઈ નાની ભૂલ ન હતી. તેના માટે સરકાર દ્વારા શિક્ષકો પાસેથી વસુલવામાં આવ્યો છે દંડ. તો ચાલો જાણીએ શું કરી હતી શિક્ષકોએ ભૂલ.

ધોરણ 10 અને 12 ના પેપર ચેકિંગ માટે શિક્ષકોને બોલાવવામાં આવ્યા હોય છે. તો આ વખતે એ પેપરમાં ભૂલો રહી ગઈ હતી. જેમાં 10 માર્કથી વધારે માર્કની ભૂલ રહી ગઈ હતી. જેને લઈને 6200 શિક્ષકને ગાંધીનગર ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા હતા. જેમાં તેની રજૂઆતને સાંભળ્યા બાદ 62 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જેમાં જે શિક્ષકે 10 થી ઓછા માર્કની ભૂલ કરી હતી તેવા ચાર હજાર શિક્ષકને ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા દંડને ચુકવવા આદેશ આપવામાં આવ્યો હતો.

આ આખી પ્રક્રિયા બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જેમાં ત્રણ વાર બધું ચેક થાય છે. બોર્ડમાં જે પદ્ધતિ પ્રમાણે પેપરને શિક્ષકોએ ચેક કર્યા બાદ તેને સબમિટ કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પેપરના માર્કની ડેટા એન્ટ્રી બોર્ડ ઓફિસમાં કરવામાં આવે છે. તેનું બધું વેરિફિકેશન કરવામાં આવ્યું હોય બાદ ત્રણ વાર પેપરના માર્ક અને માર્કનું ટોટલ ચેક કરવામાં આવે છે. પછી બધા શિક્ષકના રજીસ્ટ્રેશન નંબર પ્રમાણે ભૂલ કરનાર શિક્ષકનું એક લીસ્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ શિક્ષકનો ખુલાસો સાંભળવામાં આવે છે અને માર્ક પ્રમાણે શિક્ષકને દંડ કરવામાં આવે છે.

જો શિક્ષક દ્વારા ધોરણ 10 અને 12 માં સામાન્ય પ્રવાહમાં ભૂલ કરવામાં આવે તો એક માર્ક અનુસાર 100 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. તો વિજ્ઞાન પ્રવાહમાં પેપરને જે શિક્ષકે તપાસ્યું હોય અને તેમાં જો ભૂલ હોય તો એક માર્ક અનુસાર 200 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. બોર્ડના પેપરને ચેક કરવા હેતુથી શિક્ષકોને બોર દ્વારા લગભગ સરેરાશ 4000 રૂપિયા જેટલું વળતર આપવામાં આવે છે. જેમાં ઘણી વાર એવું પણ બને છે કે શિક્ષકોને વળતર કરતા દંડ ચુકવવાની રકમ વધી જાય છે. જેમાં એક મહિલા શિક્ષક પાસેથી 9 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. જેણે 90 માર્કની ભૂલ કરી હતી. આ પર્ક્રિયા રાખવા પાછળનું માત્ર એક જ કારણ છે બધા જ શિક્ષક સંપૂર્ણ તકેદારી રાખે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here