વેક્સીન લગાવ્યા બાદ આ 8 વાત રાખો ધ્યાન, ન કરવા જોઈએ આ કામ….

મિત્રો જેમ કે તમે જાણો છો કે થોડા સમયમાં કોરોના ખુબ જ વધી ગયો છે. જેના કારણે કદાચ ફરીથી લોકડાઉનની સ્થિતિ થઈ શકે તેમ છે. જ્યારે બીજી બાજુ વેક્સીનનું કામ પણ ખુબ જ ઝડપથી શરૂ થઈ ગયું છે. લોકો જેમ બને તેમ વહેલી તકે વેક્સીન લઈ રહ્યા છે. પણ વેક્સીન લીધા પછી પણ ઘણી એવી બાબતો છે જેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આથી જો તમે તેના વિશે નથી જાણતા તો જાણી લો કે તમારે વેક્સીન લીધા પછી આ 8 કામો ન કરવા જોઈએ.

કોરોના વાયરસ કેસ એક વાર ફરી ઝડપથી વધવા લાગ્યા છે. એવામાં લોકોને વેક્સીન આપવાનું કામ ઝડપથી કરવામાં આવ્યું છે. જો તમે પણ કોરોનાની વેક્સીન લગાવી છે અથવા લગાવવાના છો તો કેટલીક ખાસ વાતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ.તરત કામ પર ન જવું જોઈએ : જો તમે વેક્સીન લગાવી છે તો તરત જ કામ પર જવાથી બચવું જોઈએ. વેક્સીન લીધા પછી ઓછામાં ઓછા 2-3 દિવસ એકદમ આરામ કરવો. કેટલાક લોકોને વેક્સીન લીધા પછી તરત જ અથવા તો કેટલાક લોકોને 24 કલાક પછી સાઈડ ઇફેક્ટનો અનુભવ થાય છે. એટલે વેક્સીન લીધા પછી ઓછામાં ઓછા 2 દિવસ સુધી  પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

ભીડમાં જવાથી બચવું : તમે અત્યારે વેક્સીનની પહેલી ડોઝ લીધી છે તો ભીડ વાળી જગ્યા પર જતાં બચવું જોઈએ. જ્યાં સુધી વેક્સીનના બે ડોઝ ન લાગી જાય ત્યાં સુધી સુરક્ષાનું પૂરું ધ્યાન રાખવું. જો કે વેક્સીનના બે ડોઝ લીધા પછી પણ તમારે પ્રોટોકોલનું પૂર્ણ પાલન કરવું જોઈએ.યાત્રા કરવાથી બચવું : કોરોનનું સંક્રમણ એક વખત ફરી ઝડપથી ફેલાઈ રહ્યું  છે. એવામાં ભલે તમે વેક્સીન લીધી હોય, તમારે ટ્રાવેલ કરવાથી બચવું જોઈએ. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શને ગાઈડ લાઈનમાં વેક્સીન લીધા પછી પણ યાત્રા ન કરવાની સલાહ આપવા આવી છે.

સિગારેટ અને આલ્કોહોલનું સેવન ન કરવું : જો તમે સિગારેટ અને દારૂ પીવો છો તો વેક્સીન લીધા પછી તેનાથી દૂર રહેવું. ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બિલકુલ પણ દારૂ અને સિગરેટ ન પીવી જોઈએ. એના સિવાય તમારે બહારનું અને તળેલું ખાવાથી બચવું જોઈએ.ડોક્ટરના સંપર્કમાં રહેવું : જો તમારે પહેલાથી જ કોઈ એલર્જીની સમસ્યા હોય તો વધારે સાવધાન રહેવાની જરૂર છે. વેક્સીન લીધા પછી પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું. કોઈ પણ પ્રકારની સમસ્યાનો અનુભવ થવાથી ડોક્ટરનો તરત જ સંપર્ક કરવો.

માસ્ક વગર બહાર ન જવું : વેક્સીન લીધા પછી પણ તમારે માસ્ક પહેરવાની પણ એટલી જ જરૂર છે. જેટલી વેક્સીન લીધા પહેલા હતી. વેક્સીનના બંને ડોઝ લીધા પછી શરીરમાં એન્ટીબોડી બને છે. એટલે થોડી પણ બેદરકારી વેક્સીન પછી તમે પણ કોરોનાની ઝપેટમાં આવી શકો છો.

હાઇડ્રેટેડ રહો : વેક્સીન લીધા પછી તરત પહેલા અને પછી પોતાને હાઇડ્રેટેડ રાખો. પોતાના ડાઈટમાં વધારે ફળ, શાકભાજી અને નટ્સનો સમાવેશ કરો. એનાથી શરીર અંદરથી મજબૂત રહે છે.વર્ક આઉટ ન કરવું : વેક્સીન લીધા પછી હાથના ખભામાં દુઃખાવો થવા લાગે છે એ સામાન્ય વાત છે. એટલે જો તમારે વેક્સીન લેવી છે તો થોડા દિવસ માટે વર્કઆઉટ ન કરો,  નહીં તો તમારા હાથનો દુઃખાવો હજુ પણ વધી શકે છે.

કોરોના વાયરસથી બચવા માટે વેક્સીન લેવી ખુબ જરૂરી છે. વેક્સીન લીધા પછી પણ એટલું જ ધ્યાન રાખવું પડે છે જેટલું વેક્સીન પહેલા એટલે વેક્સીન લીધા પછી પણ જ્યારે પણ ઘરની બહાર નીકળો  ત્યારે હંમેશા માસ્ક પહેરવું જોઈએ અને એકબીજાથી થોડું દૂર ઊભા રહેવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment