ફેંગશુઈમાં કહ્યા પ્રમાણે આવું હોવું જોઈએ તમારું પાકીટ, તમારા જીવનમાં થશે ધનની વર્ષા.

જ્યારે તમે તમારું વોલેટ(પાકીટ) રાખતા હો, તો આ વાતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે, તેની અંદર ઢંગથી સામાન અથવા પૈસા રાખેલા હોવા જોઈએ. ક્યારેક ક્યારેક તમારા વોલેટ અથવા પર્સમાં રાખેલા અવ્યવસ્થિત સામાનના કારણે તમારે પૈસાની તંગી પણ ભોગવવી પડે. તેમજ ફેંગશુઈ અનુસાર એક વ્યવસ્થિત વોલેટ ધનની વર્ષા પણ કરાવી શકે છે. તો આજે અમે તમને જણાવશું કે, ફેંગશુઈના આ ઉપાયોથી તમારા વોલેટને વ્યવસ્થિત કરી શકો છો જેનાથી તમને વધુમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે.

નિયમિત રૂપે વોલેટને સાફ કરો : તમારા વોલેટની સફાઈ કરવા માટે તેમાં રાખેલા બધા જ બહાર કાઢીને રાખી દો. તમને ખુદને પણ વિશ્વાસ નહિ આવે કે, તમારા નાના એવા વોલેટમાં કેટલી બેકારની વસ્તુ રહેલી છે. તમારા આખા વોલેટને અંદર અને બહારથી સારી રીતે સાફ કરવા માટે કોઈ કપડા અથવા ટીસ્યુથી લુછી લેવું જોઈએ. જો તમારું વોલેટ વોટરપ્રૂફ છે તો તેને ભીના કપડાથી સારી રીતે સાફ કરી લો.

બેકારના બિલ્સને હટાવી દો : ઘણી વાર કોઈ પણ શોપિંગ બિલ અથવા પાર્કિંગના ઉપયોગ બાદ રસીદને તમારા વોલેટમાં રાખીને ભૂલી જતા હોય છે. ઘણા દિવસો સુધી તે તમારા વોલેટમાં કોઈ પણ ઉપયોગ વગર જ પડી રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બાબત ખુબ જ નકારાત્મકતાનું પ્રતિક હોય છે. એટલા માટે તેની જરૂરિયાત ભવિષ્યમાં નથી પડવાની એટલા માટે તેને વોલેટમાંથી કાઢીને કચરાપેટીમાં નાખી દો. આ સિવાય ઈનવેલિડ ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સને પણ પોતાના વોલેટમાં ન રાખો. તે પણ ફેંગશુઈની દ્રષ્ટીએ સારું નથી હોતું.નોટને યોગ્ય રીતે રાખો : જ્યારે પણ તમે તમારા વોલેટમાં રૂપિયા અથવા પૈસા રાખો છો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે પૈસાની નોટને ઢંગથી રાખો. ક્યારેય પણ રૂપિયાને વાળીને ન મુકવા જોઈએ. આ સિવાય પૈસાને એક અલગ સેગ્મેન્ટમાં રાખવા જોઈએ, સિક્કાને સાથે ન મુકવા જોઈએ.

જરૂરી બિલ્સને વ્યવસ્થિત રાખવા : કોઈ પણ જરૂરી બિલને જો તમે વોલેટમાં રાખો છો તો તેને ક્રમબદ્ધ રીતે રાખવા જોઈએ. ફેંગશુઈ અનુસાર જેટલા વ્યવસ્થિત રીતે તમે તમારા બિલ્સ અને રોકડને વોલેટમાં રાખશો એટલો જ અનુકુળ પ્રભાવ તમને જોવા મળશે.

દૈનિક આવશ્યક વસ્તુઓને સ્ટોર કરો : તમારા પર્સ કે વોલેટમાં જેટલી વસ્તુની જરૂર હોય એટલી જ રાખો. વોલેટ કે પર્સમાં જે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની જરૂર હોય તેને જ રાખો બાકી બધા જ બિનજરૂરી કાર્ડ કાઢી નાખો. જો આપણા પાકીટમાંથી જરૂર વગરનો કોઈ પણ સામાન નીકળી જાય તો પણ વોલ્ટ ખુબ હળવું અને સ્વચ્છ દેખાવા લાગે છે.

તમારા વોલેટને સમજો : જ્યારે તમે વોલેટની સાથે એવો સંબંધ રાખશો કે, તેને પણ અવ્યવસ્થા પસંદ નથી. જો તમે એક વાર તમારા પાકીટમાંથી કચરો હટાવી દો છો તો ત્યાર બાદ તેમાં ફરીવાર કચરો ભેગો ન થવા દો. તમારા વોલેટ અને તેમાં રહેલ માટે હંમેશા આભારી રહો અને તેનો ધન્યવાદ માનો. ફેંગશુઈ અનુસાર કોઈ પણ લકી કલરના હિસાબથી પોતાનું વોલેટ પસંદ કરો તેનાથી નિશ્વિત રીતે ધનલાભ થાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment