સ્નાન સમયે ધ્યાન રાખો આ બાબતનું…  નહિ તો આવી શકે છે જીવ જવાનું જોખમ.

સ્નાન સમયે ધ્યાન રાખો આ બાબતનું… નહિ તો આવી શકે છે જીવ જવાનું જોખમ.

દરેક વ્યક્તિ પોતાની જાત પ્રત્યે સાફસફાઈ રાખવાનું પસંદ કરતો હોય છે. કેમ કે આપણે આપણી જાતની જો સફાઈ રાખી શકીએ તો અન્ય વસ્તુ પ્રત્યે પણ સફાઈ રાખવાનું મન થાય છે. તો રોજ ન્હાવું તે આપણી રોજિંદા જિંદગીનો ભાગ બની ગયો છે. પરંતુ ન્હાવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. તો આજે આ લેખમાં અમે તમને ન્હાવા વિશેની એક ખાસ વાત જણાવશું. જેનું દરેક લોકો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો જાણો ન્હાવા વિશેની ખાસ વાત.

સામાન્ય દિવસોમાં લોકોનો ન્હાવાનો તરીકો અલગ અલગ હોય છે. પરંતુ ઠંડીના મૌસમમાં ન્હાવાનો જો ખોટો તરીકો હોય, તો તેનાથી ખતરો વધી શકે છે. ઠંડીના સમયમાં જો ખોટી પદ્ધતિથી સ્નાન કરવામાં આવે, તો એટેક આવવાની પણ સંભાવના વધે છે.

લગભગ લોકો શિયાળાની ઠંડીમાં સ્નાન સમયે પાણી સૌથી પહેલા મસ્તક પર નાખતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઠંડીના મૌસમમાં ક્યારેય સ્નાન કરતા સમયે મસ્તક પર સીધું પાણી નાખવું ન જોઈએ. હંમેશા શિયાળામાં સ્નાન કરતા સમયે પહેલા પાણી પગ પર નાખવું જોઈએ.

આ બાબત થોડી અજીબ લાગે, પરંતુ આ પદ્ધતિથી સ્નાન કરવામાં આવે, તો એટેકના ખતરાથી બચી શકીએ છીએ. સામાન્ય રીતે આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઉપરથી નીચે સુધી, એટલે કે મસ્તકથી લઈને પગ સુધી થાય છે. તેવામાં જો તમે મસ્તક પર સીધું ઠંડાઉ પાણી નાખો તો મસ્તકની મુખ્ય નળીઓ સંકોચાય જાય છે અને મસ્તક પણ ઠંડુ થવા લાગે છે.

જો મસ્તક પર સીધું પાણી નાખવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે, સાથે સાથે હાર્ટએટેક અથવા મગજની નસ ફાટવાનો પણ ખતરો વધી જાય છે. એટલા માટે ક્યારેય પણ સીધું પાણી મસ્તક પણ ન નાખવું જોઈએ. સ્નાન કરવાની શરૂઆતમાં પાણી સૌથી પહેલા આપણા પગ પર નાખવું જોઈએ. પહેલા પગ, સાથળ, પેટ, ઘૂંટણની સફાઈ કરતા શરીર પર પાણી નાખતા સ્નાન કરવું જોઈએ. ત્યાર બાદ ખભા અને ચહેરા પર પાણી નાખવું જોઈએ. ત્યાર બાદ સૌથી અંતમાં મસ્તક પર પાણી નાખવું જોઈએ. સૌથો અંતમાં મસ્તિષ્કની સફાઈ કરવી જોઈએ.

ઠંડીના મૌસમમાં સ્નાન કરતા સમયે આ જ પદ્ધતિ અપનાવવી જોઈએ, બાળકોથી લઈને વૃદ્ધો સુધી શિયાળામાં આ રીતે સ્નાન કરવું જોઈએ. આ પદ્ધતિ આપણને સ્વસ્થ રાખે છે અને સાથે સાથે આપણા શરીરની સારી રીતે સફાઈ પણ થાય છે. માટે સ્નાન કરવા માટે આ પદ્ધતિ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment