ફગાવી દીધી સુપ્રીમ કોર્ટે અરજી,   વકીલે કહ્યું હતું કે આરોપી ઘટના સમયે હતો સગીર.

ફગાવી દીધી સુપ્રીમ કોર્ટે અરજી, વકીલે કહ્યું હતું કે આરોપી ઘટના સમયે હતો સગીર.

મિત્રો આખો દેશ નિર્ભયા કેસ વિશે જાણે જ છે. તો તેના આરોપીઓને ફાંસી આપવાનો નિર્ણય થઇ ચુક્યો છે. પરંતુ તેના આરોપીઓ ક્ષમાની અરજી કરી શકે તેવી જોગવાઈ આપણા સંવિધાનમાં છે. પરંતુ તેના એક આરોપી પવન ગુપ્તાની અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. પરંતુ આરોપી પવન ગુપ્તાના વકીલ દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે આ ઘટના બની હતી ત્યારે પવન ગુપ્તા સગીર હતો. પરંતુ કોર્ટ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી છે.

કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી કે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ અરજીમાં કોઈ પણ નવો આધાર પેશ કરવામાં આવ્યો ન હતો. આ સુનાવણીમાં ત્રણ સભ્યની બેંચ બનાવવામાં આવી હતી. જેમણે આરોપી પવનના વકીલ એપી સિંહને સવાલ કરવામાં આવ્યો હતો. તે પ્રશ્ન આ અનુસાર હતો, પુનઃવિચારણામાં પણ તમારા દ્વારા આજ સવાલ કરવામાં આવ્યો હતો, તો આ મુદ્દામાં નવી માહિતી શું છે અને તેમાં વિચાર કરવા જેવું શું છે ? ત્યારે એપી સિંહે દલીલ કરી હતી અને પવનને ઉંમરને લઈને તેના દસ્તાવેજો દિલ્લી પોલીસ દ્વારા છુપાવવામાં આવ્યા છે, અને હાઈકોર્ટ દ્વારા ખોટી રીતે પવનની અરજી ફગાવી છે તેની વાસ્તવિકતામેં નજર અંદાજ કરી છે.

કોર્ટ દ્વારા પવન ગુપ્તાના વકીલને સવાલો પૂછવામાં આવ્યા હતા. તો જાણીએ કોર્ટના સવાલ અને વકીલના જવાબ :

સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીના વકીલ એપી સિંહને સવાલ કરવામાં આવ્યો : પુનઃવિચારણાની અરજીમાં પણ આરોપીએ આ વાતને રજુ કરી હતી. તો આમાં તમારી પાસે નવી શું માહિતી છે, જેમાં વિચારવા જેવું શું છે ?

કોર્ટના સવાલનો જવાબ આપતા એપી સિહ :  આ મુદ્દે એક કાવતરું કરવામાં આવ્યું છે, દિલ્લી પોલીસ દ્વારા જાણીજોઈને પવન ગુપ્તાની ઉંમરના દસ્તાવેજને છુપાવ્યા છે. કેમ કે ઘટના સમયે પવન ગુપ્તાની ઉંમર સગીર હતી, એટલે કે તે ત્યારે 17 વર્ષ 1 મહિનો અને 20 દિવસનો હતો. એટલે કે તે ઘટનામાં આ સગીરની ભૂમિકા એક સગીરની થાય. પવન દ્વારા હાઈકોર્ટમાં પણ સગીર હોવાનો દાવો કર્યો હતો. પરંતુ કોર્ટ દ્વારા તેના તથ્યોને નજર અંદાજ કરવામાં આવ્યા હતા.

દિલ્લી હાઇકોર્ટમાં પણ આ દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે કોર્ટ દ્વારા 19 ડિસેમ્બરે અરજીને નકારી દીધી હતી. પરંતુ પવન કહે છે કે, સગીર હોવાની તપાસ કરવા માટે અધિકારીને DNA ટેસ્ટ કરાવવા જણાવો. પરંતુ 17 જાન્યુઆરીના રોજ પટિયાલા હાઉસ કોર્ટે પવન સહીત ચારેય દોષિતને 1 ફેબ્રુઆરીના સવારે 6 વાગ્યે ફાંસી આપવાનો ફેસલો જારી કરવામાં આવ્યો છે.

તે અરજીમાં પવનને જણાવ્યું હતું કે, જ્યારે 16 ડીસેમ્બરના રોજ 2012 માં નિર્ભય સાથે જે ઘટન થઇ ત્યારે એ સગીર વયનો હતો. હાઈકોર્ટે દલીલ અને પુરાવાને ધ્યાનમાં નથી રાખ્યા અને નિર્ણય આપ્યો છે. મારી ન્યાય નહિ અન્યાય થઇ રહ્યો છે, કોર્ટની ન્યાય પ્રક્રિયાની નાની ભૂલ મને ફાંસી સુધી પહોંચાડી દેશે.

પવન દ્વારા પોતાની જાતને બચાવવા નીચેની કોર્ટમાં પણ આ અરજીને મુકવામાં આવી હતી. ત્યાં પણ આ અરજીને ખારીજ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ પવને હાઈકોર્ટમાં આ અરજી કરી હતી. હાઇકોર્ટ દ્વારા પણ એ અરજીને ફગાવી દેવામાં આવી હતી, અને ત્યાર બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં આ અરજી રજુ કરી હતી. તેનું કહેવું છે કે મારી ઉંમરની તપાસ કરવા માટે અધિકારીઓએ મારા હાડકાંની તપાસ જ નથી કરી. તેણે પોતાના કેસને જુવેનાઈલ એક્ટ 7(1) અંતર્ગત ચલાવવામાં આવે તે માટે અપીલ કરી છે.

Leave a Comment