વાહ હાઈકોર્ટ… હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલોના ધજાગરા કરી નાખ્યા અને કહ્યું, ઉપરવાળો બધું જુવે છે.

કોવિડ-19 ના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પર એક અરજી કરવામાં આવી હતી. અને તે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તો સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા ઘણી બધી મહત્વની ટીપ્પણીઓ કરવામાં આવી છે. રાજ્યની સરકાર દ્વારા હાઈકોર્ટમાં તેના વિશે રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. તે સુનાવણીમાં દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો દ્વારા વધુ પૈસા વસુલવામાં આવતા હોવાથી, જસ્ટિસ પારડીવાલાએ ટકોર કરી હતી.

એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં જે ચાર્જની રકમ નક્કી કરવામાં આવી હોય તેનાથી પણ 10% ઘટાડો કરવામાં આવે તેવું ખાનગી હોસ્પિટલના વકીલે કહ્યું હતું. પરંતુ હાઈકોર્ટે જે ટીપ્પણી કરી તેમાં કહ્યું કે, ઉપર વાળો બધું જ જોઈ રહ્યો છે.

> ખાનગી હોસ્પિટલોનો અરજી પર હાઈકોર્ટ દ્વારા નાજરાગી વ્યક્ત કરવામાં આવી છે.> ખાનગી હોસ્પિટલોને હાઈકોર્ટે સીધું સૂચન આપ્યું કે ખોટી વધારે નફા ખોરી ન કરવી.> ઉપરથી ભગવાન બધું જ જોઈ રહ્યો છે, માટે તકેદારી રાખો.> જજ સાહેબે જે. બી. પારડીવાલાએ ખાનગી હોસ્પિટલોના વકીલોને પણ ટકોર કરી છે.> કોરોનાની આ મહામારીમાં ખાનગી હોસ્પિટલોએ સરકારી હોસ્પિટલની જેમ જ ફરજ બજાવવાની જરૂર છે.> સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલના દર નક્કી કરવામાં આવ્યા હોય તેમાં પણ 5% નો ઘટાડો કરવાનો રહેશે.

કોવિડ-19 ના દર્દી પાસેથી ખાનગી હોસ્પિટલો વધુ પૈસા લે તો, પુનર્વિચારણા થાય, અને જો હોસ્પિટલો દ્વારા વધુમાં વાશુ પૈસા વસુલાતા હોય, અને નિયમોનું પાલન કરતા જોવા મળે તો તેની સામે કાર્યવાહી થશે. મેમોરેન્ડમમાં સૂચવેલ શરતોનું પાલન હોસ્પિટલો દ્વારા અંત સુધી નિભાવવું જોઈએ. સાથે સાથે ખાનગી હોસ્પિટલોના વકીલને પણ ઠપકો આપ્યો હતો.

તો આ મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા એક જાહેર નામું બહાર પાડ્યું હતું. તેમાં એવો આદેશ જારી કરવામાં આવ્યો હતો કે, ખાનગી હોસ્પિટલોમાં દર્દીની સારવાર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ દર અનુસાર થવી જોઈએ. જે ખાનગી હોસ્પિટલમાં 20 કરતા વધારે પાથરી હોય તેમણે દર્દીઓ માટે 50% બેદ સરકારી દર માટે અલગ રાખવા પડશે. ધ એપિડેમિક ડિસિઝ એક્ટ-1897 અનુસાર રાજ્ય આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.અમદાવાદ શહેરમાં જોઈએ તો 42 ખાનગી હોસ્પિટલો અને કોર્પોરેટ હોસ્પિટલમાં સરકારી દરે બેડ નક્કી કરવામાં આવ્યા અને કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે માટે આખું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સમસ્યા એ છે કે ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ સરકારી દરે ખાલી છે તેની જાણકારી લોકોને નથી હોતી.

Leave a Comment