એક સમયે ઓછી હાઈટના કારણે લોકો મજાક ઉડાવતા, 24 વર્ષની આ છોકરીએ એવું કર્યું કે હવે લોકો સલામ કરે છે…

રંગ, ઊંચાઈ અને પૈસાના આધાર પર કોઈ પણ વ્યક્તિની ક્ષમતાનો ન્યાય કરી શકાતો નથી. પરંતુ આજે પણ એવા ઘણા લોકો છે જે વ્યક્તિની સક્ષમતા તેના રૂપ, ઊંચાઈ અને પૈસાથી તેનો ન્યાય કરે છે. સફળ થવા માટે વ્યક્તિની ઊંચાઈ હોવી જરૂરી છે અને હિંમત હોવી પણ જરૂરી છે. આજે અમે તમને એક મહિલાની એવી હકીકત કહેવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની મહેનતથી પોતાની માટે એક રસ્તો શોધી લોકોને ખોટા સાબિત કર્યા છે.

અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ પંજાબના જાલંધર કોર્ટની એડવોકેટ હરવિંદર કોર ઉર્ફે રૂફી. જે ખુબ જ ફેમસ એડવોકેટ છે. 24 વર્ષની હરવિંદર 3 ફૂટ 11 ઇંચની છે. તેને પોતાની હાઈટ અંગે કેટલીક ફરિયાદો સાંભળી છે, પરંતુ તેણે ક્યારેય હાર ન માની અને આજે તે એક સફળ એડવોકેટ છે. તો ચાલો જાણીએ તેની જિંદગીની હકીકત.એર હોસ્ટેસ બનવાનું સ્વપ્ન હતું : એડવોકેટ હરવિંદરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, બાળપણથી જ તે એર હોસ્ટેસ બનવા માંગતી હતી, પરંતુ નાની હાઈટ હોવાના કારણે તેનું આ સપનું પૂરું ન થઈ શક્યું. બાળપણથી તેની હાઈટનો ગ્રોથ ખુબ જ ઓછો હતો. ઘણી દવાઓ લીધી હોવા છતાં પણ તેની હાઈટમાં કોઈ તફાવત જોવા મળ્યો ન હતો. ત્યાર બાદ તેણે એયર હોસ્ટેસ બનવાનું સપનું છોડી દીધું.

બની ગઈ વકીલ : હાઈટ ઓછી હોવાને કારણે, લોકો ઘણીવાર તેની હસી ઉડાવે છે અથવા વિચિત્ર રીતે તેની તરફ જોવે છે. 12 મુ ધોરણ પાસ થયા પછી તેણે લો ફિલ્ડમાં જવા માટેનું વિચાર્યું કારણ કે પોતાની કંઈક અલગ ઓળખ બનાવી શકે. હવે તેનું સ્વપ્ન જજ બનવાનું છે. સોશિયલ મીડિયાએ તેમની ઘણી મદદ કરી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ખુબ જ પસંદ કરી અને ઘણો પ્રેમ આપ્યો.લોકોની ટીકાઓ : ઓછી હાઈટ હોવાના કારણે લોકો તેની તરફ અલગ રીતે જ જોતાં હતા અને આ સિવાય તેની ઘણી હસી પણ ઉડાડવામાં આવતી હતી. એક સમય એવો હતો કે તે લોકોના વેણ સાંભળીને પોતાને એક રૂમમાં બંધ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમને પોતાના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવવા લાગ્યો હતો.

લો કોલેજ ગયા પછી તેમના જીવનમાં અનેક સુધારાઓ આવ્યા હતા અને એડવોકેટ બનીને લોકોના મ્હેણાં ઓનો જવાબ આપ્યો હતો. તેમણે સમાજની ચિંતા કર્યા વગર જ પોતાના લક્ષને પૂરું કરી દેશની સૌથી નાની હાઈટની એડવોકેટ બની બતાવ્યુ છે. હાલમાં તે જ્યુડિશિયલ પરીક્ષાની તૈયારી કરી રહી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment