લ્યો બોલો, આ ત્રણ મિત્રોએ નોકરી મૂકીને શરૂ કરી ખેતી, આ રીતે કમાઈ છે આટલા રૂપિયા.

કોરોના કાળમાં જ્યાં એક બાજુ યુવાનો પોતાના ભવિષ્ય અને હાથમાંથી જતી નોકરીને બચાવવા માટે છે, તો ત્યાં ઉત્તરપ્રદેશના વારાણસી જીલ્લામાં ત્રણ ભણેલ-ગણેલ યુવાનો કોરોના કાળમાં નોકરી છોડીને ચર્ચામાં છે. આ ત્રણેય નવા જમાનાની ખેતી દ્વારા પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને પૂરું કરવામાં જોડાય ગયા છે.

ખરેખર તો વારાણસીના ચિરઈગામ બ્લોકના ચૌબેપુર ક્ષેત્રનું ગામ નારાયણપુર આ ત્રણ મિત્રોના કારને હાલ આ દિવસોમાં ખુબ જ ચર્ચામાં છે, કેમ કે આ ત્રણેય મિત્રો ત્યાં ગ્રામીણોને નવા યુગની ખેતી શીખવી રહ્યા છે. ગામના જ પોતાના મકાનની બહાર ખુદ દ્વારા બનાવવામાં આવેલ નાના તળાવોમાં યુવાન ભણેલ-ગણેલ કિસાન શ્વેતાંક, રોહિત અને અમિત છીપની ખેતી કરી રહ્યા છે. આ સિવાય આ ત્રણેય મધમાખી પાલન અને બકરી પાલન પણ કરી રહ્યા છે.

યુવાન કિસાનોમાંથી એક છીપની ખેતી સંભાળે છે. ત્રણ માંથી શ્વેતાંક છીપની ખેતી સંભાળે છે. શ્વેતાંક જણાવે છે કે, આ બીજી ખેતીની જેમ જ છે, પરંતુ પારંપરિક ખેતીથી થોડી અલગ મોતીની ખેતી છે. એક કૃષિ ઉદયમ દ્વારા અને તેની મદદથી મોતીની ખેતી કરી રહ્યા છે. એમએ-બીએડ હોવા છતાં પણ શ્વેતાંકની રૂચી છીપની ખેતીમાં જ હતી. એટલા માટે ઈન્ટરનેટ દ્વારા તેના વિશે જાણકારી લેવા લાગ્યા અને એક જગ્યાથી ટ્રેનીંગ પણ લીધી. રોજ નવા લોકો જોડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે છીપથી મોતી કાઢવાના કામમાં ત્રણ ગણો નફો થાય છે.મોહિત આનંદ પાઠક મધમાખી પાલનની દેખભાળ કરે છે. મોહિત આનંદ પાઠકે જણાવ્યું કે, BHU થી BA કર્યા બાદ તેઓ પારંપરિક ખેતીની જગ્યાએ કંઈક નવું કરવાની ચાહમાં દિલ્લી ગાંધી દર્શનથી પ્રશિક્ષણ લીધા બાદ મધમાખી પાલન કરવા લાગ્યા. તે અનુસાર બનારસમાં ખુદ કામ શરૂ કર્યું તો બનારસ બહાર પણ અન્ય કિસાનોની મદદ કરી. તેઓ ખુદને પણ પ્રશિક્ષિત કરી રહ્યા છે. હવે તેની પાસેથી મધ વહેંચતી કંપનીઓ અને ઔષધાલય પણ મધ લેવા માટે આવી રહ્યા છે.

ત્રણેય મિત્રો માંથી રોહિત આનંદ પાઠક, જે એક સમિતિ કૃષિ ઉદયમથી પહેલા તો ખુદ એક પ્રતિનિધિના રૂપમાં જોડાયા હતા અને હવે ખુદે બંને મિત્રો સાથે એક નવી શરૂઆત કરી છે. કોરોના કાળમાં એક મોટી કંપનીના રીજનલ હેડની નોકરી છોડીને તેઓ પોતાની માતૃભુમીમાં આવી ગયા.આ પ્રકારની ખેતી આ ત્રણેય મિત્રો ખુદ જ કરી રહ્યા છે, આ સિવાય 200 લોકોને હજુ આ વર્ષે સાથે જોડાવાનું લક્ષ્ય છે. તેનું કહેવું છે કે, કોરોના મહામારીએ ઘણું બધું શીખવી દીધું છે, કેમ કે આવનાર સમયમાં પર્યાવરણ ખુબ જ ઝડપથી બદલી રહ્યું છે. અને તેવામાં જ કામ દ્વારા માત્ર અમારી આવક માટે જ નહિ પરંતુ નવા વાતાવરણની પણ ઢાલ બનશું.

ત્રણેય મિત્રોના આ અભિયાનથી ખુશ થઈને યુપી સરકારના કેબિનેટ મંત્રી અને એ વિસ્તારના વિધાયક અનીલ રાજભર પણ ત્રણેય મિત્રોને શાબાશી આપવા તેના ગામ પહોંચ્યા હતાઅને તેના કામ કરવાની રીતને પણ જાણી હતી. તેમણે જણાવ્યું કે, પોતાની સારી નોકરી છોડીને આ યુવાન ન માત્ર ખુદ, પરંતુ અન્ય લોકોને પણ આત્મનિર્ભર બનાવવાના આ અભિયાનમાં જોડાયેલ છે.

Leave a Comment