દેશન સૈનિકો કરાવી રહ્યા છે સ્પર્મને ફ્રીઝ…… આવું કરવા પાછળનું કારણ તમને જાણીને હેરાન રહી જશો..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

દેશન સૈનિકો કરાવી રહ્યા છે સ્પર્મને ફ્રીઝ…… આવું કરવા પાછળનું કારણ શું હશે તે જાણવા માટે આ લેખને અવશ્ય વાંચો… તમને જાણીને હેરાન રહી જશો.

આપણા દેશના જવાનો સતત આપણી સુરક્ષા કરવા માટે તૈનાત જ હોય. જવાનો પોતાના જીવને જોખમમાં નાખીને દેશની રક્ષા કરે છે.  તેમનું મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે એ નક્કી જ નથી હોતું. ગમે ત્યારે એ લોકો દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપી દેતા હોય છે. તે લોકો પોતાના પરિવારનો પણ વિચાર નથી કરતા હોતા. તેમાં મોટાભાગના જવાનો પરણિત હોય એમને તો ઘણી બધી જવાબદારીઓ પણ હોય છે. છતાં પણ એ દેશની સેવા માટે અવિરત હોય છે. પરંતુ આજે અમે એવા સૈનિકો વિશે જણાવશું જે પોતાના વંશને આગળ વધારવા માટે મિલેટ્રી હોસ્પિટલમાં પોતાનું સ્પર્મ સ્ટોર કરે છે. સ્પર્મ એટલે પુરુષનું વીર્ય. જેના દ્વારા બાળકની ઉત્પતિ થાય છે.

તો મિત્રો આજે અમે તમને જણાવશું કે શા માટે સૈનિકો પોતાના વીર્યને સ્ટોર કરે છે. તેનું આવું કરવા પાછળનું કારણ શું છે. તેની વિશે ઘણી બધી માહિતી તમને આજે જણાવશું. જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. તો ચાલો જાણીએ કે શા માટે સૈનિકો પોતાના વીર્યને ફ્રીજમાં સ્ટોર કરાવે છે.

હાલમાં સૈનિકોમાં પોતાના સ્પર્મ ફ્રીજ (સ્ટોર) કરવાનો ટ્રેન્ડ ખુબ જ વધી રહ્યો છે. સૈનિકોનું આવું કરવા પાછળનું કારણ એ છે કે સૈનિકોના જીવનનો ક્યારે અંત આવી જાય એ તેને પણ ખબર નથી હોતી. તે લોકોનું જીવન કેટલું છે તેની કોઈ ગણના નથી હોતી અને સતત જોખમથી ભરેલું પોતાનું જીવન હોય છે. ગમે ત્યારે મૃત્યુને ગળે વળગી જવું પડતું હોય છે. તેથી જે સૈનિકના લગ્ન થઇ ગયા હોય અને અચાનક જો તે શહીદ થઇ જાય તો તેના વંશને આગળ વધારવા માટે સ્ટોર કરવામાં આવેલું સ્પર્મ તેમના પરિવારને આપવામાં આવે છે.

અમદાવાદ, જયપુર, પટના અને રાયપુરમાં જાણકારી મુજબ જાણવામાં આવ્યું કે એવા સૈનિક’ની સંખ્યા ખુબ જ વધી રહી છે જે ખુબ જ લાંબા સમય સુધી પોતાના ઘરથી દુર સીમાઓ પર પોસ્ટેડ રેહતા હોય છે. એટલા માટે સરકાર દ્વારા પણ અલગ અલગ જગ્યા પર મિલેટ્રી હોસ્પિટલમાં સૈનિકોના સ્પર્મને ફ્રીઝ કરવા માટે સેન્ટર બનાવવામાં આવ્યા છે. અને ત્યાં સ્પર્મને સ્ટોર કરવા માટે સૈનિકો પાસેથી પૈસા પણ નથી લેવામાં આવતા.

ડોક્ટરોના જણાવ્યા મુજબ એવા સૈનિકો વધારે સ્પર્મને સ્ટોર કરાવે છે જેનું પોસ્ટીંગ ખુબ જ દુર્ગમ એરિયામાં થતું હોય. ઘણા બધા સૈનિકો એવા પણ છે જેને છૂટી ઓછી પણ મળતી હોય. તેવા સૈનિકો  ડોકટરના કહેવાથી કે પોતાની પત્નીના કહેવાથી  ડોક્ટર પાસે જતા હોય છે અને કોન્ફીડન્સથી કહેતા હોય છે કે તે પોતાના સ્પર્મને સ્ટોર કરવા માંગે છે. કેમ કે સીમાઓ પણ પોતાની જાનને ખુબ જ ખતરો હોય છે.

ગુજરાતમાં ઘણા બધા સેન્ટરોમાં સ્પર્મ સ્ટોર કરાવવા વાળા સૈનિકોની સંખ્યા લગાતાર વધતી જાય છે. 2013 થઇ લઈને 2018 સુધીમાં સ્પર્મને સ્ટોર કરાવતા સૈનિકોની સંખ્યા 3 ગણી વધી ગઈ છે. અમદાવાદના સ્પર્મ સેન્ટરના રીપોર્ટ અનુસાર 2013 થી 2015 ની વચ્ચે 30 સૈનિકોએ સ્પર્મ સ્ટોર કરાવ્યું હતું. પરંતુ 2016 થી 2018 ની વચ્ચે આ સંખ્યા 140 ની થઇ ગઈ હતી. આ માત્ર સરકારી હોસ્પિટલમાં જ નહિ પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ વધારો થયો છે.

રાજસ્થાનમાં પણ આ ટ્રેન્ડ વધી ગયો છે. એક રીપોર્ટ અનુસાર શેખાવટી ક્ષેત્રના મોટાભાગના સૈનિકો પોતાન સ્પર્મને સ્ટોર કરાવે છે. રીપોર્ટ પ્રમાણે ત્રણ વર્ષ પહેલા માત્ર 5 થી 10 સૈનિકો જ કરાવતા હતા. પરંતુ હવે ત્યાંનો આંકડો 30 નો થઇ ગયો છે. પરંતુ રાજસ્થાનના અમુક સૈનિકો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્નાટકમાં જઈને સ્પર્મને સ્ટોર કરાવે છે.

ઉરી હુમલા બાદ આ સુવિધાને બિહારમાં પણ શરૂ કરવામાં આવી છે. બિહારમાં ઘણી જગ્યાએ આ સુવિધાને મફતમાં આપવામાં આવે છે.કેમ કે જો કોઈ અનહોની થાય તો પણ સૈનિકનો પરિવાર આગળ વધી શકે. આ ટ્રેન્ડ મહારાષ્ટ્રમાં પણ ખુબ જ આગળ વધી રહ્યો છે.

વીર્યને કેવી રીતે કરવામાં આવે છે સ્ટોર.

સ્પર્મનું સેમ્પલ લેતા પહેલા વ્યક્તિનું બ્લડ ટેસ્ટ લેવામાં આવે છે, પછી સ્પર્મના કાઉન્ટની ડીટેલિંગ કરવામાં આવે છે. તેના પછી સ્પર્મને અને મેડિકેટેડ સોલ્યુશનને મિક્સ કરવામાં આવે છે. જેટલા પ્રમાણમાં સ્પર્મ હોય એટલા જ મેડિકેટેડ સોલ્યુશન પણ હોય છે. પછી ત્રણથી ચાર જારમાં સ્પર્મને અલગ અલગ નાઈટ્રોજન ફ્રીઝમાં સ્ટોર કરવા માટે મૂકી દેવામાં આવે છે. પછી ધીમે ધીમે તેનું ટેમ્પરેચર ઓછું કરીને 198 ડીગ્રી સુધી પહોંચાડી દેવામાં આવે છે. પછી તેને ડીપ ફ્રીઝમાં સ્ટોર કરવા માટે રાખી દેવામાં આવે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ સ્પર્મનો ઉપયોગ 10 થી 15 વર્ષ ની વચ્ચે ગમે ત્યારે કરી શકાય છે.

તો મિત્રો આ સેવા આપણા સૈન્ય’ના જવાનો શહીદ થઇ જાય છે અને તેના વંશને આગળ વધારવા માટે કરવામાં આવી છે. તો આ સેવા વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો… જેથી આર્મીમાં અમુક જવાનો શહીદ થયા બાદ તેના વંશજ પણ તેનો વંશવેલો આગળ વધારી શકે..

લેખ ગમ્યો હોય તો કોમેન્ટમાં આર્મી માટે “જય હિન્દ” જરૂર લખજો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

Leave a Comment