સરકાર 25 વર્ષ સુધી વીજળી આપશે મફત, આવી રીતે કરો ઓનલાઇન એપ્લાય…પછી દબાવીને વાપરો AC, હીટર અને ગિઝર…

મિત્રો વીજળી એક એવી જરૂરિયાત છે કે જેના વગર નાનામાં નાના ગરીબ માણસથી લઈને ધનવાન માણસ સુંધી કોઈને સહેજ પણ ચાલી શકે નહીં. આજના સમયમાં મોટાભાગના લોકો વધતા વીજળીના બિલથી ખૂબ જ પરેશાન રહે છે. જો તમે 25 વર્ષ સુધી વીજળીના બિલથી છુટકારો મેળવવા ઇચ્છતા હોય તો તમારા ઘર પર સોલર પેનલ (Solar Panel) લગાવવું જોઈએ. તેના માટે સરકારની તરફથી 40% સબસીડી આપવામાં આવી રહી છે.

મિત્રો ભારતમાં હાલના સમયમાં મફત વીજળીને લઈને જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જોકે તમારા ઘરમાં એસી, હીટર અને ગીઝર જેવા ઉપકરણો હાજર છે તો તમારું ઘણુ મોટુ વીજળી નું બિલ આવતું હશે. સાથે જ તમે કોઈપણ રાજ્યમાં સબ્સિડાઇસ્ડ વીજળી બિલનો પણ આનંદ નહીં ઉઠાવી શકો. એવામાં અમે તમને 25 વર્ષ માટે વીજળીના બિલથી છુટકારો અપાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી આગલા 25 વર્ષ સુધી તમારે વીજળીનું બિલ ઝીરો થઈ જશે. તો આવો જાણીએ વિસ્તારપૂર્વક.25 વર્ષ સુધી વીજળીના બિલથી મળશે છુટકારો:- કેન્દ્ર સરકાર તરફથી ઘરની છત પર સોલર પેનલ લગાવવાની યોજના શરૂ કરવામાં આવી છે. તેનાથી તમે તમારા ઘરની ખાલી છત પર  ઘણી બધી સોલર પેનલ લગાવીને ઘર માંજ વીજળી ઉત્પન્ન કરી શકો છો. જોકે આ પ્રકારનું મોટું સોલર પેનલ સેટઅપ લગાવવા માટે લગભગ 1.20 લાખ રૂપિયા ખર્ચ આવશે. જોકે સરકાર તરફથી ઘર પર સોલાર પેનલ લગાવવા માટે 40% સબસીડી આપવામાં આવે છે. એવામાં તમારે માત્ર 72 હજાર રૂપિયા આપવાના રહેશે. આ સોલર પેનલની લાઈફ લગભગ 25 વર્ષ હોય છે. આ રીતે તમે 25 વર્ષ સુધી વીજળીના બિલથી છુટકારો મેળવી શકો છો.

કેવી રીતે કરશો અરજી:- સોલર પેનલ માટે તમારે અધિકારીક વેબસાઈટ https://solarrooftop.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ એપ્લાય ફોર સોલર રુફ ટોપ  (Apply for solar rooftop )  પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ એક પેજ ખુલશે. ત્યારબાદ તમારે તમારા રાજ્ય પ્રમાણે સબસીડી ફોર્મ ભરવાનું રહેશે. તેના 30 દિવસ બાદ ડિસ્કોમ તમારા ખાતામાં સબસીડી ની રકમ જમા કરશે.ખચકાયા વગર ચલાવો ગીઝર, એસી અને હીટર:- સરકાર મોનોપાર્ક બાયફેસિયલ ટેક્નોલોજી સાથે સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. તેના રિયર અને બેક માં પાવર જનરેટર હોય છે. તેને 4 સોલર પેનલ એક સાથે જોડીને બનાવવામાં આવે છે. તેના 2 કિલો વોટના 4 સોલર પેનલ દરરોજના 6 થી 8 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. તેના દ્વારા 2 થી 3 પંખા, ફ્રીઝ, 6 થી 8 લાઈટ, પાણીની મોટર, એસી, ગીઝર, હીટર, ટીવી જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચલાવી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment