લઈ આવો તમારા ઘરે આ AC, ગમે એટલા કલાક શરૂ રાખો એક રૂપિયો પણ બિલ નહિ આવે. મફતમાં ચાલશે રાત-દિવસ…

મિત્રો હાલ ઉનાળાના દિવસો શરૂ હોવાથી આજે મોટાભાગના લોકોને AC વગર નથી ચાલતું હોતું. પરંતુ AC શરૂ હોવાથી મોટી તકલીફ એ થાય છે કે, લાઈટ બિલ વધુ આવે છે. તો અમે તમને એવા AC વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે પોતાની મરજી મુજબ ચલાવી શકો છો અને લાઈટ બિલનો ખર્ચ પણ નથી થતો. તો ચાલો મિત્રો જાણીએ ક્યાં છે એ AC.

ઉનાળાના દિવસોમાં જ્યાં રાહત મેળવવા માટે કુલર અને પંખા કામ નથી આવતા ત્યાં માત્ર AC જ કામ આવે છે. પણ જ્યારે AC ખરીદવાની વાત આજના સમયમાં લોકો માટે મોટી નથી. પરંતુ AC ના ઉપયોગ બાદ જે લાઈટ બિલ આવે એ મોટી લોકો માટે વધુ મુશ્કેલી ભર્યું હોય છે. જો તમે પણ AC ખરીદવા માંગો છો પણ લાઈટ બિલથી ડરો છો તો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એવા AC વિશે જણાવવા જઈ રહ્યા છે જેને જેટલું ઈચ્છો એટલું ચલાવી શકો અને તો પણ ખર્ચ નથી થતો. અમે વાત કરી રહ્યા છીએ સોલાર AC ની.  જેમાં તમારે લાઈટ બીલ નથી આવતું.જો તમે 5 સ્ટાર રેટિંગ વાળું 1.5 ટન ઇંચનું સ્પિલ્ટ AC ચલાવી રહ્યા છો તો તેમાં લગભગ 1490 વોટ વીજળી પ્રતિ કલાકમાં હિસાબે વપરાશ થાય છે. જ્યારે તમે 12 કલાક AC ચલાવો છો તો લગભગ 18 યુનિટનો વપરાશ થાય છે. તમે 18 યુનિટની વપરાશને પોતાના ક્ષેત્રની વીજળીના દર અનુસાર નક્કી કરી શકો છો. અમે તમને દિલ્હીના 7.50 રૂપિયા યુનિટના હિસાબે વાત કરીએ તો લગભગ 135 રૂપિયા પ્રતિદિન બિલ આવી શકે છે. એક મહિનાના હિસાબે 4000 રૂપિયા બિલ આવી શકે છે.

ભારતીય બજારમાં હવે સોલાર AC આવી ગયા છે. જેનો તમે ગમે એટલો વપરાશ કરી શકો છો અને લાઈટ બિલનો ખર્ચ પણ નથી થતો. કારણ કે આ AC વીજળીથી નહિ પણ સોલાર પાવરથી ચાલે છે. તેને સોલાર પ્લેટ સાથે જોડવામાં આવે છે. સોલાર પ્લેટ સૂરજથી એનર્જી લઈને વીજળી બનાવે છે અને બેટરી ચાર્જ થાય છે. જેના કારણે AC ચાલવામાં પાવર મળે છે. જો કે સોલાર AC ની કિંમત વીજળીથી ચાલતા AC ની સરખામણીમાં વધુ છે. પણ જો તમે લાંબા સમયનું વિચારો છો તો ઘણો ફાયદો થાય છે.માર્કેટમાં ઘણી એવી કંપનીઓ છે જે આજના સમયમાં સોલાર AC બનાવે છે. આજના સમયમાં 1.5 ટનના AC રહેલ છે અને તેની કિંમત 1 લાખ રૂપિયા આસપાસ હોય શકે છે. જો તમે વિચારી રહ્યા છો કે, વીજળી વગર AC કેમ ચાલશે તો AC સુરજ ન હોય ત્યારે વીજળીથી પણ ચાલી શકે છે.

Onyx 1.5 Ton Hybrid Split AC :  સ્પેસીફીકેશનની વાત કરવામાં આવે તો આ 1.5 ટનના AC માં સારું એવું કુલીંગ મળે છે. તેમાં 100% કોપ ક્વાઈલ, ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક, ડબલ ઓટો સ્વીંગ, ફોરવર્ડ એયર થ્રો, ઓટોમેટીક ફ્લેક્સ, ઓટો શટ ફ્લેક્સ અને ઓટો રીસ્ટાર્ટ ફિચર આપવામાં આવેલ છે. તેમાં ઓટોમેટીક એયર ફલો એડજસ્ટમેન્ટ અને સ્લીપર ટાઈમ આપવામાં આવેલ છે.SINFIN 1.5 Ton Solar PCU Split Inverter AC : સ્પેસીફીકેશનના મામલે 1.5 ટન AC માં શાનદાર ફિચર આપવામાં આવેલ છે. કોપર વાળું આ AC એનર્જી એફીશીએન્ટ અને ઈઝી મેન્ટેનન્સની સાથે બેસ્ટ ઇન ક્લાસ કુલીંગ ફિચરથી લેસ થઈને આવે છે. તેમાં સ્લીપ મોડ આપવામાં આવેલ છે. જે તાપમાનમાં ઓટો એડજસ્ટ કરે છે.

Split Metallic Teramax Solar Air conditioner : આ સોલાર AC 0.75 થી 1, 1.5 અને 2 ટન સુધીની કેપીસીટીમાં આવે છે. આ AC માં DC 48 V વોલ્ટેજ આપવામાં આવેલ છે. આ એક મેટેલિક સ્પિલ્ટ AC છે. તેની પેનલ પાવર 300 w અને 325 w છે. આ AC ની શરૂઆતી કિંમત 55 હજારથી શરૂ થાય છે.Metallic SOLAR AIR CONDITIONER, Bldc, 2000 Watt : આ સોલાર AC 1.5 ટન કેપેસીટીમાં આવે છે. આ AC માં 48/220 વોલ્ટેજ આપવામાં આવેલ છે. આ એક મેટેલિક સ્પિલ્ટ AC છે. BLDC ફેન કુલર વાળા આ AC ને 5 સ્ટાર રેટિંગ મળેલ છે. તેની પેનલ પાવર 2000 WATT છે. તેની કિંમતની શરૂઆત 45 હજાર રૂપિયાથી થાય છે.

Apna Plastic/Fibre SWAY20 Solar Air Conditioner : આ સોલાર AC 2 ટન કેપેસીટીમાં આવે છે. આ આ AC માં 48/220 વોલ્ટેજ આપવામાં આવેલ છે. આ એક પ્લાસ્ટિક ફાઈબર સ્પિલ્ટ AC છે. તેની કિંમતની શરૂઆત 52,135 રૂપિયા થાય છે.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment