હવે અનલિમિટેડ AC ની મજા લેવા માટે ઘરે લઈ આવો આ મફતમાં ચાલતું એ.સી… ચાલશે 1 પણ રૂપિયાના બીલ વગર… ખાસિયત જાણીને ચોંકી જશો…

મિત્રો જો કે હવે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. એટલે ગરમીમાંથી થોડી રાહત મળી છે. પણ હજુ પણ તમને એસી કે પંખા વગર નથી ચાલતું તો તમે એસી શરુ કરો છો. પણ બીલ વધુ આવવાની બીક પણ રહે છે. પણ આજે અમે તમને આ લેખમાં ગરમીથી રાહત મેળવવા માટે છૂટથી એસીનો ઉપયોગ કરી શકો તે માટે એક નવી અને અનોખી રીત લઈને આવ્યા છીએ. જે તમને એસી શરુ હોવા છતાં પણ બીલ ઓછુ આવવા દે છે. ચાલો તો આ નવી રીત વિશે વિસ્તારથી જાણી લઈએ. 

ગરમી આ વખતે બધાની હાલત ખરાબ કરી નાખી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ પંખા, એસી અને કુલરનો ખૂબ ઉપયોગ કર્યો અને વીજળીનો વપરાશ પણ વધી ગયો છે. વધુ વીજળી વપરાશના કારણે દેશના ઘણા ભાગમાં લાંબા-લાંબા પાવર કટ પણ થયા. જેના કારણે 45 ડિગ્રીના ટેમ્પરેચરમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાથે જ વધુ વીજળીના વપરાશે લોકોના ખિસ્સા પર બોજ વધાર્યો અને તેમને વધુ વીજળી બિલ ભરવું પડ્યું. પરંતુ એક કામ કરીને તમે આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તે માટે તમારે તમારા ઘરમાં સોલાર એસી લગાડવું પડશે. સોલાર એસી લગાડવું:- તમે સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરીને એસીનો છૂટથી ઉપયોગ કરી શકો છો. સોલાર એસી લગાડીને તમે મોંઘા વીજળી બિલથી છુટકારો મેળવી શકો છો. જોકે, સોલાર એસી માટે તમારે સામાન્ય એસીની સરખામણીએ વધુ પૈસા ખર્ચ કરવાના થશે. આ પ્રકારની એક સારી એવી પ્રોડેક્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે. સોલાર એસી સૂર્યના તાપને પાવરના રૂપમાં ઉપયોગમાં લે છે. તે માટે તમારે તમારા ઘરની છત પર એક સોલાર પેન લગાડવું પડશે. 

નહીં આપવું પડે વીજળી બિલ:- સોલાર દ્વારા વીજળી મળતી હોવાથી તમારે બીલ ભરવું નથી પડતું. સોલાર પેનલને તમારા ઘરમાં રહેલ એસીથી જોડવામાં આવે છે. જો તમે રાત્રે પણ એસીનો ઉપયોગ કરવા માંગતા હોય તો, તમારે સોલાર પેનલનો સેટ લગાડવો પડશે. તેમાં તમને બેટરી પણ મળે છે, જેમાં પાવર સ્ટોર થાય છે અને તમે તમારા હિસાબથી ગમે ત્યારે એસી ચાલુ કરી શકો છો. તે માટે તમારે વીજળી બિલ પણ નહીં આપવું પડે.સોલાર એસી પણ રેગ્યુલર એસીની જેમ જ કાર્ય કરે છે. પરંતુ તેની પાસે પાવરના વધુ ઓપ્શન હોય છે. એક કન્વર્ટિબલ એર કંડિશનરને તમે માત્ર વીજળીથી ચલાવી શકો છો. પરંતુ સોલાર એસીને તમે ત્રણ પ્રકારે ઉપયોગમાં લઇ શકો છો. તેને તમે સોલાર પાવર, સોલાર બેટરી બેન્ક અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડથી ચલાવી શકો છો. 

કેટલી છે કિંમત:- એક સામાન્ય એસીની જેમ જ સોલાર એસીની કિંમત પણ તેની ક્ષમતા પર નિર્ભર કરે છે. સામાન્ય સોલાર એસી માટે તમારે લગભગ 99 હજાર રૂપિયા ખર્ચ કરવાના થશે. કેન્બ્રૂક સોલાર મુજબ, 1 ટનની ક્ષમતા વાળા સોલાર એસી માટે 99 હજાર જ્યારે 1.5 ટનની ક્ષમતા વાળા સોલાર એસી માટે 1.39 લાખ રૂપિયા ખર્ચ કરવાના થશે.છત પર લગાડી શકો છો સોલાર પેનલ:- જો તમે તમારા ઘરની છત પર લગાડવા માંગતા હોય તો તમને સરકાર તરફથી સબસિડી મળી જાય છે. જો તમે 3 કિલોવોટ સુધીનું સોલાર પેનલ લગાડવા માંગતા હોય તો, તમને સરકાર 40 ટકા સુધીની સબસિડી આપે છે. તેમ જ 10 કિલોવોટના પેનલ માટે 20 ટકાની સબસિડી મળે છે. 2 કિલોવોટનું પેનલ લગાડવામાં 1.20 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. આમ આ સોલાર એસી તમારા બીલને ઓછુ કરી શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment