આ છોડની ગંધ માત્રથી સાપ જેવા જીવજંતુ ભાગી જાય છે દૂર. તમારા ઘરમાં જરૂર વાવો આ છોડ, સાપ હંમેશા રહેશે તમારા ઘરથી દૂર,

સાપનું નામ સાંભળતા જ આપણા રૂવાડા ઉચા થઈ જાય છે. કોઈ નથી ઈચ્છતું કે તેમના ઘરમાં ક્યાંય થી પણ સાપ આવી જાય. સોશિયલ મીડિયા પર તમને એવા હજારો વિડિયો મળી જશે જ્યાં તમે ઘરોમાં સાપ જોઈ શકો છો. જોકે સાપ આપણા ઇકો સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તેમાંથી કેટલાક ઝેરીલા હોય છે અને ઘણા લોકો તેમને પોતાની પાસે રાખવાનું પસંદ નથી કરતા.

એવામાં લોકો વારંવાર પૂછે છે કે શું કોઈ એવો છોડ છે જે તેને ઘરમાં આવતા રોકી દે. એવા છોડનું લાંબુ લિસ્ટ છે, પરંતુ તમને જણાવી દઈએ કે તેને લઈને કોઈપણ પ્રકારની વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તો આવો આ છોડ ના લિસ્ટ પર નજર નાખીએ. 1) સર્પગંધા:- આમાં અનેક પ્રાકૃતિક ગુણો છુપાયેલા હોય છે. સર્પગંધા એક પ્રકારનો છોડ છે જેના મૂળિયાંનો રંગ પીળો કે ભૂરા રંગનો હોય છે. જ્યારે તેના પાંદડા નો રંગ ચમકીલો લીલો હોય છે. સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ સવોલ્ફિયા સર્પેતિના છે. એવો દાવો કરવામાં આવે છે કે આ છોડની ગંધ એટલી વિચિત્ર હોય છે કે સાપ તેને સૂંઘતા જ દૂર ભાગી જાય છે.

2) બારમા સી:- બારમાસી નો છોડ ખૂબ જ વધારે સુગંધીત હોય છે. જોકે મગવોર્ટને નીંદણ માનવામાં આવે છે, સાપ તેની હાજરીને પસંદ કરતા નથી અને તેનાથી દૂર રહે છે. તેને ખૂબ જાળવણીની જરૂર હોય છે.3) લસણ:- ખૂબ જ ઉપયોગી વસ્તુ છે તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. તેમાં સલ્ફોનિક એસિડ હોય છે જે ખૂબ જ ગંધ આપે છે અને સાપ તેને પસંદ નથી કરતા. જરૂરી નથી કે તમે આ છોડને લગાવો. જો તમે લસણની સાથે મીઠુ મેળવીને તેની પેસ્ટ તૈયાર કરો છો તો પછી સાપને તેનાથી દૂર રાખી શકાય છે.

4) સોસાયટી લસણ:- ઘાસની જેવા દેખાતા આ છોડ લગભગ એક ફૂટ ઊંચા હોય છે. તેમાં લગભગ બે ફૂટની ડાળી ઉપર તારાની જેમ દેખાતા જાંબલી ટ્યુબ્યુલર ફૂલો ઉનાળામાં ખીલે છે. તેની ખાસ વાત એ છે કે આ છોડ શિયાળો અને ઉનાળો બંનેને સારી રીતે સહન કરી લે છે. સોસાયટી, લસણ એક ફૂલ વાળો છોડ છે જે દક્ષિણ આફ્રિકાનો મૂળ નિવાસી છે. આમાં સાપને ભગાવવા ના  મજબૂત ગુણો સિવાય આ છોડ બીજી અનેક વસ્તુઓ માટે ઉપયોગી છે.5) ડુંગળી:- આ પોતાના સલ્ફોનિક એસિડના ઉચ્ચ પ્રમાણ માટે ઓળખાય છે, એ જ કારણ છે કે જ્યારે આપણે તેને કાપીએ છીએ તો તે આપણને રડાવી દે છે. કારણ કે ડુંગળીમાં આ એસિડ હોય છે. તેથી તે ખૂબ જ અસરકારક સાપ વિકર્ષક છે. ડુંગળીને કચરીને મીઠા સાથે મેળવીને તમારા ઘરની આસપાસ સ્પ્રે કરો.

6) મધર ઈન લોંગ ટંગ:- આ છોડના લાંબા રૂટ સ્ટોક્સ ના લીધે આવું નામ મળ્યું છે. આ કોઈ જીભ ની જેમ તેજ અને ધારદાર હોય છે. સાપ આ છોડના રૂપને પસંદ નથી કરતા અને તેનાથી દૂર રહે છે. જે તેને અસરકારક સાપ વિકર્ષક બનાવે છે.

7) લેમન ગ્રાસ:- આ એક ઔષધીય છોડ છે જે વિશેષ રૂપે દક્ષિણ પૂર્વી એશિયામાં ઉપલબ્ધ હોય છે. આ ઘાસ જેવું દેખાય છે, તેની સુગંધ પણ લીંબુ જેવી હોય છે. સાપ અને મચ્છર બંને તેનાથી દૂર ભાગે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment